મુંબઈ પોલીસ કમિશનરે ટ્વીટ કરીને કરી અપીલ, આનંદ મહીન્દ્રાએ તરત આપી મદદની ખાતરી, જાણો શું છે મામલો

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ (Mumbai) ના રસ્તાઓ પર જગ્યાઓ પર પાર્ક કરાયેલા બેફામ વાહનોને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આ મુશ્કેલીમાંથી બહાર આવવાના માર્ગ તરીકે મુંબઈ પોલીસ કમિશનર (Mumbai Police Commissioner) સંજય પાંડેએ આવા જોખમી વાહનો પર કાર્યવાહી શરૂ કરી છે. આ અંગે તેમણે ટ્વિટ પણ કર્યું હતું. સંજય પાંડેએ (Sanjay Pandey) ટ્વીટ કરીને શહેરમાંથી અત્યાર […]

મુંબઈ પોલીસ કમિશનરે ટ્વીટ કરીને કરી અપીલ, આનંદ મહીન્દ્રાએ તરત આપી મદદની ખાતરી, જાણો શું છે મામલો
Mumbai Police Commissioner Sanjay Pandey & Industrialist Anand Mahindra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 11:54 PM

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ (Mumbai) ના રસ્તાઓ પર જગ્યાઓ પર પાર્ક કરાયેલા બેફામ વાહનોને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આ મુશ્કેલીમાંથી બહાર આવવાના માર્ગ તરીકે મુંબઈ પોલીસ કમિશનર (Mumbai Police Commissioner) સંજય પાંડેએ આવા જોખમી વાહનો પર કાર્યવાહી શરૂ કરી છે. આ અંગે તેમણે ટ્વિટ પણ કર્યું હતું. સંજય પાંડેએ (Sanjay Pandey) ટ્વીટ કરીને શહેરમાંથી અત્યાર સુધીમાં 358 ખટારા વાહનોને હટાવવાની માહિતી આપી છે. આ ટ્વીટમાં તેમણે ટાટા અને મહિન્દ્રા કંપની પાસેથી આ કામ જલ્દી પૂર્ણ કરવા માટે મદદની અપીલ પણ કરી છે. આ અપીલ પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના સર્વેસર્વા આનંદ મહિન્દ્રાએ તાત્કાલિક પ્રતિભાવ આપ્યો છે.

મુંબઈના રસ્તાઓ પરથી ખટારા વાહનોને હટાવવા માટે ટૂંક સમયમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની ટ્રકો મોકલવામાં આવશે. મુંબઈ પોલીસ કમિશનરના ટ્વીટના જવાબમાં આનંદ મહિન્દ્રાએ સંદેશ આપ્યો છે કે, ‘અમારી ટ્રક ટીમ ટૂંક સમયમાં તમારો સંપર્ક કરશે.’

Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?

અહીં જુઓ ટ્વીટ –

મદદ સમયસર પહોંચશે, અમારી ટીમ સંપર્ક કરશે

આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરીને લખ્યું, ‘મુંબઈના પોલીસ કમિશનર બન્યા પછી તમે કોઈ સમય બગાડ્યો નથી. હું તમારી અપીલનો જવાબ આપવામાં પણ સમય બગાડીશ નહીં. અમારી મહિન્દ્રા ટ્રક ટીમ તમારો સંપર્કમાં કરશે.’

ટાટા અને મહિન્દ્રા જવાબદારીઓને સમજે છે, તેથી તેમને જ આહ્વાન કરવામાં આવ્યું

પોલીસ કમિશનર સંજય પાંડેએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મુંબઈ મહાનગરપાલિકાની મદદથી શહેરના 358 ખટારા વાહનોને હટાવી લેવામાં આવ્યા છે. આ કામ હજુ ચાલુ છે. આ ખટારા વાહનોને લઈ જવા માટે મોટી લારીઓની જરૂર પડે છે. આ વાત સંજય પાંડેએ પોતાના ટ્વીટમાં લખી હતી.

તેમણે પોતાની આ ટ્વીટ મહિન્દ્રા અને ટાટા કંપનીને ટેગ કરી હતી. આ કામમાં તેમણે આ બંને કંપનીઓને મદદ માટે કહ્યું હતું. કમિશનર સંજય પાંડેની આ અપીલના જવાબમાં, આનંદ મહિન્દ્રાએ મદદનો હાથ લંબાવ્યો છે અને મુંબઈ શહેરને સુધારવા માટે એક સારું પગલું ભર્યું છે. અહીં એક વાત નોંધવા જેવી છે. આખરે શું કારણ છે કે મુંબઈ પોલીસ કમિશનરને ટાટા અને મહિન્દ્રા જ યાદ આવ્યા.

ચાલો એક જવાબ તો સરળતાથી આપી શકીએ કે આ બંને કંપનીઓ વાહનોના વ્યવસાયમાં છે. પણ આ જવાબ અધૂરો છે. આ ક્ષેત્રમાં બીજી કંપનીઓ પણ છે. પરંતુ સત્ય એ છે કે આ બંને કંપનીઓ અને વિપ્રો. ઇન્ફોસિસ જેવી કેટલીક કંપનીઓ જ તેમની સામાજિક જવાબદારીઓ સમજે છે અને જવાબદારી પરિપૂર્ણ કરવામાં પાછળ હટતી નહીં. પછી તે કોરોનાનો સમયગાળો હોય કે અન્ય કોઈ સમાન પરિસ્થિતિ. તેમણે દરેક સમયે પોતાની ફરજ નિભાવી છે. માત્ર સંપત્તિ જ નથી બનાવી, પણ પ્રાર્થના રૂપી સંપત્તિ પણ કમાઈ રહી છે.

આ પણ વાંચો : મહીલાઓ હવે સ્માર્ટ કાર્ડ દ્વારા વિનામુલ્યે કરી શક્શે બસ મુસાફરી, લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય

g clip-path="url(#clip0_868_265)">