AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : દાઉદ ઈબ્રાહિમ સાથે નવાબ મલિકના નજીકના મિત્રો પણ NIA ના દાયરામાં, જાણો સમગ્ર અહેવાલ

નવાબ મલિકના (Nawab Malik) ખૂબ નજીકના વ્યક્તિ સુહેલ ખંડવાનીના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુહેલ ખંડવાની દરગાહના હાજી અલીના ટ્રસ્ટી છે.

Maharashtra : દાઉદ ઈબ્રાહિમ સાથે નવાબ મલિકના નજીકના મિત્રો પણ NIA ના દાયરામાં, જાણો સમગ્ર અહેવાલ
Dawood ibrahim case
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 2:29 PM
Share

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (National Investigation Agency) એ આજે ​​સવારથી મુંબઈમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ (Dawood Ibrahim) ડી કંપની સાથે જોડાયેલા 29 થી વધુ સ્થળો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. મુંબઈમાં ભેંડી બજાર, નાગપાડા, મુંબ્રા, માહિમ, ગ્રાન્ટ રોડ, શાંતાક્રુઝ, ગોરેગાંવ, બોરીવલી જેવા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.તમને જણાવી દઈએ કે,ડી કંપનીના હવાલા રેકેટને સંભાળતા સહયોગીઓ અને શાર્પ શૂટર્સ પર આ કાર્યવાહી કરવામાં આવી છે.

 હવાલા રેકેટને સંભાળતા સહયોગીઓ NIA ની રડાર પર

આ દરોડામાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCP નેતા નવાબ મલિકના(Nawab Malik) ખૂબ નજીકના વ્યક્તિ સુહેલ ખંડવાનીના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે હાલમાં મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. તમને જણાવી દઈએ કે,સુહેલ ખંડવાનીએ હાજી અલી દરગાહના ટ્રસ્ટી છે. હાલ સુહેલ ખંડવાનીના ઘરની બહાર CRPFનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.

આ સિવાય NIAએ 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટના બે આરોપીઓ અને એક બિલ્ડરના ઘરો પર પણ દરોડા પાડ્યા છે. માહિમમાંથી 1993ના બોમ્બ વિસ્ફોટોના આરોપી કયૂમ નામના વ્યક્તિના ઠેકાણા પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. ગ્રાન્ટ રોડ પરથી સલીમ ફ્રુટ નામના વ્યક્તિને હાલ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. નવાબ મલિકની ધરપકડ દરમિયાન EDની પૂછપરછ દરમિયાન સલીમ ફ્રુટનું નામ પણ સામે આવ્યું હતું. મળતી માહિતી મુજબ માહિમના બાબા ફાલુદાના માલિક અસલમ સરોદિયાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે.

29થી વધુ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા

તમને જણાવી દઈએ કે, દાઉદ ઈબ્રાહિમ સામે NIAએ ફેબ્રુઆરી મહિનામાં કેસ નોંધ્યો હતો. આ કેસ મુંબઈથી કાર્યરત પાકિસ્તાનમાં હાજર દાઉદ ઈબ્રાહિમ(Dawood Ibrahim Case)  સાથે જોડાયેલા હવાલા અને ડ્રગ્સના કારોબાર સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. આ જ કેસના આધારે EDએ નવાબ મલિક પર દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા લોકો સાથે જમીનના સોદા કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.જેથી આ તપાસમાં અનેક ખુલાસા થવાની શક્યતા

g clip-path="url(#clip0_868_265)">