Maharashtra: ‘કાલે લાઉડસ્પીકર પર અઝાન સાંભળતા જ હનુમાન ચાલીસા પણ વગાડો’, MNS વડા રાજ ઠાકરેની જાહેરાત

મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા અંગે રાજ્યની આઘાડી સરકારને અલ્ટીમેટમ આપનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ (Raj Thackeray) મંગળવારે વધુ એક મોટું નિવેદન આપ્યું છે.

Maharashtra: 'કાલે લાઉડસ્પીકર પર અઝાન સાંભળતા જ હનુમાન ચાલીસા પણ વગાડો', MNS વડા રાજ ઠાકરેની જાહેરાત
MNS Chief Raj Thackeray (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 9:38 PM

મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા અંગે રાજ્યની આઘાડી સરકારને અલ્ટીમેટમ આપનાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ (Raj Thackeray) મંગળવારે વધુ એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, હું તમામ હિંદુઓને અપીલ કરું છું કે આવતીકાલે એટલે કે, 4 મેના રોજ જો તમે લાઉડ સ્પીકરો પર અઝાન વગાડતા સાંભળો તો તે જ જગ્યાએ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા (Hanuman Chalisa) વગાડો. ત્યારે જ તેમને આ લાઉડસ્પીકરોની અડચણનો ખ્યાલ આવશે. તેમણે વધુમાં કહ્યું કે, અમે દેશની શાંતિને ખલેલ પહોંચાડવા માંગતા નથી. અમારે કોઈ હુલ્લડ નથી જોઈતું, પરંતુ જો લાઉડસ્પીકરના મુદ્દા પર ધ્યાન આપવામાં નહીં આવે તો અમે પણ આ મુદ્દે મક્કમ રહીશું.

એવા વિસ્તારો જ્યાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર દૂર કરવામાં આવ્યા હતા, તેનું સ્વાગત છે

રાજ ઠાકરેએ પત્રમાં લખ્યું – સમાજ પ્રત્યેની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, હું તે લોકોનું સ્વાગત કરું છું જેમણે મસ્જિદો પર લગાવેલા લાઉડસ્પીકર હટાવવાનો નિર્ણય લીધો છે. હિન્દુ ભાઈઓએ ધ્યાન રાખવાની જરૂર છે કે જે વિસ્તારોમાંથી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં આવ્યા છે ત્યાંના લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

રાજ ઠાકરેએ અલ્ટીમેટમ આપ્યું હતું

તમને જણાવી દઈએ કે, 1 મેના રોજ ઔરંગાબાદમાં એક રેલીમાં રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કરતા કહ્યું હતું કે, મારી જાહેરસભાઓથી સરકાર ચોંકી ગઈ છે. આ સિવાય રાજ ​​ઠાકરેએ ફરી એકવાર અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, ઈદ 3જી મેના રોજ છે, તે પછી 4 મેના રોજ અમે નહીં સાંભળીએ, જ્યાં પણ લાઉડસ્પીકર લગાવવામાં આવશે ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ઔરંગાબાદ સિવાય મહારાષ્ટ્રના દરેક જિલ્લામાં આવી જ રેલીઓ યોજવામાં આવશે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

MNS પ્રમુખ રાજ ઠાકરે સામે કેસ નોંધવામાં આવ્યો છે

મીડિયા અહેવાલો અનુસાર, ઔરંગાબાદમાં રેલીના બે દિવસ પછી, MNS પ્રમુખ રાજ ઠાકરે અને જાહેર રેલીના આયોજકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. જ્યાં ઠાકરેએ 1 મેના રોજ ભાષણ આપ્યું હતું. પોલીસે તેમની જાહેર સભાનો વીડિયો જોયા બાદ કેસ નોંધ્યો હતો. રાજ્યના ગૃહ વિભાગના જણાવ્યા અનુસાર, ગુપ્તચરને એવા અહેવાલ મળ્યા છે કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ખલેલ પહોંચાડવા માટે અન્ય રાજ્યોમાંથી લોકો મહારાષ્ટ્રમાં આવી શકે છે. આ પહેલા ઉદ્ધવ સરકાએ પણ રાજ ઠાકરેને નોટિસ પાઠવી છે.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">