મુંબઈ (Mumbai) માટે એક મોટા સમાચાર છે જે કોરોનાની પ્રથમ લહેરમાં હોટસ્પોટ બન્યુ હતુ. મુંબઈમાં કોરોનાને મોટા પ્રમાણમાં નિયંત્રિત કરવામાં આવ્યો છે. હવે શહેરમાં એક પણ કન્ટેનમેન્ટ ઝોન બાકી નથી.આ સિવાય શનિવારે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં રેકોર્ડ રસીકરણના સમાચાર મુંબઈ અને મહારાષ્ટ્ર માટે ખૂબ જ સકારાત્મક સંકેત છે.
કોરોનાની પ્રથમ અને બીજી લહેરે મુંબઈમાં તબાહી મચાવી હતી. બીજી લહેરમાં, એકલા મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દરરોજ 10 હજાર સુધી પહોંચી રહી હતી. લોકડાઉનને લગતા કડક પ્રતિબંધો અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ના યોગ્ય આયોજનને કારણે, મુંબઈમાં કોરોનાને નિયંત્રણમાં લાવવામાં આવ્યો છે.
રાજ્યના પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેએ ટ્વિટ કરીને આ ખુશખબર આપી છે. શનિવારે રાત્રે 9 વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં 9 લાખ 52 હજાર લોકોને રસી આપવામાં આવી હતી. રાજ્યમાં એક જ દિવસમાં રસીકરણનો આ સૌથી મોટો રેકોર્ડ છે.
And as of 9pm, Maharashtra vaccinated 9.52 lakh people. Mumbai vaccinated 1.51 lakh people.Zero active covid containment zones in Mumbai.
For everyone’s safety, mask up and take the vaccine! https://t.co/QD5HrWTm29
— Aaditya Thackeray (@AUThackeray) August 14, 2021
રસીકરણની બાબતમાં માત્ર મહારાષ્ટ્ર જ નહીં, મુંબઈએ પણ રેકોર્ડ બનાવ્યો છે. આ 9 લાખ 52 હજાર લોકોમાં મુંબઈના 1 લાખ 51 હજાર લોકો સામેલ છે. આ સિવાય, સૌથી મોટા સમાચાર એ છે કે મુંબઈમાં હવે એક પણ કન્ટેનમેન્ટ ઝોન નથી. તેમ છતાં, આદિત્ય ઠાકરેએ માસ્કનો ઉપયોગ ચાલુ રાખવાની, રસી લેવાની અને સલામત રહેવાની સલાહ આપી છે.
7 ઓગસ્ટથી 13 ઓગસ્ટ વચ્ચે નોંધાયેલા રેકોર્ડ અનુસાર કોરોના ચેપનો દર 0.04 ટકા છે.એ જ રીતે, કોરોના ચેપમાંથી રિકવરી રેટ 97 ટકા છે. મુંબઈમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા એટલે કે જેઓ સારવાર લઈ રહ્યા છે તેમની સંખ્યા 2 હજાર 879 છે. આ પણ વાંચો :Maharashtra Lockdown Updates : મહારાષ્ટ્રમાં ફરીથી લાગશે લોકડાઉન ? જાણો CM ઉદ્ધવ ઠાકરેએ સ્વતંત્રતા દિવસ પર શું આપી ચેતવણી
આ પણ વાંચો :Maharashtra : રાજ્યના 68 પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ પદક, CRPFના સુનિલ કાલેનું મરણોપરાંત કરવામાં આવ્યું સન્માન