Maharashtra: વર્લી અગ્નિકાંડના સર્વાઈવર 6 વર્ષના બાળકને શિવસેનાએ લીધુ દત્તક, મુંબઈ મેયરે આપ્યુ આ નિવેદન
30 નવેમ્બરના રોજ, મુંબઈના વરલી વિસ્તારમાં એક ચોલમાં ગેસ સિલિન્ડર ફાટતાં આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના ચારમાંથી ત્રણ સભ્યોના મોત નિપજ્યા હતા જ્યારે 6 વર્ષનો બાળક ઘાયલ થયો હતો. જેને હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

મુંબઈના (Mumbai) વરલી વિસ્તારમાં એક ચાલમાં ગેસ સિલિન્ડર ફાટ્યા પછી આગ લાગવાની (Worli chawl fire incident) ઘટનામાં એક પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ પછી અકસ્માતમાં બચી ગયેલા 6 વર્ષના બાળકને શિવસેના દ્વારા દત્તક લેવામાં આવ્યું છે. મુંબઈના મેયર (Mumbai Mayor) કિશોરી પેડનેકરે મંગળવારે કહ્યું કે તે પુણેમાં તેના નાના સાથે રહેશે. મેયરે કહ્યું કે શિવસેના 6 વર્ષના બાળકના શિક્ષણનો ખર્ચ ઉઠાવશે. આ સાથે બાળક માટે 15 લાખ રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવી છે. 30 નવેમ્બરના રોજ, મુંબઈના વરલી વિસ્તારમાં એક ચાલમાં ગેસ સિલિન્ડર ફાટતાં આગ ફાટી નીકળી હતી.
આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. થોડા દિવસો પછી, તેમાંથી ત્રણ વ્યક્તિ મૃત્યુ પામ્યા. જ્યારે, એક 6 વર્ષનું બાળક, જેની સ્થિતિ ગંભીર હતી, તેને બે મહિનાથી કસ્તુરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ બાળકને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. મુંબઈના મેયર કિશોરી પેડનેકરે આ અંગે જણાવ્યું કે બાળકને આજે રજા આપવામાં આવી છે. અમે બાળકને દત્તક લીધું છે. હવે તે પુણેમાં તેના નાના સાથે રહેશે.
Shiv Sena adopts a 6-year-old boy, three members of whose family died in fire due to gas cylinder explosion at a chawl in Worli on 30th Nov 2021.
We've adopted him. He'll live with his maternal grandfather in Pune. We've granted him financial aid of Rs 15 lakhs: Mumbai Mayor pic.twitter.com/oLDTi2aQ65
— ANI (@ANI) February 22, 2022
ખાતામાં દર મહિને 5-10 હજાર રૂપિયા મોકલવામાં આવશે
મેયરે કહ્યું કે અમે બાળકના નામે 15 લાખ રૂપિયાનું ફંડ બનાવ્યું છે. દર મહિને તેના ખાતામાં 5,000-10,000 રૂપિયા મોકલવામાં આવશે. તેના ભણતરનો ખર્ચ પણ અમે ઉઠાવીશું. બાળક હવે શિવસેનાનું છે. અમે તેની સંભાળ રાખીશું. ગયા અઠવાડિયે થાણેના ભિવંડી વિસ્તારમાં સ્થિત એક વેરહાઉસમાં પણ ભીષણ આગ લાગી હતી.
આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. આગ એટલી ગંભીર હતી કે તેને કાબૂમાં લેવા માટે પાંચ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આ પહેલા મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ મોટી ઘટના ટળી હતી. પ્લેનને પુશબેક આપનાર વાહનમાં આગ લાગી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-647ને પાછળથી ધક્કો મારતા એરક્રાફ્ટ ટગમાં આગ ફાટી નીકળી હતી. અકસ્માત થયો ત્યારે વિમાનમાં મુસાફરો હાજર હતા. આ પ્લેનમાં 85 જેટલા મુસાફરો જામનગર જવાના હતા.