ભરશિયાળે મેઘરાજાનુ મંડાણ : મહારાષ્ટ્રના આ શહેરોમાં આગામી બે દિવસ વરસાદ થવાની આગાહી

ભરશિયાળે મેઘરાજાનુ મંડાણ : મહારાષ્ટ્રના આ શહેરોમાં આગામી બે દિવસ વરસાદ થવાની આગાહી
Rain Forecast in Mumbai (File Photo)

રાજ્યમાં આજથી મુંબઈ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે, ત્યારે આગામી દિવસોમાં ઠંડીનો પારો પણ વધશે.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jan 22, 2022 | 2:55 PM

Maharashtra:  મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં (Mumbai) આગામી બે દિવસ ઠંડીનું પ્રમાણ વધુ વધશે. આ સિવાય છૂટોછવાયો વરસાદ (Rain in mumbai) થવાની પણ સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈમાં રવિવારે તાપમાનનો પારો 14 ડિગ્રી અને સોમવારે 13 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. જ્યારે મહત્તમ તાપમાન 24-25 ડિગ્રી સેલ્સિયસ અને સોમવારે 25-26 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.

વરસાદની આગાહીને પગલે ખેડુતો ચિંતામાં

હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે મુંબઈ સહિત થાણે અને મહારાષ્ટ્રના પુણે, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં 22 અને 23 જાન્યુઆરીએ વરસાદ થવાની સંભાવના છે. જેના કારણે આ તમામ વિસ્તારોમાં વરસાદને કારણે ઠંડી વધી શકે છે.તમને જણાવી દઈએ કે, મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ છે.

બીજી તરફ ઉત્તર મહારાષ્ટ્રમાં પહેલેથી જ ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. આવા સંજોગોમાં વિદર્ભના વિસ્તારોમાં પણ તાપમાનમાં ઘટાડો થતાં અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીની શક્યતા છે અને હવે હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં ઠંડીમાં વધુ વધારો થવાની સંભાવના છે.

મુંબઈના તાપમાનમાં થઈ રહી છે વધઘટ

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી મુંબઈના તાપમાનમાં વધઘટ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં બુધવારે કોલાબા વેધશાળામાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે સાંતાક્રુઝ વેધશાળામાં મહત્તમ તાપમાન 31.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17.9 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ ગુરુવારે તેમાં ઘટાડો નોંધાયો હતો.

તમને જણાવવુ રહ્યુ કે, ગુરુવારે કોલાબા વેધશાળામાં મહત્તમ તાપમાન 28.7 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 19.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે સાંતાક્રુઝ વેધશાળામાં મહત્તમ તાપમાન 30.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતુ.

મુંબઈમાં સવારથી વાદળછાયુ વાતાવરણ

તમને જણાવી દઈએ કે, શનિવારે પાલઘર, થાણે, મુંબઈ, રાયગઢ, રત્નાગિરી, ધુલે, નંદુરબાર, જલગાંવ, નાસિક, અહમદનગર, પુણે જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે. તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે પુણે, રત્નાગીરી, સિંધુદુર્ગ, ભંડારા, ચંદ્રપુર, ગઢચિરોલી, જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. ત્યારે હાલ માવઠાની આગાહીને પગલે જગતના તાત પર ચિંતાના વાદળો ઘેરાયા છે.

આ પણ વાંચો : Mumbai : તાડદેવ વિસ્તારમાં 20 માળની બહુમાળી ઈમારતમાં ભીષણ આગ, સાત લોકોના થયા મોત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati