Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સમીર વાનખેડેને રાહત: NCSCએ વાનખેડેને ગણાવ્યા અનુસુચિત જાતિના, નવાબ મલિક સામે FIR નોંધવા આદેશ

કમિશનને તેની તપાસમાં જાણવા મળ્યુ કે, મુંબઈ પોલીસે આ કેસમાં સમીર વાનખેડે વિરુદ્ધ SITની રચના કરીને તપાસના નામે તેને અને તેના પરિવારને હેરાન કર્યા છે.

સમીર વાનખેડેને રાહત: NCSCએ વાનખેડેને ગણાવ્યા અનુસુચિત જાતિના, નવાબ મલિક સામે FIR નોંધવા આદેશ
Nawab Malik and Sameer Wankhede (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 4:40 PM

Sameer Wankhede Case: સમીર વાનખેડેને મોટી રાહત મળી છે, જ્યારે નવાબ મલિકને (Nawab Malik) મોટો ઝટકો લાગ્યો છે. નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ કાસ્ટ્સ (National Commission for Scheduled Castes)એ NCB અધિકારી સમીર વાનખેડેને (Sameer Wankhede) મહાર જાતિના ગણાવ્યા છે અને તેમની સામેની SIT રદ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય NCSCએ મુંબઈ પોલીસને NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિક વિરુદ્ધ FIR નોંધવા આદેશ આપ્યો છે.

તમને જણાવી દઈએ કે નવાબ મલિકે સમીર વાનખેડેના દલિત હોવા પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમને મુસ્લિમ ગણાવ્યા હતા. ત્યારે હાલ આ મામલે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ, ગૃહ વિભાગના મુખ્ય સચિવ, મુંબઈ પોલીસ કમિશનરને સમન્સ પાઠવવામાં આવ્યુ છે અને 7મી માર્ચે કમિશન સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

કમિશને તેની તપાસમાં જાણવા મળ્યુ કે, મુંબઈ પોલીસે (Mumbai Police) આ કેસમાં સમીર વાનખેડે વિરુદ્ધ SITની રચના કરીને તપાસના નામે તેને અને તેના પરિવારને હેરાન કર્યા છે. આવી સ્થિતિમાં કમિશને મુંબઈ પોલીસને તાત્કાલિક SITની તપાસ રોકવા અને નવાબ મલિક વિરુદ્ધ કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. કમિશને આ મામલાની તપાસ ACP સ્તરના અધિકારી દ્વારા કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ મુંબઈ પોલીસને એક્શન ટેકન રિપોર્ટ (ATR)ની સાથે FIRની નકલ કમિશન સમક્ષ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે.

Chaitra Navratri 2025: શું નવરાત્રિ દરમિયાન લગ્ન, મુંડન કે ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો કરી શકાય?
ઘરમાં લવિંગની સાથે પ્રગટાવો આ વસ્તુ, તમારી તિજોરી પૈસાથી ભરાઈ જશે!
Summer Season: ઉનાળામાં કેટલું પાણી પીવું જોઈએ?
શું Power Bank ખરેખર ફોનને નુકસાન પહોંચાડે છે?
Lizard Falling: ગરોળીનું શરીર પર પડવું શુભ કે અશુભ? જાણો અહીં
Plant In Pot : ચટાકેદાર વાનગીઓ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતો ફુદીનો ઘરે કૂંડામાં ઉગાડો

સમીર વાનખેડે સામેની SIT તપાસ રદ કરવામાં આવી

કમિશનના આદેશમાં સમીર વાનખેડે સામેની SIT તપાસને તાત્કાલિક રદ કરવાનું કહેવામાં આવ્યુ છે, કારણ કે SC/ST POA એક્ટ હેઠળ એફઆઈઆર નોંધતા પહેલા SITની સ્થાપના અને પ્રાથમિક તપાસ કરવાની કોઈ જોગવાઈ નથી. પંચે આ મામલામાં મુંબઈ પોલીસને તપાસના નામે સમીર વાનખેડેને હેરાન કરવાનું બંધ કરવાની ચેતવણી આપી છે. કમિશને મહારાષ્ટ્ર કાસ્ટ સ્ક્રુટિની કમિટીને વાનખેડેના કાસ્ટ સર્ટિફિકેટની ચકાસણીનું કામ પૂર્ણ કરવા અને તેનો રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો : Maharashtra: મહિનાના અંત સુધીમાં મહારાષ્ટ્ર થશે સંપૂર્ણ અનલોક, નાયબ મુખ્યપ્રધાને આપ્યા આ સંકેત

g clip-path="url(#clip0_868_265)">