પૂર્વ નેતાઓની સુરક્ષા હટાવવાના પંજાબ સરકારના નિર્ણયનું સ્વાગત, મહારાષ્ટ્રમાં પણ આવા નિર્ણય માટે કરવામાં આવે વિચાર, NCPના આ ધારાસભ્ય એ આપ્યુ નિવેદન
પંજાબમાં લોકોને સુરક્ષાની જરૂર છે. પોલીસ સ્ટેશનોમાં પોલીસ ફોર્સની અછત છે. એટલા માટે કેટલાક લોકોની સુરક્ષા કરતાં પંજાબના લોકોની સુરક્ષા વધુ મહત્વની છે. એમ કહીને ભગવંત માને પૂર્વ નેતાઓની સુરક્ષા હટાવવાનો નિર્ણય લીધો છે.
પંજાબના (Punjab) મુખ્યમંત્રી બનતા પહેલા જ આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને એક મોટો નિર્ણય લીધો છે. ભગવંત માને તમામ પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યોની સુરક્ષા હટાવવાનો નિર્ણય લીધો છે. ભગવંત માને શનિવારે પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજ્યોત સિંહ સિદ્ધુ સહિત 122 નેતાઓની સુરક્ષા હટાવવાનો નિર્ણય લીધો હતો. એનસીપીના ધારાસભ્ય અને શરદ પવારના પૌત્ર રોહિત પવાર આ નિર્ણયથી ભારે પ્રભાવિત થયા છે. તેમણે માગ કરી છે કે મહારાષ્ટ્રમાં પણ પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યોની સુરક્ષા હટાવી દેવી જોઈએ. તેમણે ટ્વીટ કરીને આ માંગણી કરી છે.
રોહિત પવારે ટ્વિટમાં લખ્યું છે કે, પૂર્વ મંત્રી, પંજાબના ચૂંટાયેલા સીએમ ભગવંત માન દ્વારા ધારાસભ્યોની સુરક્ષા હટાવવાનો નિર્ણય આવકાર્ય છે. આનાથી પોલીસ દળ પરનું દબાણ ઘટશે અને વિવિધ ગુનાઓને લગતી તપાસમાં મદદ મળશે. રાજ્યમાં પણ નેતાઓની સુરક્ષાના મામલે આવો જ અભિગમ અપનાવવો જોઈએ.
પંજાબમાં નેતાઓની સુરક્ષા હટાવી, તેમ મહારાષ્ટ્રમાં પણ નેતાઓની સુરક્ષા હટાવવી જોઈએ
माजी मंत्री, आमदार यांची सुरक्षा काढण्याचा पंजाबचे नियोजित मुख्यमंत्री भगवंत मान यांचा निर्णय स्वागतार्ह आहे. यामुळं पोलिसांवरचा ताण कमी होऊन विविध गुन्ह्यांच्या तपासाला मदत होणार असेल तर राज्यातही अशा प्रकारे नेत्यांच्या सुरक्षेचा फेरआढावा घेण्याबाबत विचार व्हावा!@Dwalsepatil
— Rohit Pawar (@RRPSpeaks) March 13, 2022
નેતાઓ કરતા જનતા મહત્વની છે, એમ કહીને નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી
પંજાબના લોકોને સુરક્ષાની જરૂર છે. પોલીસ સ્ટેશનોમાં પોલીસ ફોર્સની અછત છે. એટલા માટે કેટલાક લોકોની સુરક્ષા કરતાં પંજાબના લોકોની સુરક્ષા વધુ મહત્વની છે. એમ કહીને ભગવંત માને પૂર્વ નેતાઓની સુરક્ષા હટાવવાનો નિર્ણય લીધો છે. રોહિત પવારે પણ મહારાષ્ટ્ર માટે આવી જ માંગણી કરી છે.
રોહિત પવાર પોતાની સરકાર અને પરિવાર પાસેથી આવી જ માગ કરી રહ્યા છે
રોહિત પવાર મહારાષ્ટ્ર સરકારની મહા વિકાસ અઘાડીમાં સામેલ શરદ પવારની પાર્ટી NCPના નેતા છે. આ સિવાય શરદ પવારના પૌત્ર હોવાના કારણે તેઓ આ માગ સીધી શરદ પવાર અથવા ડેપ્યુટી સીએમ અજિત પવાર પાસે પણ કરી શકે છે. શરદ પવારને મહારાષ્ટ્ર સરકારના આર્કિટેક્ટ માનવામાં આવે છે. આવો નિર્ણય માત્ર સરકાર જ લઈ શકે છે. એટલે કે રોહિત પવારે આ માગ પોતાના જ પરિવાર અને પોતાની સરકાર પાસેથી કરી છે.
આ પણ વાંચો : ‘મુંબઈ પોલીસે એવા પ્રશ્નો પૂછ્યા, જેથી મને આરોપી બનાવી શકાય’, બે કલાકની પૂછપરછ પછી ફડણવીસનું મોટું નિવેદન