Maharashtra : CM ઉદ્ધવ ઠાકરેના મંત્રીએ ભાજપ પર કર્યા પ્રહાર, કહ્યું “જન આશિર્વાદ યાત્રાથી કોવિડને ખુલ્લું આમંત્રણ”
સીએમ ઉદ્ધવ ઠાકરે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં કોરોનાની લહેર સમાપ્ત થઈ નથી. એટલા માટે આપણે કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે. ઉપરાંત ભાજપ પર નિશાન સાધતા મંત્રી અસલમ શેખે જણાવ્યુ કે, "જન આશીર્વાદ યાત્રા કોરોનાને ખુલ્લું આમંત્રણ આપવા સમાન છે."
Maharashtra : મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને લોકોને કોરોના પ્રોટોકોલનું ઉલ્લંઘન ન કરવાની અપીલ કરી છે. બુધવારે રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ તેમણે જણાવ્યુ કે, રાજ્યમાં કોરોનાની લહેર સમાપ્ત થઈ નથી. વધુમાં જણાવ્યુ કે, રાજ્યમાં કોરોનાની પહેલી અને બીજી લહેરમાં કોવિડને નિયંત્રણ (Covid Protocol) કરવામાં આપણે સફળ રહ્યા, જેનો શ્રેય ડોકટરો, આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન (Frontline Workers) કામદારોને જાય છે.
ઉપરાંત જણાવ્યુ કે,એક નાગરિક તરીકે આપણી જવાબદારી પણ છે કે આપણે કોરોના પ્રોટોકોલનું પાલન કરીએ અને કોરોનાને હરાવવા માટે કાળજી લેવાની જરૂર છે. જે માટે આપ સૌનો સહકાર મળવો જરૂરી છે. વધુમાં કહ્યું કે, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યમાં પ્રતિબંધોમાં છુટછાટ આપવામાં આવી છે.
રાજકીય કાર્યક્રમોથી સામાન્ય જનતાનું આરોગ્ય જોખમમાં
CM ઉદ્ધવ ઠાકરે જણાવ્યું હતું કે, નિયમોનો ભંગ કરીને રાજકીય, સામાજિક, ધાર્મિક અને અન્ય કાર્યક્રમોનું (Program) આયોજન કરવાથી સામાન્ય લોકોના સ્વાસ્થ્યને (Health) ખતરો છે. પરંતુ કેટલાક લોકો આ સમજી શકતા નથી. ઉપરાંત જણાવ્યુ કે, આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કોરોના નિયમોનું ઉલ્લંઘન ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
વધુમાં કહ્યું કે, આપણે કોરોના યોદ્ધાઓ ન બની શકીએ તો કંઈ નહિ, પરંતુ ઓછામાં ઓછું આપણે કોરોના સંક્રમણ ફેલાવીએ તો નહિ. ઉપરાત જણાવ્યું કે, તમામ નાગરિકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરે તેવી અપીલ છે.
બીજાના સ્વાસ્થ્યનું પણ રાખો ધ્યાન : ઉદ્ધવ ઠાકરે
ઉદ્ધવ ઠાકરે જણાવ્યુ કે, કોવિડ સંબંધિત નિયમોનું પાલન ન કરીને, ભીડ ભેગી કરીને, માસ્ક ન લગાવીને (Mask) આપણે ફક્ત આપણા સ્વાસ્થ્યને જ નહીં પરંતુ અન્યના સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકી રહ્યા છીએ. તમને બધાને એક જ અપીલ છે કે તમે તમારા સ્વાસ્થ્ય સાથે અન્ય લોકોના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો.
કોરોના માટે ખુલ્લું આમંત્રણ
ઉદ્ધવ ઠાકરે સરકારના મંત્રી અસલમ શેખે (Aslam Shekh) કહ્યું કે, આજે મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે. વધુમાં જણાવ્યું કે, તહેવારો એવી રીતે ઉજવવા જોઈએ કે કોરોનાનું સંક્રમણ ફેલાય નહિ. તમને જણાવી દઈએ કે, સીએમ ઉદ્ધવ ઠાકરે લોકોને રાજકીય સભાઓ ન કરવા પણ અપીલ કરી છે.
અસલમ શેખે ભાજપની જન આશીર્વાદ યાત્રા પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપના નેતાઓએ (BJP Leader) સમજવું જોઈએ કે કોરોનાનું સંક્રમણ યથાવત છે. તેથી કોઈ પણ રાજકીય કાર્યક્રમો કોરોનાને ખુલ્લા આમંત્રણ સમાન છે.
આ પણ વાંચો: Maharashtra: કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ ન આપવા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની જનતાને અપીલ
આ પણ વાંચો: Mumbai Local Train: એક વખતની મુસાફરી માટે લેવો પડે છે આખા મહિનાનો પાસ આ છે કેવો નિયમ?