Maharashtra: ટ્રાન્સફર-પોસ્ટિંગ કૌભાંડના સંબંધમાં મુંબઈ પોલીસે મોકલી દેવેન્દ્ર ફડણવીસને નોટિસ, આવતીકાલે હાજર થશે પૂર્વ મુખ્યમંત્રી
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, 'મને BKC સાયબર પોલીસ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. મને ગઈ કાલે 11 વાગ્યે સાયબર પોલીસ દ્વારા BKC ખાતે બોલાવવામાં આવ્યો છે. જોકે હું વિરોધ પક્ષનો નેતા છું. તેથી, મારી પાસે એ અધિકાર છે કે, હું તેમને મારી પાસે રહેલી ટ્રાન્સફર પોસ્ટિંગ કૌભાંડને લગતી માહિતી ન પણ આપુ પણ તેમ છતાં મારી જવાબદારી સમજીને હું જઈશ.
મુંબઈ પોલીસે (Mumbai Police) મહારાષ્ટ્રના વિપક્ષી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને (Devendra Fadnavis) સીઆરપીસી 160 હેઠળ નોટિસ મોકલી છે. આ નોટિસ ટ્રાન્સપોર્ટ-પોસ્ટિંગ કૌભાંડના (Transfer posting scam) મામલામાં મોકલવામાં આવી છે. મુંબઈ પોલીસે તેમને રવિવારે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે હાજર થવા કહ્યું છે. દેવેન્દ્ર ફડણવીસે આ મુદ્દે આજે (12 માર્ચ) બપોરે 1 વાગ્યે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘મેં માર્ચ 2121માં મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જે રિપોર્ટ છ મહિનાથી સરકાર પાસે પડયો હતો.
ટ્રાન્સફર-પોસ્ટિંગ માટે કોણે કેટલા પૈસા આપ્યા. કોની પાસેથી કેટલી રકમ લેવામાં આવી? આ બધી માહિતી તેમાં હતી. સાંજે મેં તે અહેવાલ ગૃહ સચિવને સુપરત કર્યો. જ્યારે આ રિપોર્ટ પર કાર્યવાહી કરવામાં આવી ન હતી, ત્યારે નામદાર કોર્ટે કેસ સીબીઆઈને સોંપ્યો હતો. જ્યારે આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું ત્યારે આ સરકારે મારી સામે કેસ કર્યો. કહેવામાં આવ્યું કે આ જાણકારી બહાર કેવી રીતે આવી. આમાં ઓફિશિયલ સિક્રેટ એક્ટનું ઉલ્લંઘન છે. મને ગૃહ સચિવ તરફથી પ્રશ્નો પૂછવામાં આવ્યા, મેં જવાબો પણ આપ્યા.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘મને BKC સાયબર પોલીસ દ્વારા નોટિસ મોકલવામાં આવી છે. મને ગઈ કાલે 11 વાગ્યે સાયબર પોલીસ દ્વારા BKC ખાતે બોલાવવામાં આવ્યો છે. જોકે હું વિરોધ પક્ષનો નેતા છું. તેથી, મારી પાસે એ અધિકાર છે કે હું તેમને મારી પાસે રહેલી ટ્રાન્સફર પોસ્ટિંગ કૌભાંડને લગતી માહિતી ન પણ આપુ. પણ તેમ છતાં મારી જવાબદારી સમજીને હું જઈશ અને તેમની પૂછપરછમાં સહકાર આપીશ. પરંતુ મને ખાતરી છે કે સીબીઆઈની તપાસમાં દૂધુનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.
ફોન ટેપિંગના સંબંધમાં મને પૂણે પોલીસ તરફથી કોઈ નોટિસ મળી નથીઃ ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસે પણ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કહ્યું ‘ફોન ટેપિંગને તેની સાથે કોઈ લેવાદેવા નથી. આ મામલો ટ્રાન્સપોર્ટ-પોસ્ટિંગ કૌભાંડ સાથે સંબંધિત છે. તેમણે મીડિયામાં ફેલાયેલા આ સમાચારને ખોટા ગણાવ્યા કે ફોન ટેપિંગ કેસમાં પૂણે પોલીસ દ્વારા તેમને કોઈ પ્રકારની નોટિસ મોકલવામાં આવી છે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે જેના કારણે આ કૌભાંડ સામે આવ્યું છે તેને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી રહ્યો છે. જેમણે કૌભાંડ આચર્યું છે તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તેમણે કહ્યું ‘મામલો સીબીઆઈ પાસે છે, હું તમામ પુરાવા સીબીઆઈને આપીશ. મને માહિતી કેવી રીતે મળી તે પૂછવાનો કોઈને અધિકાર નથી. હું મુખ્યપ્રધાન અને ગૃહ પ્રધાન હતો, હું વર્તમાન વિપક્ષી નેતા છું. મને આનો વિશેષાધિકાર મળ્યો છે. હું રાજ્યનો વિરોધ પક્ષનો નેતા છું.
આ પણ વાંચો : મુંબઈમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કન્સ્ટ્રક્શનના કામો હવે બંધ, પોલીસ કમિશનરે આપ્યો આદેશ