AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Train Firing: કોન્સ્ટેબલ ચેતને કર્યું હતું સાયલન્ટ ગનથી ફાયરિંગ, મૃતક મુસાફરોની થઈ ઓળખ

ટ્રેનમાં ફાયરિંગ કરનાર ચેતન કુમાર પોતાની ટ્રાન્સફરથી નારાજ હતો, જેના કારણે તે માનસિક દબાણમાં હતો, કોન્સ્ટેબલ મૂળ ઉત્તર પ્રદેશના હાથરસનો રહેવાસી છે. 2 ડિસેમ્બર, 2009થી રેલવેમાં ફરજ બજાવતા ચેતન કુમાર હાલમાં ભાવનગર ડિવિઝનમાં પોસ્ટેડ હતો.

Mumbai Train Firing: કોન્સ્ટેબલ ચેતને કર્યું હતું સાયલન્ટ ગનથી ફાયરિંગ, મૃતક મુસાફરોની થઈ ઓળખ
Mumbai Train Firing
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 3:59 PM
Share

મુંબઈ-જયપુર એક્સપ્રેસમાં રેલવે પ્રોટેક્શન ફોર્સના કોન્સ્ટેબલ ચેતન દ્વારા માર્યા ગયેલા 4 લોકો વિશે હવે એક મહત્વનો ખુલાસો થયો છે. બુધવારે સવારે ચેતને અલગ-અલગ કોચ પર ફાયરિંગ (Mumbai Train Firing) કર્યું હતું, એટલું જ નહીં, સાયલન્ટ ગનથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના પાલઘર સ્ટેશન પાસે બનેલી ઘટના બાદ ચેતનને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

ASI પર 4 ગોળી ચલાવી હતી

મળતી માહિતી મુજબ ચેતન કુમારે ASI પર 4 ગોળી ચલાવી હતી જ્યારે અન્ય બે મુસાફરોને 2 ગોળી વાગી હતી. ચેતને ચોથા મુસાફર પર માત્ર એક ગોળી ચલાવી હતી. કારણ કે સાયલન્ટ બંદૂકમાંથી ગોળી છોડવામાં આવી હોવાથી અવાજ બહાર આવી શક્યો ન હતો. અલગ-અલગ કોચમાં આ ગોળીઓ ચલાવવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે.

કયા મુસાફરોના મોત થયા?

RPF દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ, મુંબઈ-જયપુર એક્સપ્રેસના B-5 કોચમાં હાજર અબ્દુલ કાદરભાઈ, મોહમ્મદ હુસૈન અને S-6 કોચમાં હાજર અસગરને શતાબ્દી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ સિવાય આરપીએફના ASI ટીકારામ મીણાને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં કુલ 4 લોકોના મોત થયા છે.

કોણ છે કોન્સ્ટેબલ ચેતન કુમાર?

ચાલતી ટ્રેનમાં ફાયરિંગ કરનાર ચેતન કુમાર પોતાની ટ્રાન્સફરથી નારાજ હતો, જેના કારણે તે માનસિક દબાણમાં હતો, કોન્સ્ટેબલ મૂળ ઉત્તર પ્રદેશના હાથરસનો રહેવાસી હતો. 2 ડિસેમ્બર, 2009થી રેલવેમાં ફરજ બજાવતા ચેતન કુમાર હાલમાં ભાવનગર ડિવિઝનમાં પોસ્ટેડ હતા. તેણે મુંબઈ ડિવિઝનમાં ટ્રાન્સફર માંગ્યું હતું, જેનું કારણ તેની વૃદ્ધ માતાની ખરાબ તબિયત હતી.

આ પણ વાંચો : Breaking News: ગુજરાતથી મુંબઈ જઈ રહેલી ટ્રેનમાં ફાયરિંગ, ASI સહિત 3ના મોત

જણાવી દઈએ કે બુધવારે આ ઘટના બાદ રેલવે પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો. ચારેય મૃતદેહોને બોરીવલી સ્ટેશન પર ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. ચેતનને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને બુધવારે જ તેને કોર્ટમાં હાજર કરવાનો છે.

મહારાષ્ટ્ર ના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">