Maharashtra: ફોન ટેપિંગ કેસમાં પૂર્વ CM ફડણવીસની આજે થશે પૂછપરછ, જાણો શું છે મામલો
મુંબઈ પોલીસે કહ્યું છે કે, ફોન ટેપિંગ કેસ અંગે તેમને અગાઉ સીલબંધ કવરમાં પ્રશ્નાવલી મોકલવામાં આવી હતી, પરંતુ તેઓએ તેનો જવાબ આપ્યો ન હતો.
Maharashtra: મુંબઈ પોલીસની (Mumbai Police) સાયબર ટીમે રાજ્યના ભૂતપૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસને (Former Cm Devendra Fadanvis) કથિત ગેરકાયદેસર ફોન ટેપિંગ કેસમાં (Phone Tapping Case) નોટિસ પાઠવી છે. આ સાથે તેમને રવિવારે સાયબર ટીમ સમક્ષ હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં ફડણવીસે કહ્યું કે તેમને નોટિસ મળી છે, જેથી તેમણે રવિવારે સવારે 11 વાગ્યે સાયબર પોલીસ સ્ટેશન હાજર થવુ પડશે.
જોકે, બાદમાં પૂર્વ CMએ ટ્વીટ કરીને જણાવ્યું કે જોઈન્ટ CP એ મને કહ્યું કે મારે કાલે BKC પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી.તેના બદલે તેઓ માત્ર જરૂરી માહિતી મેળવવા જ આવશે.
Just received a call from Joint CP,Crime. He told I’m not required to go toBKC police station. Instead,they will only come to take the required information. I have cancelled all my Pune programs for tomorrow. I’ll be at my residence. They can come anytime. JaiHind,JaiMaharashtra!
— Devendra Fadnavis (@Dev_Fadnavis) March 12, 2022
ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રીએ આ નોટિસ પર કહ્યું કે મને આશ્ચર્ય થાય છે કે જે એક કૌભાંડી છે અને જેની સંપત્તિ તેની આવક કરતાં અપ્રમાણસર છે તેની CBI દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જો સરકારે તેમને યોગ્ય સમયે પકડ્યા હોત અને 6 મહિના સુધી મામલો છુપાવ્યો ન હોત તો કદાચ મારે જાહેર કરવાની જરૂર ન પડી હોત.
પૂર્વ CM આજે સાયબર સેલની ટીમ સામે હાજર થશે
ભાજપ નેતાને આપવામાં આવેલી નોટિસ અંગે મુંબઈ પોલીસના એક અધિકારીએ કહ્યું કે “ફડણવીસને અગાઉ સીલબંધ કવરમાં એક પ્રશ્નાવલી મોકલવામાં આવી હતી, પરંતુ તેમણે તેમને કોઈ જવાબ આપ્યો ન હતો. આ સિવાય તેમને બે વખત જવાબ દાખલ કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી, પરંતુ તેઓ ફરીથી જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા હતા.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ સિવાય ફડણવીસને ફોન ટેપિંગ કેસમાં પોલીસ સમક્ષ હાજર થવા ત્રણ પત્રો મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓ આ પત્રોનો જવાબ આપી શક્યા ન હતા. ઉપરાંત, તેણે કહ્યુ કે, ફડણવીસને રવિવારે સાયબર પોલીસ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યુ છે.
જાણો શું છે સમગ્ર મામલો?
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે મુંબઈના BKC સાયબર પોલીસ સ્ટેશનમાં કથિત રીતે ગેરકાયદેસર ફોન ટેપિંગ અને ગોપનીય દસ્તાવેજો લીક કરવા બદલ અજ્ઞાત વ્યક્તિઓ વિરુદ્ધ ઑફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ રાજ્યના ગુપ્તચર વિભાગ (CID)ની ફરિયાદ પર નોંધવામાં આવ્યો હતો. જો કે, FIR નોંધવામાં આવે તે પહેલાં રાજ્યના તત્કાલિન મુખ્ય સચિવ સીતારામ કુંટેએ તેમના તપાસ અહેવાલમાં આરોપ મૂક્યો હતો કે IPS અધિકારી રશ્મિ શુક્લાએ ગોપનીય અહેવાલ લીક કર્યો છે. તમને જણાવી દઈએ કે શુક્લા પર CID ચીફ રહીને રાજકારણીઓ અને પોલીસ અધિકારીઓના ફોન ટેપ કરવાનો આરોપ છે.
આ પણ વાંચો : Maharashtra: કોલ્હાપુર ઉત્તર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની તારીખ જાહેર, આ મહીનામાં યોજાશે ચૂંટણી