AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈ ED ઓફીસ દાઉદ ઈબ્રાહીમના સાગરીત ઈકબાલ મિર્ચીની જમીન પર થશે શીફ્ટ, મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં હતો આરોપી

EDની મુંબઈ ઑફિસ (ED Mumbai) ટૂંક સમયમાં વરલી વિસ્તારમાં આવેલી સીજે હાઉસ બિલ્ડિંગમાં (Ceejay House Building) શિફ્ટ થશે. આ જગ્યા એક સમયે દાઉદ ઈબ્રાહિમના નજીક ગણાતા કુખ્યાત ડ્રગ્સ માફિયા ઈકબાલ મિર્ચી (Iqbal Mirchi) એ ખરીદી હતી.

મુંબઈ ED ઓફીસ દાઉદ ઈબ્રાહીમના સાગરીત ઈકબાલ મિર્ચીની જમીન પર થશે શીફ્ટ, મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં હતો આરોપી
Mumbai ED Office (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 9:02 PM
Share

આર્યન ખાન, સુશાંત સિંહ રાજપૂત, રકુલપ્રીત સિંહ, ઐશ્વર્યા રાય, જેકલીન ફર્નાન્ડીઝ જેવા સેલિબ્રિટી અને શરદ પવાર, રાજ ઠાકરે, એકનાથ ખડસે, સંજય રાઉત જેવા નેતાઓ સાથે સંબંધિત કેસની તપાસ કરતી એજન્સી EDની મુંબઈ ઓફીસ (ED Mumbai) ટૂંક સમયમાં જ વરલી વિસ્તારના સીજે હાઉસ (Ceejay House Building) બિલ્ડીંગમાં શિફ્ટ કરવામાં આવશે. આ જગ્યા એક સમયે દાઉદ ઈબ્રાહિમના નજીક ગણાતા કુખ્યાત ડ્રગ્સ માફિયા ઈકબાલ મિર્ચી (Iqbal Mirchi) એ ખરીદી હતી.

ખાસ વાત એ છે કે આ ઓફિસ એક પ્રખ્યાત નેતા દ્વારા બનાવવામાં આવી હતી. હાલમાં, EDની મુંબઈ ઝોનલ ઓફિસ બેલાર્ડ સ્ટેટ કમ્પાઉન્ડમાં કેસર-એ-હિંદ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત છે. સીજે હાઉસ વરલીના ડો. એની બેસેન્ટ રોડ પર છે. પહેલા આ બિલ્ડીંગ એમ કે મોહમ્મદ નામના એક વ્યક્તિની હતી. તેનો અહીં જમીનના માલિક સાથે વિવાદ થયો હતો.

ગેંગસ્ટર ઈકબાલ મિર્ચીએ આ જમીન 1986માં પોતાની પહેલી પત્ની હજરાના નામે બે લાખ રૂપિયામાં ખરીદી હતી. આ પછી, તેણે આસપાસની જમીનને પણ કબજામાં લઈને અહીં ફિશરમેન વોર્ફ  (Fisherman’s Wharf Pub) નામનું પબ શરૂ કર્યું. 1990ના દાયકામાં ઈકબાલ મિર્ચી ડ્રગ્સનો એક મોટો માફિયા ડોન હતો. 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં પણ તેનું નામ સામે આવ્યું હતું.

મની લોન્ડરિંગ કેસ હેઠળ કાર્યવાહી, આવી રીતે આ જગ્યા મુંબઈ EDના હાથમાં આવી

આ દરમિયાન જ્યારે પોલીસ અને પ્રશાસને અંડરવર્લ્ડ ડોન વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી તો મિર્ચીના પબને પણ જપ્ત કરી લેવામાં આવ્યું. આ પછી ડોન ઈકબાલ મિર્ચીએ આ જગ્યા મિલેનિયમ ડેવલપરને વેચી દીધી. મિલેનિયમ ડેવલપરે અહીં સીજે હાઉસનું બાંધકામ કરાવ્યું. તેના બદલામાં મિર્ચી પરિવારને બિલ્ડિંગના ત્રીજા માળે નવ હજાર ચોરસ ફૂટ અને પાંચમા માળે પાંચ હજાર ચોરસ ફૂટ જગ્યા આપવામાં આવી હતી. એનસીપી કોંગ્રેસના નેતા પ્રફુલ્લ પટેલનો પણ આ બિલ્ડિંગના ટોપ ફ્લોર પર 35,000 સ્ક્વેર ફૂટનો ફ્લેટ છે.

વિસ્ફોટ બાદ મિર્ચી ફરાર હતો, પરિવારને પણ આર્થિક રીતે દોષી ઠેરવવામાં આવ્યો હતો

એટલું જ નહીં પરંતુ ઈકબાલ મિર્ચીની મુંબઈ અને દેશના અલગ-અલગ સ્થળોએ લગભગ 600 કરોડની સંપત્તિ છે. આ પ્રોપર્ટીની ખરીદી અને વેચાણમાં હવાલા દ્વારા સેંકડો કરોડની ગેરરીતિનો મામલો EDની તપાસમાં બહાર આવ્યો હતો. પીએમએલએ કોર્ટે આ મિલકતો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. EDએ આ આદેશ હેઠળ કાર્યવાહી કરી હતી.

બોમ્બ બ્લાસ્ટ બાદથી ફરાર આરોપી ઈકબાલ મિર્ચીનું 2013માં લંડનમાં મૃત્યુ થયું હતું. મની લોન્ડરિંગ કેસમાં ઈકબાલ મિર્ચીના પરિવાર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ પછી, પીએમએલએ કોર્ટે ફેબ્રુઆરી 2021 માં ઇકબાલ મિર્ચીની પત્ની હજરા મેમણ અને બે પુત્રો જુનૈદ અને આસિફ મેમણને ફરાર આર્થિક ગુનેગાર જાહેર કર્યા હતા. ત્યાર પછીની કાર્યવાહીમાં ઈડીએ સીજે હાઉસની આ મિલકત પણ જપ્ત કરી હતી. હવે આ જગ્યાની હરાજી કરવાને બદલે EDએ તેની ઓફિસ અહીં શિફ્ટ કરવાની યોજના બનાવી છે.

આ પણ વાંચો : મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, મુસાફરોથી ભરેલી ફ્લાઈટને ટોઈંગ કરતા વાહનમાં લાગી આગ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">