Mumbai Rains : આજે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગ (Indian Meteorological Department) દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં વધુ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ
તમને જણાવી દઈએ કે, ગઈકાલથી મધ્ય મહારાષ્ટ્ર સહિત વિદર્ભ, મરાઠા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ઉપરાંત મુંબઈ, (Mumbai) થાણે, પાલઘર, રાયગઢ, નાસિક,ઓરંગાબાદ, ધુલે, નંદુરબાર, જલગાંવ, જાલના, વાશિમ, વર્ધા અને ચંદ્રપુર જિલ્લાઓ માટે પણ હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, વિદર્ભ અને મહારાષ્ટ્રના (Maharashtra) આજુબાજુના વિસ્તારોમાં વરસાદ સાથે વાવાઝોડાની પણ શક્યતા છે. આ સાથે આગામી કેટલાક દિવસોમાં દક્ષિણ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ, તેલંગાણા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સહિત મધ્ય અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
બુધવારે પણ મુંબઈમાં વરસાદ
બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના જણાવ્યા અનુસાર, મુંબઈ શહેરમાં બુધવારે સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી 32.5 મિમી વરસાદ પડ્યો હતો. આ સિવાય પૂર્વ ઉપનગરોમાં 12.72 મીમી અને પશ્ચિમ ઉપનગરોમાં 17.0 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે IMD ના ડેપ્યુટી ડિરેક્ટર (Director General) જનરલ કે.એસ. હોસાલીકરે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ખાસ કરીને ઉત્તર કોંકણ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા અને વિદર્ભના ભાગોમાં હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના છે.
અન્ય ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં (Delhi) 18 થી 21 ઓગસ્ટની વચ્ચે વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હીમાં ચોમાસાની પુન:શરૂઆત સાથે 19 ઓગસ્ટથી 23 ઓગસ્ટ વચ્ચે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતુ કે, ઓગસ્ટ મહિનાના છેલ્લા 10 દિવસોમાં સારા વરસાદની સંભાવના છે.
બંગાળની ખાડીમાં સર્જાતા ચક્રવાતને કારણે 18 ઓગસ્ટ બાદ રાજધાની ભોપાલ (Bhopal) સહિત જબલપુર, હોશંગાબાદ, ઇન્દોર જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. ઉપરાંત મધ્યપ્રદેશમાં ઇન્દોર સહિત સમગ્ર રાજ્યમાં ચોમાસાની ગતિવિધિઓ તીવ્ર બને તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, બિહારમાં પટના સિવાય ગયા, નાલંદા, શેખપુરા, નવાદા, બેગુસરાય, લાઠીસરાય, જહાનાબાદ જેવા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉપરાંત હવામાન વિભાગ દ્વારા શિમલામાં બે દિવસ ભારે વરસાદ (Rains) અને વાવાઝોડાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શિમલામાં મેદાનો અને મધ્ય પર્વતીય વિસ્તારોમાં વરસાદ-તોફાનની સંભાવના છે.
આ પણ વાંચો: Maharashtra: કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ ન આપવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની જનતાને અપીલ