1960 માં આટલા રૂપિયામાં આવતી હતી Jeep, આનંદ મહિન્દ્રાએ શેર કરી ‘જૂના શાનદાર દિવસો’ની યાદ
આનંદ મહિન્દ્રા (Anand Mahindra)એ લખ્યું, 'એક મિત્ર, જેનો પરિવાર દાયકાઓથી અમારા વાહનોનું વિતરણ કરી રહ્યો છે, તેણે આ (Advertising image) તેમના આર્કાઇવ્સમાંથી આ કાઢી છે. તે ભવ્ય જૂના દિવસો.. જ્યારે કિંમતો સાચી દિશામાં જઈ રહી હતી.' આ જાહેરાત વર્ષ 1960ની છે.
દેશની અગ્રણી ઓટોમેકર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરપર્સન આજે ટ્વિટર પર કંપનીના જૂના દિવસોની યાદો શેર કરી છે. તેમણે 1960માં કંપનીની એક જાહેરાતની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે, ‘જૂના જૂના દિવસો, જ્યારે કિંમતો યોગ્ય દિશામાં જઈ રહી હતી’. આનંદ મહિન્દ્રા (Anand Mahindra)એ લખ્યું, ‘એક મિત્ર, જેનો પરિવાર દાયકાઓથી અમારા વાહનોનું વિતરણ કરી રહ્યો છે, તેણે આ (Advertising image) તેમના આર્કાઇવ્સમાંથી આ કાઢી છે. તે ભવ્ય જૂના દિવસો.. જ્યારે કિંમતો સાચી દિશામાં જઈ રહી હતી.’ આ જાહેરાત વર્ષ 1960ની છે.
તે જીપની કિંમતમાં ઘટાડા અંગે માહિતી આપતી જાહેરાત હતી. આ મુજબ કંપનીની ‘વિલિસ મોડલ CJ 3B જીપ’ની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તેની નવી કિંમત 12,241 રૂપિયા હતી. આ ટ્વીટ પર અત્યાર સુધીમાં હજારો લાઈક્સ આવી ચૂક્યા છે.
A good friend, whose family has been distributing our vehicles for decades fished this out from their archives. Aaah the good old days…when prices headed in the right direction! pic.twitter.com/V69sMaM98X
— anand mahindra (@anandmahindra) March 6, 2022
જીપ સીજે-3બીનું ઉત્પાદન 15 વર્ષ (1949 થી 1964 સુધી) માટે કરવામાં આવ્યું હતું. વર્ષ 1968 સુધીમાં આ મોડલની એક લાખ 55 હજાર જીપો વેચાઈ ચૂકી હતી. આપની જણાવી દઈએ કે આનંદ મહિન્દ્રા સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ રહે છે. અવારનવાર તેમની પોસ્ટ વાયરલ થતી હોય છે. ત્યારે લોકોને પણ તેમની પોસ્ટ ખુબ પસંદ આવે છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તેમના ટ્વિટર હેન્ડલ પર યુક્રેનની સેના સંબંધિત એક જુનો વિજ્ઞાપન વીડિયો શેર કર્યો હતો અને સંઘર્ષની અસરો વિશે વાત કરી હતી. આનંદ મહિન્દ્રા દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે યુક્રેનિયન સૈનિકોએ પોતાનો પરિચય પિતા, ડ્રાઈવર, વિદ્યાર્થી અને બિઝનેસમેન તરીકે આપ્યો છે.
સાથે જ વીડિયોના અંતમાં એક મહાન સંદેશ પણ આપવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે ‘આપણામાંથી કોઈ યુદ્ધ માટે જન્મ્યું નથી, પરંતુ અમે અહીં અમારા દેશની સુરક્ષા માટે છીએ’. વીડિયો શેર કરતી વખતે મહિન્દ્રા ગ્રુપના ચેરમેને કેપ્શનમાં કહ્યું છે કે આ વીડિયો વર્ષ 2014માં બનાવવામાં આવ્યો હતો, જે વર્તમાન પરિસ્થિતિ સાથે મેળ ખાય છે.