Maharashtra : રાજ્યના 68 પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ પદક, CRPFના સુનિલ કાલેનું મરણોપરાંત કરવામાં આવ્યું સન્માન
ગયા વર્ષે જૂનમાં CRPF જવાન સુનીલ કાલે પુલવામામાં હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદીઓ સામે કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં શહીદ થયા હતા. તેમને મરણોપરાંત રાષ્ટ્રપતિ શૌર્ય ચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા.
Maharashtra : પોલીસ ટીમમાં બહાદુરી, શક્તિ, સેવા, સમર્પણ અને ઉત્કૃષ્ટ કામગીરી માટે મહારાષ્ટ્રના 68 પોલીસકર્મીઓ અને અધિકારીઓ માટે રાષ્ટ્રપતિ પદકની જાહેરાત કરવામાં આવી. જેમાં રાજ્યના ગુપ્તચર વિભાગના કમિશનર આશુતોષ ડુંબ્રે, મુંબઈના ડેપ્યુટી કમિશનર મંજુનાથ શિંગે, (Manjunath સinge) આસિસ્ટન્ટ કમિશનર વાસંતી રસમ, ઈન્સ્પેક્ટર (Inspector) ચીમાજી અધવનો સમાવેશ થાય છે.
સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા જ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના (Central Reserve Police Force) દિવંગત હવાલદાર સુનીલ કાલેને પણ મરણોપરાંત ‘રાષ્ટ્રપતિ વીરતા મેડલ’ થી સન્માનિત કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, બાકીના 67 પોલીસકર્મીઓ અને અધિકારીઓ મહારાષ્ટ્ર પોલીસ (Maharashtra Police) ટીમના છે.
જેમાં ગુપ્તચર વિભાગના કમિશનર ડુંબ્રે, નાસિક ગ્રામ્યના સબ ઇન્સ્પેક્ટર અશોક આહિરે અને યવતમાલના સબ ઇન્સ્પેક્ટર (Sub Inspector) વિનોદકુમાર તિવારીને ઉત્કૃષ્ટ સેવા બદલ રાષ્ટ્રપતિ મેડલ એનાયત કરવામાં આવ્યા.
પોલીસ વીરતા ચંદ્રક વિજેતાઓના નામ
મંજુનાથ શિંગે (Deputy Commissioner of Police, Mumbai), અધિક અધિક્ષક હરિ બાલાજી, મદદનીશ કમિશનર ગોવર્ધન કોલેકર, નવનાથ ધવલે, હવાલદાર લિંગનાથ પોર્ટ, કોન્સ્ટેબલ (Constable) મોરેશ્વર વેલાડી, બિચ્છુ સિદામ, શ્યામસે કોડપે, નિતેશ વેલાડી, કોન્સ્ટેબલ પ્રવીણ કુલસામ, સદવલી આસમ, સબ ઈન્સ્પેક્ટર યોગેશ પાટીલ, સુદર્શન કાટકર.
હવાલદાર રોહિદાસ નિકુરે, આશિષ ચવ્હાણ, પંકજ હલામી, આદિત્ય મડાવી, રામભાઈ હિચમી, મોગલશાહ માડવી, જગનેશ્વર ગવાડે, એપીઆઈ રાજેન્દ્રકુમાર તિવારી, વિનાયક અટકર અને ઓમ પ્રકાશ જમેનિક, કોન્સ્ટેબલ (Constable) શિવર ગોર્લેનો સમાવેશ થાય છે.
ઉત્કૃષ્ટ કામગીરી માટે મેડલ મેળવનાર વિજેતાઓના નામ
મદદનીશ કમિશનર જ્યોત્સના રસમ (Mumbai), મધુકર સાતપુતે (ઓરંગાબાદ), શેખર કુરહાડે (તકનીકી મોટર પરિવહન વિભાગ, મુંબઈ), સુરેન્દ્ર દેશમુખ (Pune), લલિત મિશ્રા (Nagpur), મધુકર સાવંત (ગુપ્તચર વિભાગ), મોતીરામ માડવી (ઈન્ટેલિજન્સ સેલ, ગઢચિરોલી), સબ ઈન્સ્પેક્ટર ઉલ્હાસ રોકડે નો સમાવેશ થાય છે.
ઉપરાંત સુનીલ તાવડે (નોર્થ કંટ્રોલ રૂમ, Mumbai), સુરેશ પાટિલ (ક્રાઈમ બ્રાન્ચ, Mumbai), હરિશ્ચંદ્ર થોબ્રે, સબ ઇન્સ્પેક્ટર (ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ, મુંબઇ), સંજય સાવંત (રીડર બ્રાન્ચ, Raigadh), સંતોષ જાધવ (ટ્રેનિંગ સેન્ટર, નાનવિજ દૌંડ, Pune), આસિસ્ટન્ટ ફોજદાર પોપટ આગવાને (સ્પેશિયલ બ્રાન્ચ -1, મુંબઈ), બાલુ કાંડે (Aurangabad), વિષ્ણુ રાકડે (ACB ઓરંગાબાદ), સુભાષ બુર્ડે (HQ નાગપુર રૂરલ), વિજય ભોંસલેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Independence Day: PM મોદીએ સતત આઠમી વાર લાલ કિલ્લા પરથી ફરકાવ્યો ત્રિરંગો, દેશવાસીઓને પાઠવી શુભેચ્છા