Mumbai Rains 2021 Live Update: મુંબઈમાં મોડીરાતથી મેઘરાજાએ કર્યા બારેમેઘ ખાંગા, હવામાન વિભાગે આપ્યુ 48 કલાકનું એલર્ટ, વિવિધ ઘટનામાં 23 લોકોનાં મોત,મુંબઇની સાથે સાથે ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વરસાદ

| Updated on: Jul 26, 2021 | 6:39 AM

મુંબઈમાં મોડી રાત્રે વરસેલા વરસાદે તબાહી મચાવી દીધી અને મોતનું તાંડવ રચી દીધુ. ચેમ્બૂર અને વિક્રોલીમાં ભૂસ્ખલનના કારણે 17 લોકો મોતને ભેટ્યા. મુંબઇની સાથે સાથે ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વરસાદ.

Mumbai Rains 2021 Live Update: મુંબઈમાં મોડીરાતથી મેઘરાજાએ કર્યા બારેમેઘ ખાંગા, હવામાન વિભાગે આપ્યુ 48 કલાકનું એલર્ટ, વિવિધ ઘટનામાં 23 લોકોનાં મોત,મુંબઇની સાથે સાથે ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વરસાદ
Mumbai Rains 2021: heavy rain lashes out from late night in Mumbai, meteorological department issues 48-hour alert, 15 killed in various incidents all latest update on tv9 Gujarati

Mumbai Rains 2021 Live Update: મુંબઈ(Mumbai)માં ગઈકાલ રાતથી વરસી રહેલા ભારે વરસાદ(Rain)નાં કારણે મુંબઈગરાઓનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. અંધેરી પશ્ચિમ સબવે (Andheri Subway) પાસે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. સતત વરસેલા વરસાદનાં કારણે પાણી ભરાઈ જવાથી અનેક વાહનો રસ્તા પર ફસાઈ ગયા હતા. હિંદમાતા, સાયન, કુર્લા, અંધેરીમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. મુંબઈમાં હવામાન વિભાગે(Mumbai Metrological Department) 48 કલાકનું યલો એલર્ટ(Yellow Alert)જાહેર કર્યું છે.

મુંબઈમાં મોડી રાત્રે વરસેલા વરસાદે તબાહી મચાવી દીધી અને મોતનું તાંડવ રચી દીધુ. ચેમ્બૂર અને વિક્રોલીમાં ભૂસ્ખલનના કારણે 19 લોકો મોતને ભેટ્યા છે. ચેમ્બૂરમાં 17 અને વિક્રોલીમાં 6 લોકોનાં મોત થયા છે બે સ્થળો પર 5 મકાનોની દિવાલ ધરાશાયી થતાં હાહાકાર મચી ગયો છે.

કોઈ કંઈ વિચારે તે પહેલા તો દિવાલો ધરાશાયી થઈ અને અનેક લોકો તેમાં દટાઈ ગયા. તંત્રની મદદ તાત્કાલિક ન પહોંચતા સ્થાનિકોએ 16 લોકોને બચાવી લીધા છે. એકતરફ ભારે વરસાદ વરસી રહ્યો હતો,, તો બીજીતરફ દિવાલ નીચે ધરબાઈ ગયેલા લોકોના મોતની ચીસો સંભળાઈ રહી હતી.

સ્થાનિકોનું કહેવું છે કે આખો વિસ્તાર ખૂબ જ સાંકળી ગલીમાં આવેલો હોવાથી ફાયર બ્રિગેડના વાહનો પણ અંદર આવી શકે તેવી સ્થિતિ નથી. રાહત અને બચાવકાર્ય ખૂબ જ મુશ્કેલ છે. તેમ છતા બે ઘરનો કાટમાળ કઢાયો છે. હજુ ત્રણ મકાનનો કાટમાળ કાઢવાની કામગીરી ચાલી રહી છે.

ઘટનાને નજરે જોનારા લોકોનું કહેવું છે કે દુર્ઘટના રાત્રે 12.30 વાગ્યાની છે. એકજ વિસ્તારમાં બે જગ્યાએ ભૂસ્ખલન થયું હતું.. સ્થાનિકોએ લોકોની મદદ કરી. તેમણે 16 લોકોને બચાવી લીધા. ઈજાગ્રસ્ત થયેલા લોકોને રિક્ષા મારફતે અને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે..

તો બીજીતરફ ઘટનાને પગલે કેન્દ્ર સરકારે મૃતકોના પરિવાર માટે સહાય જાહેર કરી છે. મૃતકોના પરિવારને કેન્દ્ર સરકારે રૂપિયા 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 18 Jul 2021 01:48 PM (IST)

    Mumbai Rains 2021 Live Update : મુંબઇની સાથે સાથે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ,જનજીવન અસ્તવ્યસ્ત

    Mumbai Rains 2021 Live Update : મુંબઇ સાથે સાથે ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે વલસાડમાં વરસાદ વરસતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોગરવાડી  ગરનાળામાં પાણી ભરાઇ જતા ગરનાળુ બંધ કરવુ પડ્યુ પરિણામે, વાહન ચાલકોને 3થી4 કિલોમીટર ફરીને જવાની ફરજ પડી રહી છે.

  • 18 Jul 2021 01:19 PM (IST)

    Mumbai Rains 2021 Live Update : ઘટના કુદરતી આપત્તિ,પાણીના દબાણને કંઇ રોકી શક્યુ નહીં : આદિત્ય ઠાકરે

    Mumbai Rains 2021 Live Update : ગઈકાલે 200 mmથી વધુ વરસાદ નોંધાયો હતો. આ ઘટના કુદરતી આપત્તિ હતી. પહાડમાંથી કાદવવાળું પાણી આવ્યું. દિવાલ આરસીસીની બનેલી હતી પરંતુ પાણીના દબાણને કંઈ રોકી શક્યું નહીં અમે મુંબઈમાં ફોર્મલ હાઉસિંગ સંકટને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ: મંત્રી આદિત્ય ઠાકરે.

  • 18 Jul 2021 01:01 PM (IST)

    Mumbai Rains 2021 Live Update : મુંબઇને પાણી પહોંચાડતો વિહાર ડેમ થયો ઓવરફ્લો

    Mumbai Rains 2021 Live Update :  મુંબઈમાં  વરસાદને પગલે સમગ્ર શહેર પાણી પાણી થયું છે. ત્યારે મુંબઈને પીવાનું પાણી પહોંચાડતો તુલસી ડેમ ઓવરફ્લો થયા બાદ વિહાર ડેમ પણ ઓવરફ્લો થયો છે.મુંબઈ શહેરને તુલસી ડેમ પછી સૌથી વધારે પાણી વિહાર ડેમ દ્વારા પહોંચાડવામાં આવે છે.

  • 18 Jul 2021 12:48 PM (IST)

    Mumbai Rains 2021 Live Update : મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રીએ કહ્યુ BMCકરશે ઘટનાની તપાસ

    Mumbai Rains 2021 Live Update :  મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિક ચેમ્બૂર ઘટના પર બોલ્યા કહ્યુ કે જે લોકો ભયજનક પરિસ્થિતીમાં રહે છે તુરંત તેમનુ સ્થાયીરુપથી સેટલમેન્ટ કરવા અંગે અમે નિર્ણય લઇશુ. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે BMC આ ઘટનાની તપાસ કરશે.

  • 18 Jul 2021 12:26 PM (IST)

    Mumbai Rains 2021 Live Update : ચેમ્બૂર અને વિક્રોલીની ઘટના અંગે મહારાષ્ટ્રાના સીએમ ઉદ્ધવ ઠાકરેએ વ્યક્ત કર્યો શોક

    Mumbai Rains 2021 Live Update : ચેમ્બૂર અને વિક્રોલીની ઘટના અંગે મહારાષ્ટ્રાના સીએમ ઉદ્ધવ ઠાકરેએ  શોક વ્યક્ત કર્યો છે. મૃતકોના પરિવારને રુપિયા 5 લાખ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઇજાગ્રસ્તોને ફ્રીમાં સારવાર આપવામાં આવશે.

  • 18 Jul 2021 12:11 PM (IST)

    Mumbai Rains 2021 Live Update : વરસાદી આફતમાં ફસાયેલા લોકોનું કરાયુ રેસ્ક્યુ

    Mumbai Rains 2021 Live Update : મોડીરાત્રે અચાનક આવેલા મુશળધાર વરસાદે  તબાહી મચાવી છે. કાનેર ફાટા જાધવ નગર ખાતેના મકાનોમાં પાણી ધુસી ગયા હતા. ત્યારે વહેલી સવારે વસઈ વિરાર ફાયર બ્રિગેડની ટીમે 80 લોકોનું રેસ્ક્યું કરી બહાર કાઢ્યા

  • 18 Jul 2021 12:01 PM (IST)

    Mumbai Rains 2021 Live Update : મુંબઈમાં અનરાધાર વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન

    Mumbai Rains 2021 Live Update :   મુંબઈમાં અનરાધાર વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે.આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગ દ્વારા મુંબઇ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેઘરાજાનાં તાંડવથી જનજીવન પણ પ્રભાવિત થયું છે.  ભારે વરસાદને પગલે અંધેરી (Andheri) પશ્વિમ વિસ્તારમાં લોકોનાં ઘરમાં ઘુંટણસમા પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે.

  • 18 Jul 2021 11:50 AM (IST)

    Mumbai Rains 2021 Live Update : ચેમ્બૂર અને વિક્રોલીમાં ભૂસ્ખલનની ઘટનમાં મોતનો આંકડો વધ્યો 19 લોકોના મોત

    Mumbai Rains 2021 Live Update : મુંબઇમાં વરસાદી આફતમાં મોતનો આંક વધ્યો, ચેમ્બૂર અને વિક્રોલીમાં ભૂસ્ખલનની ઘટનમાં મોતનો આંકડો 19 પર પહોંચ્યો છે. આપને જણાવી દઇએ કે અત્યાર સુધી  ચેમ્બૂરમાં 14 અને વિક્રોલીમાં 5 લોકોના મોત નોંધાયા છે.

  • 18 Jul 2021 11:37 AM (IST)

    Mumbai Rains 2021 Live Update : આગામી 24 કલાકમાં મુંબઈ, પાલઘર, દહાણુમાં અતિ ભારે વરસાદની આગાહી

    Mumbai Rains 2021 Live Update : આગામી 24 કલાકમાં મુંબઇ, પાલઘર અને દહાણુમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો સાથોસાથ ભારે તોફાની પવન સાથે વીજળી પડવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે.

  • 18 Jul 2021 11:32 AM (IST)

    Mumbai Rains 2021 Live Update : મુંબઇની સાથે સાથે ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વરસાદ

    Mumbai Rains 2021 Live Update : મુંબઇ સાથે સાથે ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં વલસાડ સહીત દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદની તોફાની ઇનિંગ શરૂ થઇ , જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા.

    નાની દમણના કોલેજ રોડ, મશાલ ચોક વિસ્તારમાં પાણી ભરાયાં. વલસાડ જિલ્લાના અનેક ભાગોમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે. વાપી માં બે કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે,  ઉમરગામમાં 1 ઇંચ અને કપરાડામાં 1.84 ઇંચ વરસાદ નોંધાયો છે.

  • 18 Jul 2021 11:21 AM (IST)

    Mumbai Rains 2021 Live Update : ભારે વરસાદના કારણે મુંબઇના અનેક વિસ્તારમાં ભરાયા પાણી

    Mumbai Rains 2021 Live Update : મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પરિણામે હિંદમાતા, સાયન, મીરા-ભાયંદર, કિંગ સર્કલ, કુર્લા જેવા ઘણા નીચાણવાળા વિસ્તારોના રસ્તાઓ વરસાદી પાણીમા ડૂબી ગયા છે. વાહનવ્યવહારને પણ ભારે અસર થઇ છે.

  • 18 Jul 2021 11:15 AM (IST)

    Mumbai Rains 2021 Live Update : મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 253.3 મીમી વરસાદ ,12 વર્ષમાં ત્રીજી વખત,જુલાઇમાં એક જ દિવસમાં આટલો વરસાદ

    મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 253.3 મીમી વરસાદ થયો છે. છેલ્લા 12 વર્ષમાં ત્રીજી વખત, જુલાઇમાં એક જ દિવસમાં આટલો વરસાદ પડ્યો છે. આઇએમડીના આંકડા મુજબ, અગાઉ મુંબઈમાં 15 જુલાઈ, 2009 ના રોજ 274.1 મીમી અને 2 જુલાઈ, 2019 ના રોજ 376.2 મીમી વરસાદ થયો હતો.

  • 18 Jul 2021 11:08 AM (IST)

    Mumbai Rains 2021 Live Update : મુંબઈમાં વરસાદને કારણે ટ્રેન સેવાઓને અસર, અનેક સ્ટેશન પર ભરાયા પાણી

    Mumbai Rains 2021 Live Update : મુંબઈમાં વરસેલા મુશળધાર વરસાદને કારણે લોકલ ટ્રેન સેવાઓને પણ અસર પહોંચી છે. હાર્બર રૂટ પર અનેક સ્ટેશન પર પાણીનો ભરાવો થઈ ગયો છે. આ ઉપરાંત વાહનો તણાઇ જવાની ઘટનાઓ પણ સામે આવી છે.

  • 18 Jul 2021 10:59 AM (IST)

    Mumbai Rains 2021 Live Update : હવામાન વિભાગે દિવસભર મુશળધાર વરસાદની વરસવાની કરી આગાહી

    Mumbai Rains 2021 Live Update : મુશળધાર વરસાદને કારણે મહાનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગે પણ દિવસભર મુશળધાર વરસાદની વરસવાની આગાહી કરી છે. સાથોસાથ દરિયામાં ભરતીની ચેતવણી પણ ઉચ્ચારી છે.

  • 18 Jul 2021 10:46 AM (IST)

    Mumbai Rains 2021 Live Update: મુંબઇમાં દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં મૃતકોના પરિવારને 2લાખની સહાય, PMOએ કરી જાહેરાત

    Mumbai Rains 2021 Live Update : મુંબઇમાં દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં  મૃતકોના પરિવારને 2 લાખ રુપિયાની સહાય આપવામાં આવશે. જ્યારે ઇજાગ્રસ્તોને રુપિયા 50,000આપવામાં આવશે આ બાબતે PMOએ  ટ્વિટર પર જાહેરાત કરીને જાણકારી આપી છે.

  • 18 Jul 2021 10:38 AM (IST)

    Mumbai Rains 2021 Live Update: મુંબઇમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ, મુંબઇનું વિહાર લેક છલકાયું

    Mumbai Rains 2021 Live Update: મુંબઇમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદનાં કારણે મુંબઇનું વિહાર લેક છલકાયું છે અને જણાવી દઈએ કે મુંબઇને પીવાનું પાણી પૂરું પાડે છે વિહાર લેક. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી હજુ પણ કરી છે.

Published On - Jul 26,2021 5:52 AM

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">