સરકારી નોકરીઓની તૈયારી કરનારા લોકો માટે મોટા સમાચાર, મહારાષ્ટ્ર સરકારે વય મર્યાદામાં કર્યો વધારો

મહારાષ્ટ્ર સરકારે વય મર્યાદામાં છુટ આપીને ઉમેદવારોને રાહત આપી છે. મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકારના આ નિર્ણય બાદ હવે 31 ડિસેમ્બર 2023 સુધઈ વય મર્યાદામાં છુટ લાગુ રહેશે.

સરકારી નોકરીઓની તૈયારી કરનારા લોકો માટે મોટા સમાચાર, મહારાષ્ટ્ર સરકારે વય મર્યાદામાં કર્યો વધારો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 11:08 PM

સરકારી નોકરીની તૈયારી કરનારા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારે નોકરીઓ માટે વય મર્યાદામાં બે વર્ષનો વધારો કર્યો છે. આ તે ઉમેદવારો માટે રાહતની વાત છે, જે કોરોનાકાળ દરમિયાન વેકેન્સી ના બહાર પડવાના કારણે સરકારી નોકરીઓની પરીક્ષામાં હાજર રહી શક્યા નહતા અને આ દરમિયાન તેમની ઉંમર નીકળી ગઈ.

હવે સરકારે વય મર્યાદામાં છુટ આપીને તેમને રાહત આપી છે. મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકારના આ નિર્ણય બાદ હવે 31 ડિસેમ્બર 2023 સુધઈ વય મર્યાદામાં છુટ લાગુ રહેશે.

મહારાષ્ટ્ર સરકાર તરફથી રાજ્ય વહીવટના વિવિધ વિભાગોમાં 75,000 પદ પર ભરતીઓની જાહેરાત કરવામાં આવી હતી. આ ભરતીઓ માટે આ નિર્ણય ખુબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આ વર્ષે સ્વતંત્રતાના અમૃત મહોત્સવ હોવાના કારણે રાજ્ય સરકારે 75 હજાર લોકોની ભરતીની જાહેરાત કરી છે. કોરોનાકાળમાં બે વર્ષ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન જ થઈ શક્યું નહીં. આવી સ્થિતિમાં ઘણા ઉમેદવારોની ઉંમર બેઠા બેઠા પસાર થઈ ગઈ હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ પણ વાંચો: Gujarati Video: સુરતના વેસુ વિસ્તારમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારાને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

જનરલ કેટેગરી માટે વય મર્યાદા હવે 38થી વધીને 40 કરાઈ

આવા વિદ્યાર્થીઓ તરફથી વય મર્યાદામાં છૂટછાટ આપવા ખાસ માંગ કરવામાં આવી હતી. તેમની માંગણી સ્વીકારવામાં આવી છે અને હવે ઉંમરમાં છૂટછાટ 2 વર્ષ માટે લંબાવવામાં આવી છે. અત્યાર સુધી જે ઓપન કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદા 38 વર્ષ હતી, તે હવે 40 વર્ષ કરવામાં આવી છે.

પછાત વર્ગના ઉમેદવારો માટે જે વય મર્યાદા 43 વર્ષ હતી, તે હવે વધારીને 45 વર્ષ કરવામાં આવી છે. 31 ડિસેમ્બર 2023 સુધી જે પરીક્ષાઓથી જોડાયેલી જાહેરાતો આવશે, તેમાં આ ઉંમરની છુટ લાગુ રહેશે.

મહારાષ્ટ્ર સરકારનો સંબંધિત મામલે આદેશ જાહેર

મહારાષ્ટ્રની શિંદે-ફડણવીસ સરકારે આ મામલે પોતાનો આદેશ પણ જાહેર કરી દીધો છે. મહારાષ્ટ્રમાં લાખો વિદ્યાર્થી નોકરી મેળવવા માટે મહેનત કરી રહ્યા છે. તેમના માટે તે રાત-દિવસ મહેનત કરે છે.

ઘણા લોકોને તેમાં સફળતા મળે છે. ઘણા લોકોને નથી મળતી. તે પછી અન્ય નોકરી માટે પ્રયત્ન કરે છે. આવુ કરવામાં ઘણા લોકોની વય મર્યાદા ખત્મ થઈ જાય છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારનો આ નિર્ણય ઘણા ઉમેદવારો માટે રાહતના સમાચાર લઈને આવ્યો છે.

g clip-path="url(#clip0_868_265)">