AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહીલાઓ હવે સ્માર્ટ કાર્ડ દ્વારા વિનામુલ્યે કરી શક્શે બસ મુસાફરી, લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય

મહિલાઓ હવે સ્માર્ટ કાર્ડ દ્વારા મફતમાં મુસાફરી કરી શકશે. આ સેવાનું આજે ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. લાતુરમાં હવે હજારો મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ મફત બસ સેવાનો લાભ લઈ શકશે.

મહીલાઓ હવે સ્માર્ટ કાર્ડ દ્વારા વિનામુલ્યે કરી શક્શે બસ મુસાફરી, લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય
Maharashtra's Latur Municipal Corporation has started free bus service for women (signal photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 8:56 PM
Share

મહારાષ્ટ્રના (Maharashtra) લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશને મહિલાઓ માટે વિનામુલ્યે બસ (Free Bus Service) સેવા શરૂ કરી છે. સ્થાનિક અધિકારીઓએ આ બાબતે દાવો કર્યો છે કે દેશમાં આ પ્રકારની આ પ્રથમ બસ સેવા છે. શુક્રવારે રાત્રે શિવાજી ચોક ખાતે મહારાષ્ટ્રના મંત્રી અમિત દેશમુખ દ્વારા વિનામુલ્યે બસ સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મંત્રી દેશમુખે કહ્યું કે બસમાં મફત મુસાફરી માટે મહિલાઓને સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે. અમિત દેશમુખે કહ્યું કે બસોમાં મહિલા કંડક્ટર હશે અને યોજના સાથે જોડાયેલા કર્મચારીઓનું પોલીસ વેરિફિકેશન થશે.

તેમણે કહ્યું કે સરકારની આ યોજના લાતુરમાં આવતા હજારો વિદ્યાર્થીઓને પણ મદદ કરશે. આ સાથે મંત્રી અમિત દેશમુખે એલએમસીની પરિવહન સમિતિને પ્રદૂષણનો સામનો કરવા માટે ઇકો-ફ્રેન્ડલી ઇંધણ અને વીજળી પર બસો ચલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. મહિલાઓ માટે ફ્રી બસ સેવાના ઉદ્ઘાટન સમારોહમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વડા અમન મિત્તલ અને મેયર વિક્રાંત ગોજામુંડે પણ હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે વર્ષ 2021માં લાતુર મ્યુનિસિપલ બોડીએ મહિલાઓ અને છોકરીઓ માટે બસમાં મફત મુસાફરીની જાહેરાત કરી હતી.

મહિલાઓ માટે વિનામુલ્યે બસ સેવા

આ અંગે નાગરિક વહીવટીતંત્ર દ્વારા મેયર વિક્રાંત ગોજામુંડેની અધ્યક્ષતામાં એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ફ્રી બસ સેવા અંગે નિર્ણય લેવાયો હતો. હવે લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મહિલાઓ માટે મફત બસ સેવા શરૂ કરવામાં આવી છે. મહિલાઓ હવે સ્માર્ટ કાર્ડ દ્વારા મફતમાં મુસાફરી કરી શકશે. આ સેવાનું આજે ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. લાતુરમાં હવે હજારો મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ મફત બસ સેવાનો લાભ લઈ શકશે.

સ્માર્ટ કાર્ડ સાથે વિનામુલ્યે બસ મુસાફરી

હવે લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મહિલાઓ માટે મફત બસ સેવા શરૂ કરવામાં આવી છે. મહિલાઓ હવે સ્માર્ટ કાર્ડ દ્વારા મફતમાં મુસાફરી કરી શકશે. લાતુર મ્યુનિસિપલ કોર્પોરેશને મહિલાઓના હિતમાં આ મોટો નિર્ણય લીધો છે. હવે મહાનગરપાલિકાની આ અદ્ભુત સેવાનો લાભ મહિલાઓ લઇ શકશે. પ્રવાસ માટે તેમને સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે. લાતુરમાં અભ્યાસ કરતી હજારો વિદ્યાર્થીનીઓને આ સેવાનો સૌથી વધુ ફાયદો થશે.

આ પણ વાંચો :  Maharashtra Heat Wave: મુંબઈમાં ગરમીનો પ્રકોપ યથાવત, મહારાષ્ટ્રના વિદર્ભ-મરાઠવાડામાં તાપમાન 40ને પાર

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">