આજથી શરૂ થયુ મુંબઈનું પહેલુ ઓન વ્હીલ્સ રેસ્ટોરન્ટ, 24 કલાક માણી શકાશે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ

આજથી શરૂ થયુ મુંબઈનું પહેલુ ઓન વ્હીલ્સ રેસ્ટોરન્ટ, 24 કલાક માણી શકાશે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ
મધ્ય રેલવેએ ટ્રેનના જૂના કોચને રેસ્ટોરન્ટમાં રૂપાંતરિત કર્યા છે.

રેલવે હવે લોકમાન્ય તિલક ટર્મિનસ, કલ્યાણ અને બોરીવલી સહિત શહેરના અન્ય સ્થળોએ આવા વધુ રેસ્ટોરન્ટ ખોલવાનું વિચારી રહી છે.

TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Oct 18, 2021 | 11:46 PM

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસમાં મુંબઈનું પહેલું ઓન વ્હીલ રેસ્ટોરન્ટ (Mumbai’s First On Wheel Restaurant) ખોલવામાં આવ્યું છે. મધ્ય રેલવેએ ટ્રેનના જૂના કોચને રેસ્ટોરન્ટમાં રૂપાંતરિત કર્યા છે. સેન્ટ્રલ રેલવેના જીએમ અનિલ કુમાર લાહોટીએ જણાવ્યું કે જે કોચ હવે રેલવે (Restaurant In Train Coach) માટે ઉપયોગી ન હતા તેમને રેસ્ટોરન્ટમાં ફેરવવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે કોન્ટ્રાક્ટ ટેન્ડર દ્વારા આપવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ રેસ્ટોરન્ટ 24 કલાક ખુલ્લું રહેશે. ખાવાના શોખીનો ગમે ત્યારે અહીં આવીને મજેદાર ભોજનનો આનંદ માણી શકશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના મુલાકાતીઓ માટે આજે સાંજથી મુંબઈનું પહેલું ઓન વ્હીલ્સ રેસ્ટોરન્ટ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ રેસ્ટોરન્ટ ટર્મિનસના પીડી મેલો પ્રવેશ ગેજ પર સ્થિત છે.

આ ખાસ રેસ્ટોરન્ટ રેટ્રોફિટેડ ડિસ્કાર્ડ રેલ કોચમાં બનાવવામાં આવ્યું છે. તેમાં 40 લોકો માટેની બેઠક ક્ષમતા છે. રેસ્ટોરન્ટમાં 10 ટેબલ લગાવવામાં આવ્યા છે. રેસ્ટોરન્ટની અંદર બધી  અર્બન રેલ્વે થીમ અને લોકલ ટ્રેનોની તસવીરો સાથે મુંબઈની ઉપનગરીય રેલવે નેટવર્ક થીમ આપવામાં આવી છે.

મુંબઈમાં પ્રથમ ઓન વ્હીલ રેસ્ટોરન્ટ

24 કલાક મળશે ખાવાનો આનંદ

ઓન વ્હીલ રેસ્ટોરન્ટમાં શાકાહારી અને માંસાહારી બંને ખોરાક ઉપલબ્ધ થશે. નાના રસોડાને કારણે ખાવાની આઈટમો લિમીટેડ રહેશે. કોચને ટર્મિનસના પ્રવેશ દ્વાર પર હેરિટેજ સ્ટ્રીટ સાથે રાખવામાં આવ્યો છે. શેરીમાં નેરોગેજ લોકોમોટિવ, કન્ટ્રી-ફર્સ્ટ લોકોમોટિવ અને એક પ્રિન્ટિંગ પ્રેસ વાળી આર્ટ બનાવવામાં આવી છે. રેલવે હવે લોકમાન્ય તિલક ટર્મિનસ, કલ્યાણ અને બોરીવલી સહિત શહેરના અન્ય સ્થળોએ આવા વધુ રેસ્ટોરન્ટ ખોલવાનું વિચારી રહી છે.

ટ્રેનના જૂના કોચમાં રેસ્ટોરન્ટ ખુલ્યું

સેન્ટ્રલ રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પહેલા રેસ્ટોરન્ટની સફળતાને જોવામાં આવશે, ત્યારબાદ તેમાં વધુ કોચ ઉમેરવા પર વિચાર કરવામાં આવશે. આ સાથે રેસ્ટોરન્ટનો કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરને આપીને રેલવે આ દ્વારા આશરે 42 લાખ રૂપિયા કમાવાની આશા રાખે છે. મુંબઈમાં આ પ્રકારની આ પ્રથમ રેસ્ટોરન્ટ છે. લોકો હવે રાત્રી દરમિયાન પણ સ્વાદિષ્ટ ભોજન માણી શકશે. ટ્રેનના જૂના કોચનો ખૂબ જ સુંદર ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  TCS Smart Hiring Program અંતર્ગત 78000 ફ્રેશર્સની ભરતી કરશે, જાણો નોકરી માટે જરૂરી યોગ્યતા અને અરજી કરવાની રીત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati