મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, મુસાફરોથી ભરેલી ફ્લાઈટને ટોઈંગ કરતા વાહનમાં લાગી આગ, જુઓ વીડિયો

મુંબઈના ભાયખલા વિસ્તારમાં (Bhaykhala Area) આવેલા લાકડાના ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી.

મુંબઈ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, મુસાફરોથી ભરેલી ફ્લાઈટને ટોઈંગ કરતા વાહનમાં લાગી આગ, જુઓ વીડિયો
Fire incident at Mumbai airport
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 9:22 AM

મુંબઈ એરપોર્ટ (Mumbai airport) પર સોમવારે મોટી દુર્ઘટના ટળી હતી. અહીં મુસાફરોથી ભરેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને (Air India flight) ટોઈંગ કરતા વાહનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં એરપોર્ટના રનવે (Runway) પર આગ ફાટી નીકળી હતી. આ ઘટના 10મી જાન્યુઆરીએ સવારના 11 વાગ્યાની આસપાસ બની હતી. આગના કારણે એરપોર્ટ અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો. જો કે, એરપોર્ટ ફાયર બ્રિગેડ દ્વારા સમયસર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી.

Fire incident at Mumbai airport

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આગ: મુંબઈ એરપોર્ટ પર 11 વાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી. વાસ્તવમાં મુસાફરોથી ભરેલા પ્લેનને ટોઈંગ કરનાર ટ્રેક્ટરમાં આગ લાગી હતી. આગની ઘટના બાદ એરપોર્ટ અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તાજેતરની માહિતી મુજબ તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું કહેવાય છે.

મુંબઈમાં આગની આવી જ એક ઘટના આજે સવારે, ભાયખલા વિસ્તારમાં બની હતી.  મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈના ભાયખલા વિસ્તારમાં (Bhaykhala Area) આવેલા લાકડાના ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. અચાનક લાગેલી આગના(Mumbai Fire) કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. અહેવાલો અનુસાર, એવુ કહેવામાં આવી રહ્યુ છે કે આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની(Fire Brigade) 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાથે જ એમ્બ્યુલન્સ પણ સ્થળ પર તૈયાર રાખવામાં આવી હતી. જો કે હજુ સુધી આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી.

આ પણ વાંચોઃ

મુંબઈ પોલીસના બહાદુર જવાને બચાવ્યો ડૂબતી મહિલાનો જીવ, ગેટવે ઓફ ઈન્ડિયા પાસે સમુદ્રમાં પડી હતી પર્યટક મહિલા, જુઓ Video

આ પણ વાંચોઃ

સુપ્રીમ કોર્ટના વકીલોને PM મોદી સુરક્ષા ભંગની જવાબદારી લેતા આવ્યા કોલ, સુપ્રીમ કોર્ટને કેસની સુનાવણી ન કરવાની આપી ધમકી

g clip-path="url(#clip0_868_265)">