Maharashtra local body Election: મહારાષ્ટ્રમાં 93 નગર પંચાયત, 195 ગ્રામ પંચાયત અને 2 જિલ્લા પરિષદ માટે આજે મતદાન

મહારાષ્ટ્રમાં 95 નગરપાલિકાઓની 344 બિન અનામત બેઠકો માટે મતદાન થવાનું હતું. પરંતુ શિરડીની 4 અને કાલવણની 2 બેઠકો પર બિનહરીફ ચૂંટણીને કારણે મતદાનની જરૂર પડી ન હતી.

Maharashtra local body Election: મહારાષ્ટ્રમાં 93 નગર પંચાયત, 195 ગ્રામ પંચાયત અને 2 જિલ્લા પરિષદ માટે આજે મતદાન
Indicative Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 6:30 AM

મહારાષ્ટ્રમાં મંગળવારે (18 જાન્યુઆરી) સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી (Maharashtra local body election) માટે મતદાન ચાલી રહ્યું છે. આ સ્થાનિક સંસ્થાઓમાંથી 93 નગર પંચાયતો (Nagar Panchayat Election) અને 195 ગ્રામ પંચાયતોની બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. આ ઉપરાંત ભંડારા અને ગોંદિયા જિલ્લા પરિષદ માટે પણ મતદાન થઈ રહ્યું છે. 95 નગરપાલિકાની 344 બિન અનામત બેઠકો માટે મતદાન થવાનું હતું. પરંતુ શિરડીની 4 અને કલવણની 2 બેઠકો પર બિનહરીફ ચૂંટણીને કારણે મતદાનની જરૂર પડી ન હતી. આ ઉપરાંત માલશિરસ અને દેવલાની એક-એક બેઠક પર પણ બિનહરીફ ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. તેથી, હવે કુલ 93 નગર પંચાયતોની 336 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.

અગાઉ, રાજ્યની કુલ 106 નગર પંચાયતોમાંથી, 11 નગર પંચાયતોની તમામ બેઠકો માટે માત્ર 21 ડિસેમ્બર, 2021 ના ​​રોજ મતદાન થયું હતું. તેમાં પાલઘર-તલસારી, વિક્રમગઢ, મોખાડા, નાશિક-પેઠ, સુરગાના, નંદુરબાર-ધડગાંવ-વડફલ્યા-રોશનમલ, યવતમાલ-ઝરી-જાણણી, ગઢચિરોલી-મુલચેરા, એટાપલ્લી, કોરચી, ભામરાગઢનો સમાવેશ થાય છે.

મંગળવારે  એટલે કે આજે જે નગરપાલિકાઓમાં મતદાન થઈ રહ્યું છે તેના જિલ્લાવાર નામ

થાણે– મુરબાડ અને શાહપુર

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

રાયગઢ– ખાલાપુર, તલા, માણગાંવ, મ્હસલા, પોલાદપુર, પાલી (નવનિર્મિત)

રત્નાગીરી– મંડણગઢ, દાપોલી, સિંધુદુર્ગ-કસાઈ-દોડામર્ગ, વાભવે-વૈભવવાડી, કુડાલ, દેવગઢ-જામસંડે

પુણે-દેહુ (નવનિર્મિત), સતારા-લોનંદ, કોરેગાંવ, પાટણ, વડુજ, ખંડાલા, દહીવડી

સાંગલી– કડેગાંવ, ખાનપુર, કાવઠે-મહાકાલ

સોલાપુર– માઢા, માલશિરસ, મહાલુંગ-શ્રીપુર (નવનિર્મિત), વૈરાગ (નવનિર્મિત), નાતેપુતે (નવનિર્મિત)

નાસિક – નિફાડ, દેવલા, કલવણ, દિંડોરી ધુલે-સાકરી

અહેમદનગર– અકોલે, કર્જત, પારનેર

જલગાંવ – બોદવડ

ઔરંગાબાદ – સોયગાંવ

જાલના– બદનાપુર, જાફરાબાદ, મંથા, ઘનસાવંગી, તીર્થપુરી (નવનિર્મિત)

પરભણી– પાલમ

બીડ-કેજ, શિરુર-કાસર, વડવણી, પાટોદા, આષ્ટી

લાતુર – જાલકોટ – ચાકુર, દેવાણી, શિરુર – અનંતપાલ

ઉસ્માનાબાદ – વશીસ લોહારા બુ.

નાંદેડ– નાયગાંવ, અર્ધાપુર, માહુર

હિંગોલી-સેનગાંવ, ઔંધા-નાગનાથ

અમરાવતી– ભાટકુલી, તિવાસા

બુલધાણા– સંગ્રામપુર, મોતાલા

યવતમાલ– મહાગાંવ, કલમ્બ, બાભુલગાંવ, રાલેગાંવ, મારેગાંવ

વાશિમ– મનોરા, નાગપુર, હિંગણા, કુહી

વર્ધા – કરંજા, આષ્ટી, સેલુ, સમુદ્રપુર

ભંડારા– મોહાડી, લાખણી, લાખાંદુર

ગોંદિયા – સડકઅર્જુની, અર્જુની, દેવરી

ચંદ્રપુર-સાવલી, પોંભુર્ણા, ગોંડપીપરી, કોરપના, જીવતી, સિંદેવાહી-લોનવાહી

ગઢચિરોલી-અહેરી, ચારમોશી, સિરોંચા, ધનોરા, કુરખેડા

આ જિલ્લા પરિષદો, ગ્રામ પંચાયતો અને મહાનગરપાલિકાઓની બેઠકો પર પણ થઈ રહ્યું છે મતદાન.

જણાવી દઈએ કે ભંડારા જિલ્લા પરિષદની 13 બેઠકો અને ગોંદિયા જિલ્લા પરિષદની 10 બેઠકો સાથે જ આ બે જિલ્લાની પંચાયત સમિતિઓની 45 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. આ ઉપરાંત વિવિધ જિલ્લાઓની 195 ગ્રામ પંચાયતોની 209 ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આ ઉપરાંત સાંગલી-મિરાજ-કુપવાડ મહાનગરપાલિકાની ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણી માટે પણ મંગળવારે મતદાન થઈ રહ્યું છે.

આ પણ વાંચો :  Maharashtra: મેટ્રિમોનિયલ સાઇટ પર મળેલા ફિરંગીના પ્રેમમાં પડી યુવતી, ગીફ્ટના ચક્કરમાં લૂટાવી દીધા 62 લાખ રૂપિયા

g clip-path="url(#clip0_868_265)">