Mumbai: સાકીનાકા બળાત્કાર કેસની તપાસ માટે SITની રચના, ACP જ્યોત્સના રાસમના નેતૃત્વ હેઠળ થશે તપાસ

પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ મુંબઈના સાકીનાકા વિસ્તારમાં સનસનીખેજ બળાત્કારની ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની રચના કરી છે. મહિલા એસીપી (મદદનીશ પોલીસ કમિશનર) જ્યોત્સના રસમને આ ટીમના હેડ બનાવવામાં આવ્યા છે.

Mumbai: સાકીનાકા બળાત્કાર કેસની તપાસ માટે SITની રચના, ACP જ્યોત્સના રાસમના નેતૃત્વ હેઠળ થશે તપાસ
મુંબઈમાં સકીનાકા બળાત્કાર કેસનો આરોપી.

પોલીસ કમિશનર હેમંત નાગરાલે (Hemant Nagrale) મુંબઈના સાકીનાકા વિસ્તારમાં સનસનીખેજ બળાત્કારની ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની રચના કરી છે. મહિલા એસીપી (મદદનીશ પોલીસ કમિશનર) જ્યોત્સના રાસમને આ ટીમના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

 

આ તમામ માહિતી શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખુદ પોલીસ કમિશનરે આપી હતી. બીજી બાજુ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ કહ્યું છે કે આ મામલાની ગંભીરતાને જોતા તેની ટ્રાયલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં હાથ ધરવામાં આવશે. જેથી આરોપીઓને વહેલી તકે સખત સજા મળી શકે.

 

પત્રકાર પરિષદમાં પત્રકારો સાથે વાત કરતા મુંબઈ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે શરૂઆતમાં આ કેસમાં બહાર આવી રહેલી હકીકતો પરથી એવું લાગતું હતું કે આ ઘટનામાં એકથી વધુ આરોપીઓ સામેલ હોઈ શકે છે. હાલમાં અત્યાર સુધીની તપાસ દરમિયાન  એક આરોપી સામે આવ્યો છે, જેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ મામલો ગંભીર છે. આમાં બીજી ઘણી શક્યતાઓ બહાર આવી રહી છે. એટલા માટે આ મામલાની તપાસ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી.

 

પીડિતાને ટેમ્પો દ્વારા હોસ્પિટલે પહોંચાડવામાં આવી

મુંબઈ પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે આ ઘટના વિશેની માહિતી પોલીસને શુક્રવારે એટલે કે 10 સપ્ટેમ્બર 2021 સવારે મળી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ટીમ કાર્ડબોર્ડ કંપનીમાં પહોંચી ત્યારે સ્થળ પર પોલીસને એક મહિલા ગંભીર હાલતમાં મળી હતી.

 

પ્રાથમિક સારવાર માટે એમ્બ્યુલન્સની રાહ જોયા વગર તેને ટેમ્પો દ્વારા જ હોસ્પિટલે પહોંચાડવામાં આવી હતી. કારણ કે પહેલા ઈજાગ્રસ્ત પીડિતાનો જીવ બચાવવો જરૂરી હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બળાત્કારનો આ કિસ્સો શુક્રવારે વહેલી સવારે મુંબઈના સાકીનાકા વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો હતો.

 

 

ખૈરાણી રોડ પર 30 વર્ષની મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બળાત્કાર બાદ આરોપીએ મહિલાના સંવેદનશીલ અંગોને પણ ખરાબ રીતે નુકસાન પહોંચાડ્યું હતું. આરોપી દ્વારા પીડિતા સાથે જે પ્રકારનું ઘાતકી વર્તન કરવામાં આવ્યું હતું, તે ફરી એકવાર દિલ્હીના નિર્ભયા બળાત્કાર અને હત્યા કેસની ડરામણી ઘટનાની યાદ અપાવી દે છે. પીડિતાને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવી હતી. જ્યાં શનિવારે સવારે તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલાના ખુલાસામાં ઘટનાસ્થળની આસપાસ લગાવેલા સીસીટીવીના ફૂટેજથી પોલીસને આરોપી સુધી પહોંચવામાં ઘણી મદદ મળી છે.

 

રાષ્ટ્રીય મહિલા આયોગે આ બાબતને ગંભીરતાથી લીધી

બીજી બાજુ આ બાબત મીડિયામાં આવતા જ રાષ્ટ્રીય મહિલા આયોગે આપમેળે આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી. શનિવારે વહેલી સવારે રાજાવાડી હોસ્પિટલ (ઘાટકોપર)માં સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થતાં જ મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારની ગતિ તેજ થઈ ગઈ. ઉતાવળમાં રાજ્યના મુખ્યમંત્રીએ આ મામલાની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કરાવવાની જાહેરાત કરી હતી.

 

બીજી બાજુ મુંબઈ પોલીસ કમિશનરે પણ શનિવારે બપોરે પત્રકાર પરિષદ યોજીને આ કેસની તપાસ માટે SITની રચનાની જાહેરાત કરી હતી. આ કેસની તપાસ સાથે સંકળાયેલી SITની ટીમને આશા છે કે કોર્ટમાં આરોપીને દોષિત સાબિત કરવા માટે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ ખૂબ મદદરૂપ સાબિત થશે.

 

આ પણ વાંચો :  Mumbai Sakinaka Rape : મુંબઈની ‘નિર્ભયા’ એ સારવાર દરમ્યાન દમ તોડ્યો, બળાત્કારીએ હેવાનિયતની તમામ હદ પાર કરી હતી

Click on your DTH Provider to Add TV9 Gujarati