સરકારી કામ માટે પોતાના જુનિયર અધિકારી પાસે લાંચ માંગી રહ્યો હતો સિનિયર ફોરેસ્ટ અધિકારી, ACBના હાથે ઝડપાયો

મુંબઈ એન્ટી કરપ્શન બ્યુરોએ એક મદદનીશ વન સંરક્ષણની લાંચ લેવાના મામલે ધરપકડ કરી છે. અધિકારીએ જુનિયર અધિકારી પાસેથી 5.30 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.

સરકારી કામ માટે પોતાના જુનિયર અધિકારી પાસે લાંચ માંગી રહ્યો હતો સિનિયર ફોરેસ્ટ અધિકારી,  ACBના હાથે ઝડપાયો
પ્રતિકાત્મક તસવીર

મુંબઈ (Mumbai) એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સોમવારે થાણે રેન્જ સાથે જોડાયેલા સહાયક વન સંરક્ષક (ACF)ની ધરપકડ કરી હતી. તેણે કથિત રીતે જુનિયર અધિકારી પાસેથી 5.30 લાખ રૂપિયાની લાંચની  (Bribe) માંગણી કરી હતી. અધિકારીએ કામ માટે 5 ટકાની માંગ હતી.

 

એસીબીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા અધિકારી બલીરામ કોલેકરના (Baliram Kolekar) ડ્રોવરમાંથી મોટી માત્રામાં રોકડ અને દારૂની બોટલ પણ મળી આવી છે. આ કેસમાં ફરિયાદી વન વિભાગનો જુનિયર અધિકારી હતો, જેની પાસેથી કોલેકરે પૈસાની માંગણી કરી હતી.  એક અધિકારીએ કહ્યું કે ફરિયાદીને ગ્રાન્ટ મળવાની હતી અને કોલેકરે વરિષ્ઠ તરીકે જરૂરી ઔપચારિકતા પૂરી કરવા માટે 5% રકમ માંગી હતી.

 

અન્ય લોકો સાથે પણ લાંચના પૈસા વહેંચવાના હતા

ફરિયાદ અનુસાર કોલેકરે દાવો કર્યો હતો કે આ નાણાં કેટલાક અન્ય લોકો સાથે પણ વહેંચવાના હતા. જુનિયર ફોરેસ્ટ ઓફિસર ચૂકવવા માંગતો ન હોવાથી તેણે દોઢ મહિના પહેલા એસીબીના ડિરેક્ટર જનરલ રજનીશ શેઠ (ACB director general Rajnish Seth) પાસે કોલેકર સામે ફરિયાદ નોંધાવી હતી.

 

5.30 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

આ પછી શેઠે મુંબઈ એસીબીની ટીમને ફરિયાદની તપાસ કરવા કહ્યું. ડીજીના નિર્દેશોના આધારે મુંબઈ એસીબી એકમે ફરિયાદી સાથે સંકલન કર્યું અને તેને કોલેકર સાથે સંવાદ ચાલુ રાખવા કહ્યું. ફરિયાદીએ પછી કોલેકરને કહ્યું કે તે લાંચ આપવા તૈયાર છે, ત્યારબાદ તેઓ સોમવારે મળ્યા જ્યાં તેમણે આરોપીને 5.30 લાખ રૂપિયા આપ્યા અને એસીબીએ તેને રંગે હાથે પકડ્યો. એસીબીની ટીમે આરોપીને થાણેમાં (Thane) પકડી પાડ્યો હતો, જ્યારે એસીબીના મુંબઈ યુનિટ દ્વારા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

 

થોડા મહિના પહેલા પણ ACBના અધિકારીઓએ 10 લાખની લાંચ લેતા ક્લાસ 2 આવકવેરા અધિકારીની ધરપકડ કરી હતી. આવકવેરા અધિકારી વર્ષ 2012ના પેન્ડીંગ આવકવેરા રિટર્ન કેસમાં ફરિયાદી સામે દરોડા પાડવા આવ્યા હતા. કોઈ શિક્ષાત્મક કાર્યવાહી ન કરવા બદલ અધિકારીએ 10 લાખ રૂપિયાની લાંચ લીધી હતી.

 

આ પણ વાંચો :  Aryan Khan Drugs Case: આર્યન ખાન ડ્રગ્સ કેસના તપાસ અધિકારી સમીર વાનખેડે અને મોહિત કંબોજ વચ્ચે મુલાકાત થઈ? નવાબ મલિક મોટો ખુલાસો કરશે

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati