AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી : જળબંબાકાર વચ્ચે મેયરની હાજરીમાં કર્મચારી ગટરમાં પડતા તંત્રની પોલ ખુલી

મુંબઈમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી સાથે ધોધમાર વરસાદ વરસ્યો. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, ટ્રેન સેવા ખોરવાઈ અને શહેરની સ્થિતિની સમીક્ષા કરવા ગયેલા મેયર રિતુ તાવડેની સામે જ સફાઈ કર્મચારી ગટરમાં ખાબકતાં BMCની પ્રિ-મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા.

મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી : જળબંબાકાર વચ્ચે મેયરની હાજરીમાં કર્મચારી ગટરમાં પડતા તંત્રની પોલ ખુલી
Image Credit source: Tv9Gujarati
| Updated on: Jun 24, 2026 | 7:55 PM
Share

લાંબી રાહ બાદ આખરે માયાનગરી મુંબઈમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ છે. ગત મોડી રાત્રે શરૂ થયેલા ધોધમાર વરસાદે શહેરની વ્યવસ્થાની કસોટી કરી નાખી હતી. આજે પણ દિવસભર વરસાદી માહોલ યથાવત રહ્યો હતો, જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

અંધેરી સબવેમાં પાણી ભરાઈ જતાં તેને તાત્કાલિક બંધ કરવાની ફરજ પડી હતી. જ્યારે દાદર, બાન્દ્રા, ભાંડુપ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળતાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે મુંબઈની રેલવે સેવાઓ પર પણ અસર પહોંચી હતી. ટ્રાંસ-હાર્બર રેલવે રૂટ પર ટ્રેક નીચેની માટી ધોવાઈ જતાં સેવા થોડા સમય માટે સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી.

દાદરથી વિરાર સુધી અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયાની ઘટનાઓ સામે આવી હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. વિક્રોલીમાં એક રહેણાંક ઈમારત પાસેની દીવાલ તૂટી પડતાં સ્થાનિક તંત્ર દોડતું થયું હતું. બીજી તરફ બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) મેટ્રો સ્ટેશન પર ભારતના સૌથી ઝેરીલા સાપ પૈકીનો એક સાપ દેખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ દરમિયાન મુંબઈના મેયર રિતુ તાવડે શહેરમાં વરસાદ બાદની સ્થિતિ અને પ્રિ-મોન્સૂન કામગીરીની સમીક્ષા કરવા રસ્તા પર ઉતર્યા હતા. પરંતુ નિરીક્ષણ દરમિયાન જ એક સફાઈ કર્મચારી ખુલ્લી ગટરમાં ખાબકતા તંત્રની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઊભા થયા હતા. ઘટનાથી નારાજ થયેલા મેયરે BMCના અધિકારીઓને ખખડાવ્યા હતા અને ચેતવણી આપી હતી કે શહેરમાં ખુલ્લી ગટર જોવા મળશે તો સંબંધિત વોર્ડ અધિકારી સામે સસ્પેન્શન સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે.

મુંબઈમાં ચોમાસાની શરૂઆત સાથે જ સામે આવેલી આ સ્થિતિએ ફરી એકવાર મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી અને શહેરની વરસાદી તૈયારીઓ અંગે ચર્ચા જગાવી છે.

TTE સાથે સેટિંગ’ ભારે પડી શકે! ટ્રેનમાં રસીદ વગર સીટ લીધી તો જેલ સુધી પહોંચી શકે છે મામલો

Follow Us
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
g clip-path="url(#clip0_868_265)">