અમરાવતી હત્યાના દોષિતોને મળે કડકમાં કડક સજા, સાંસદ નવનીત રાણાએ ગૃહપ્રધાન અમિત શાહને લખ્યો પત્ર

અમરાવતી પોલીસે તેની પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે ઉમેશ કોલ્હેની હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હતી. પરંતુ ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે પોલીસ તપાસ ખોટી દિશામાં જઈ રહી છે.

અમરાવતી હત્યાના દોષિતોને મળે કડકમાં કડક સજા, સાંસદ નવનીત રાણાએ ગૃહપ્રધાન અમિત શાહને લખ્યો પત્ર
MP Navneet Rana
Image Credit source: PTI
TV9 GUJARATI

| Edited By: Kunjan Shukal

Jul 02, 2022 | 4:57 PM

અમરાવતીના (Amravati) સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ ભાજપના નેતા અનિલ બોંડે બાદ હવે અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની (Umesh Kolhe) હત્યાને ઉદયપુરના દરજીની હત્યા સમાન ગણાવી છે. રાણા દંપતીનો દાવો છે કે મામલાને દબાવવા માટે પોલીસે ખોટી દિશામાં તપાસ આગળ વધારી છે. આ અંગે ફરિયાદ કરતાં નવનીત રાણાએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને પત્ર લખ્યો છે. નવનીત રાણાએ ગૃહપ્રધાન અમિત શાહને (HM Amit Shah) પત્ર લખીને અમરાવતી પોલીસ કમિશનર આરતી સિંહને પદ પરથી હટાવવાની અને તપાસને યોગ્ય દિશામાં આગળ વધારવાની માંગ કરી છે અને ગુનેગારોને કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.

આ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાષ્ટ્રીય તપાસ એજન્સીને આ મામલાની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. મહારાષ્ટ્ર એટીએસે પણ આ કેસની તપાસ હાથ ધરી છે. અમરાવતી પોલીસે તેની પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે ઉમેશ કોલ્હેની હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હતી. પરંતુ ભાજપના નેતાઓએ દાવો કર્યો હતો કે પોલીસ તપાસ ખોટી દિશામાં જઈ રહી છે. ઉમેશ કોલ્હેએ નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કર્યું હતું. જે બાદ તેને ધમકીઓ મળી હતી. ધમકીઓ મળ્યા બાદ 21 જૂને તેની હત્યા કરવામાં આવી હતી. ઉદયપુરના દરજી કન્હૈયાલાલની જેમ જ ઉમેશ કોલ્હેની પણ ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. આવો જ દાવો હવે રાણા દંપતી પણ કરી રહ્યા છે.

નવનીત રાણાએ ગૃહપ્રધાન અમિત શાહને લખ્યો પત્ર

પોલીસના વલણ પર રાણા દંપતિએ કર્યા સવાલ

આ દરમિયાન આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક કોર્ટે આરોપીને 5 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. પોલીસે તેમની પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું કે ઉમેશ કોલ્હેની હત્યા લૂંટના ઈરાદે કરવામાં આવી હતી. આ પછી ભાજપના નેતાઓએ આ મામલાની તપાસ માટે એસઆઈટીની રચના કરવાની માંગ કરી હતી અને મહારાષ્ટ્ર એટીએસ અને એનઆઈએ દ્વારા કેસની તપાસની માંગ કરી હતી. રાણા દંપતીનું કહેવું છે કે મામલાને દબાવવા માટે પોલીસ તેને લૂંટના ઈરાદે હત્યાનો કેસ બનાવી રહી છે.

અમરાવતીની હત્યામાં પણ શું ઉદયપુર જેવી જ કાર્યવાહી, NIAની તપાસમાં સત્ય આવશે બહાર

હવે જોવાનું એ રહેશે કે NIAની તપાસમાં શું સત્ય બહાર આવે છે. હાલ NIAની ટીમ અમરાવતી પહોંચી છે અને કેસની તપાસ શરૂ કરી છે. દરમિયાન પોલીસે પણ હવે લૂંટના હેતુને બદલે હવે હત્યાના એન્ગલથી તપાસની દિશામાં આગળ વધી રહી છે અને ઉદયપુરના દરજીની હત્યા સાથે તેનો કોઈ સંબંધ છે કે કેમ તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati