Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai : ઓમિક્રોનના જોખમ વચ્ચે શાળાઓ ખોલવામાં ઉતાવળ તો નથી કરી ને ? BMCએ સંચાલકોને આ નિયમોનુ કડક પાલન કરવા આપ્યા આદેશ

રાજ્યમાં 4 ઓક્ટોબરથી ધોરણ 8 થી 12ના ઓફલાઈન વર્ગો ચાલુ છે. બાકીના ધોરણ 1 થી  7ના ઓફલાઈન વર્ગો 1 ડિસેમ્બર સુધીમાં  શરૂ થવાના હતા, પરંતુ ઓમિક્રોનના વધતા જોખમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો.

Mumbai : ઓમિક્રોનના જોખમ વચ્ચે શાળાઓ ખોલવામાં ઉતાવળ તો નથી કરી ને ?  BMCએ સંચાલકોને આ નિયમોનુ કડક પાલન કરવા આપ્યા આદેશ
School Reopen in mumbai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 12:43 PM

Mumbai School Reopen : લગભગ બે વર્ષ બાદ મુંબઈમાં Omicron ના વધતા જોખમ વચ્ચે આજથી વર્ગ 1 થી 7 ના વિદ્યાર્થીઓ (Students) માટે શાળાઓ ફરીથી ખોલવામાં આવી છે. જો કે, BMC (Bombay Municipal Corporation) એ શાળામાં આવતા બાળકોનો નિર્ણય વૈકલ્પિક રાખ્યો છે, એટલે કે તેમને શાળાએ મોકલવા કે ન મોકલવાનો અધિકાર વાલીઓને(Students Parents)  રહેશે.

વિદ્યાર્થીઓ માટે આ વિકલ્પ પણ રાખવામાં આવ્યો

આ સાથે બાળકોની હાજરી ફરજિયાત ન કરીને શાળાઓને ઓનલાઈન વર્ગોનો (Online Education) વિકલ્પ પણ આપવા માટે કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 8 નવા ઓમિક્રોન સંક્રમિત સામે આવ્યા છે, જેમાંથી 7 મુંબઈ અને એક દર્દી મીરા ભાઈંદરનો છે.

કોઈ પાસેથી લીધેલા નાણાં પાછા નહીં આપો તો શું થાય ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
શું યુરિક એસિડ વધી રહ્યુ છે? આ પાંચ વસ્તુઓનુ શરૂ કરો સેવન
Chapped lips : ઉનાળામાં હોઠ ફાટવાના કારણો શું છે?
Vastu Tips : તુલસીને સિંદૂર લગાવવું જોઈએ કે નહીં? જાણી લો
જો તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે, તો તમારા દાંત નહીં, પેટ સાફ કરો
વિરાટ કોહલીએ 300 કરોડ રૂપિયાની ડીલ કેમ કેન્સલ કરી?

આજથી ફરી ધમધમશે શાળાઓ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 4 ઓક્ટોબરથી ધોરણ 8 થી 12ના ઓફલાઈન વર્ગો ચાલુ છે. બાકીના ધોરણ 1 થી  7ના ઓફલાઈન વર્ગો 1 ડિસેમ્બર સુધીમાં  શરૂ થવાના હતા, પરંતુ ઓમિક્રોનના વધતા જોખમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. જેનો કેટલાક વાલી સંગઠનોએ વિરોધ કર્યો હતો. ત્યારે હવે BMC કમિશનર ઈકબાલ સિંહ (Iqbal Singh) ચહલે ફરીથી પ્રાથમિક શાળા શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.

બુધવારે સવારથી જ મુંબઈની લગભગ તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. બાળકો માસ્ક, ટેમ્પરેચર સ્ક્રિનિંગ અને હેન્ડ સેનિટાઇઝિંગ પહેરીને સ્કૂલમાં પ્રવેશી રહ્યા હતા. લગભગ બે વર્ષ બાદ બાળકો શાળાએ પહોંચતા જ ખુશ જોવા મળ્યા હતા.

કોરોના પ્રોટોકોલનું પાલન કરવું ફરજિયાત

BMC એજ્યુકેશન ઓફિસર રાજુ તડવીએ (Raju Tadvi) જણાવ્યું હતુ કે, ઓમિક્રોનના ખતરાને જોતા, શાળા પ્રશાસનને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાનું અને સ્ટાફ માટે રસીના બંને ડોઝ ફરજિયાત કરવામાં આવ્યા છે. શાળાઓમાં પ્રવેશતા પહેલા સ્ટાફે RT-PCR રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. શાળાઓમાં કોઈપણ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવશે નહીં.જો કે હાલ ઓમિક્રોનના જોખમ વચ્ચે શાળાઓ ખુલતા વાલીઓ મુંઝવણમાં મુકાયા છે.

આ પણ વાંચો : Maharashtra: MSRTCએ 230 કર્મીઓને બરતરફ કરવા નોટિસ ઈશ્યુ કરી, 28 ઓક્ટોબરથી કર્મચારી છે હડતાલ પર

આ પણ વાંચો : ‘મને રવિ પૂજારી તરફથી ધમકીનો ફોન આવ્યો હતો’ સોનુ સૂદે મકોકા કોર્ટમાં આપ્યુ નિવેદન

g clip-path="url(#clip0_868_265)">