AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MUMBAI : શરદ પવારને મારી નાખવાની ધમકી આપવા બદલ આઈટી એન્જિનિયરની ધરપકડ

MUMBAI : શરદ પવારને ધમકી મળ્યા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે સરકારે શરદ પવારને મારી નાખવાની ધમકીને ગંભીરતાથી લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે.

MUMBAI : શરદ પવારને મારી નાખવાની ધમકી આપવા બદલ આઈટી એન્જિનિયરની ધરપકડ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 12, 2023 | 4:14 PM
Share

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે NCP પ્રમુખ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પુણેમાંથી 34 વર્ષીય સાગર બર્વેની ધરપકડ કરી છે. બર્વેએ એક ફેસબુક પોસ્ટમાં ધમકી આપી હતી કે તેઓ શરદ પવારનું ભાગ્ય નરેન્દ્ર દાભોલકર જેવું જ કરશે.  એનસીપી ચીફ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પુણેમાંથી એક આઈટી એન્જિનિયરની ધરપકડ કરી છે. આરોપી બર્વે આઈટી એન્જિનિયર છે. આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને 14 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. બર્વેએ કથિત રીતે NCPના વડા શરદ પવાર વિરુદ્ધ ફેસબુક પર ધમકી પોસ્ટ કરી હતી. મહારાષ્ટ્રના સમાચાર અહીં વાંચો.

ફેસબુક અને ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ પવારની પુત્રી સાંસદ સુપ્રિયા સુલેએ મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફેસબુક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં શરદ પવાર પણ નરેન્દ્ર દાભોલકર જેવું જ ભાગ્ય પામશે. હકીકતમાં, 20 ઓગસ્ટ 2013ના રોજ રેશનાલિસ્ટ નરેન્દ્ર દાભોલકરની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તેમણે મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિની સ્થાપના કરી હતી.

NCPના કાર્યકર દ્વારા શુક્રવારે લોકમાન્ય તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં ફેસબુકની ધમકી અંગે એક અલગ કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું કે જે આઈપી એડ્રેસ પરથી પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી તે બર્વેનું હતું.

શરદ પવારને ધમકી મળ્યા બાદ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે સરકારે શરદ પવારને મારી નાખવાની ધમકીને ગંભીરતાથી લીધી છે અને તપાસના આદેશ આપ્યા છે. જ્યારે ડેપ્યુટી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આવી ધમકીઓ સહન કરવામાં આવશે નહીં.

પવારને વરિષ્ઠ અને આદરણીય નેતા ગણાવતા, શિંદેએ એક નિવેદનમાં કહ્યું કે તેમની સુરક્ષા માટે તમામ જરૂરી સાવચેતી રાખવામાં આવશે. સીએમએ કહ્યું હતું કે પોલીસ અધિકારીઓને જરૂર પડ્યે પવારની સુરક્ષા વધારવા માટે કહેવામાં આવ્યું છે.

નોંધનીય છે શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે મુંબઈ પોલીસ કમિશનરને મળી અને તેમના ફોન નંબર પર શરદ પવારને ધમકી આપતા વોટ્સએપ સંદેશાઓ મળવાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ નર્મદાબાઈ પટવર્ધન અને સૌરભ પિંપળકર વિરુદ્ધ શરદ પવારને ધમકી આપવાનો કેસ નોંધવામાં આવ્યો. તેમની સામે IPCની કલમ 153 (A), 504, 506 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">