Mumbai Fire : મહારાષ્ટ્ર સરકાર મૃતકોના પરિવારને આપશે 5 લાખ અને કેન્દ્ર સરકાર આપશે 2 લાખનું વળતર

મહારાષ્ટ્રના મુંબઈ શહેરના તાડદેવ વિસ્તારમાં બહુમાળી રહેણાંક ઇમારતના 18 મા માળે ભીષણ આગ ફાટી નીકળતાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને 23 લોકો ઘાયલ થયા હતા.

Mumbai Fire : મહારાષ્ટ્ર સરકાર મૃતકોના પરિવારને આપશે 5 લાખ અને કેન્દ્ર સરકાર આપશે 2 લાખનું વળતર
Maharashtra Govt Announces Compensation Of Rs 5 Lakh To Families Of Deceased
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 22, 2022 | 4:20 PM

મહારાષ્ટ્રના મુંબઈ (Mumbai) શહેરમાં શનિવારે સવારે એક મોટી દુર્ઘટના (Mumbai Fire Today) બની છે. અહીંના તાડદેવ વિસ્તારમાં બહુમાળી રહેણાંક મકાનના 18મા માળે ભીષણ આગ ફાટી નીકળતાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને 23 લોકો ઘાયલ થયા હતા.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મૃતકોના નજીકના સંબંધીઓ માટે વળતરની જાહેરાત કરી છે. વડા પ્રધાન કાર્યાલયે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, મુંબઈના તાડદેવમાં એક ઈમારતમાં લાગેલી આગને કારણે જીવ ગુમાવનારા લોકોના પરિવારોને PMNRF તરફથી 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રાજ્ય સરકારના મંત્રી આદિત્ય ઠાકરેએ પણ ટ્વિટ કરીને મૃતકો માટે વળતરની જાહેરાત કરી છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘મેં ગ્રાઉન્ડ લેવલ પર રેસ્ક્યૂ ઓપરેશન વિશે જાણવા માટે તાડદેવમાં કમલા બિલ્ડિંગ ફાયર સાઇટની મુલાકાત લીધી હતી. લોકો સાથે પણ વાત કરી અને આ દુઃખદ સમયમાં તેમને સંપૂર્ણ મદદ કરવાનું આશ્વાસન આપ્યું.” તેણે પોતાના ટ્વીટમાં આગળ કહ્યું, ‘આ દુ:ખદ આગની ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનોને સરકાર 5 લાખ રૂપિયાનું વળતર આપશે.’

આદિત્ય ઠાકરેએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, એવા અહેવાલો છે કે બે હોસ્પિટલોએ લોકોની સારવાર કરવાનો ઇનકાર કર્યો છે. જોકે બંને હોસ્પિટલોએ મને જાણ કરી છે કે તેઓએ તેમાંથી કેટલાક લોકોને દાખલ કર્યા છે. જેઓ આગને કારણે ઘાયલ થયા છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે. થોડા કલાકો પહેલા જ અન્ય એક ટ્વિટમાં ઠાકરેએ કહ્યું હતું કે, તાડદેવ ખાતેના કમલા ભવનમાં લાગેલી આગ અંગે હું અધિકારીઓના સંપર્કમાં છું. ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે છે. રેસ્ક્યુ અને કૂલિંગ ઓપરેશન ચાલુ છે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગોવાલિયા ટાંકીમાં ગાંધી હોસ્પિટલની સામે સ્થિત બિલ્ડિંગમાં સવારે લગભગ 7 વાગ્યે આગ લાગી હતી. તેમણે કહ્યું, ‘તે 20 માળની ઇમારત છે. આગ તેના 18મા માળેથી શરૂ થઈ હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગ બુઝાવવાની કામગીરીમાં 13 ફાયર ફાઇટરની ટીમ અને સાત પાણીના ટેન્કર્સ કામે લાગ્યા હતા.

આ પણ વાંચો –

ભરશિયાળે મેઘરાજાનુ મંડાણ : મહારાષ્ટ્રના આ શહેરોમાં આગામી બે દિવસ વરસાદ થવાની આગાહી

આ પણ વાંચો –

Mumbai : તાડદેવ વિસ્તારમાં 20 માળની બહુમાળી ઈમારતમાં ભીષણ આગ, સાત લોકોના થયા મોત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">