AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: જુહૂ બીચ પર 3 લોકોના ડુબવાથી મોત, સોમવારે પણ થયુ હતું એક મોત, લાઈફ ગાર્ડ થઈ રહ્યા છે ફેઈલ

ફાયર બ્રિગેડ ( fire brigade ) સ્ટાફ, પોલીસકર્મીઓ અને સ્થાનિક લોકોની મદદથી ત્રણેયની શોધ ચાલુ છે. મૃત્યુ પામેલા યુવકોના નામ આનન સિંહ (21 વર્ષ), કૌસ્તુભ ગુપ્તા (18 વર્ષ) અને પ્રથમ ગુપ્તા (16 વર્ષ) છે.

Maharashtra: જુહૂ બીચ પર 3 લોકોના ડુબવાથી મોત, સોમવારે પણ થયુ હતું એક મોત, લાઈફ ગાર્ડ થઈ રહ્યા છે ફેઈલ
જુહૂ બીચ પર ત્રણ લોકો ડુબ્યા (સાંકેતીક તસવીર)Image Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2022 | 11:33 PM
Share

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ત્રણ લોકોના ડૂબી જવાથી મોત થયા છે. જુહુ બીચ પર સ્વિમિંગ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. મુંબઈના ચેમ્બુરમાં આ વિસ્તારમાં રહેતા ચાર યુવકો જુહુ બીચના (Juhu Beach) દરિયામાં તરવા માટે નીચે ઉતર્યા હતા. આ ચાર લોકોમાંથી ત્રણના ડૂબી જવાથી મોત થયા હતા. આ ચારેય મિત્રો હતા અને મુંબઈમાં જુહુ ચોપાટી પર ફરવા આવ્યા હતા. આ અકસ્માત મંગળવારે (14 જૂન) બપોરે ત્રણ વાગ્યાની આસપાસ થયો હતો. બિરલા લેન પાસે જુહુ બીચની આ ઘટના છે. સોમવારે પણ મુંબઈમાં (Mumbai) એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું હતું. ફાયર બ્રિગેડ સ્ટાફ, પોલીસકર્મીઓ અને સ્થાનિક લોકોની મદદથી ત્રણેયની શોધખોળ ચાલુ છે. મૃત્યુ પામેલા યુવકોના નામ આનન સિંહ (21 વર્ષ), કૌસ્તુભ ગુપ્તા (18 વર્ષ) અને પ્રથમ ગુપ્તા (16 વર્ષ) છે.

લાઈફ ગાર્ડે ના પાડ્યા પછી પણ સ્વિમિંગ માટે ગયા

ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ અને મુંબઈ મહાનગરપાલિકાના લાઈફગાર્ડ, સ્થાનિક પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પરંતુ હજુ સુધી ત્રણેય યુવાનોનો પત્તો લાગ્યો નથી. પ્રાપ્ત માહિતી અનુસાર આ યુવકોને લાઈફ ગાર્ડ દ્વારા પાણીમાં જવાની મનાઈ કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે તે યુવકોએ લાઈફ ગાર્ડની વાતને અવગણીને ઊંડા પાણીમાં ઉતરી ગયા હતા. આવી સ્થિતિમાં ચાર પૈકી ત્રણ યુવકો તરતી વખતે ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા.

લાઈફ ગાર્ડ પાણીમાં જતા રોકી પણ શકતા નથી અને ડૂબતા લોકોને બચાવી પણ શકતા નથી

સોમવારે સાંજે પણ ઇરલામાં એક યુવક ડૂબી ગયો હતો. આ પછી મંગળવારે પણ ત્રણ યુવકોના ડૂબી જવાથી મોતના સમાચાર સામે આવ્યા છે. આવી સ્થિતિમાં લાઈફ ગાર્ડ તેમની ફરજ કેવી રીતે નિભાવી રહ્યા છે તેવો સવાલ ઉભો થાય છે. પાણીમાં જવાની ઉત્સુકતાને કારણે લોકોનું ડુબવાથી મોત થયુ હોવાના સમાચાર અવારનવાર સામે આવી રહ્યા છે. સ્ટંટબાજી કરતા યુવાનો જીવ ગુમાવી રહ્યા છે. લાઈફ ગાર્ડ ન તો લોકોને પાણીમાં જતા રોકી શકે છે અને ન તો કોઈને પાણીમાં ડૂબતા બચાવી શકે છે. ત્યારે લાઈફ ગાર્ડ કેવી રીતે ફરજ બજાવી રહ્યા છે તે સૌથી મોટો પ્રશ્ન છે.

g clip-path="url(#clip0_868_265)">