Anil Deshmukh: મહારાષ્ટ્રના પુર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને લાગ્યો આંચકો, સ્પેશિયલ કોર્ટે જામીન અરજી ફગાવી
સ્પેશિયલ કોર્ટના જજ આરએન રોકડેએ અનિલ દેશમુખના ડિફોલ્ટ જામીનની સુનાવણી કરી અને તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો. ED દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો સમયસર જવાબ ન આપવા બદલ દેશમુખની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
મહારાષ્ટ્રના પુર્વ ગૃહમંત્રી અને એનસીપી નેતા અનિલ દેશમુખની (Anil Deshmukh) મુસીબતો ઓછી થતી દેખાતી નથી. મુંબઈની સ્પેશિયલ કોર્ટે મંગળવારે (18 જાન્યુઆરી) તેને આંચકો આપ્યો છે. સ્પેશિયલ પીએમએલએ કોર્ટે તેમની ડિફોલ્ટ જામીન અરજી ફગાવી દીધી છે. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા કરાયેલી વસૂલાતના આરોપમાં કોર્ટે દેશમુખને જામીન આપ્યા નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આ કેસમાં 2 નવેમ્બર 2021ના રોજ અનિલ દેશમુખની ધરપકડ કરી હતી. EDનો આરોપ છે કે બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજે દ્વારા ડિસેમ્બર 2020 અને માર્ચ 2021 વચ્ચે બાર માલિકો પાસેથી કરાયેલી રિકવરી સચિન વાજે દ્વારા અનિલ દેશમુખને પહોંચાડવામાં આવી હતી. ત્યારપછી અનિલ દેશમુખે તે પૈસાનો ઉપયોગ પોતાના ધંધામાં કર્યો.
સ્પેશિયલ કોર્ટના જજ આરએન રોકડેએ અનિલ દેશમુખના ડિફોલ્ટ જામીનની સુનાવણી કરી અને તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો. ED દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો સમયસર જવાબ ન આપવા બદલ દેશમુખની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી. જામીન માટે કરાયેલી અપીલમાં અનિલ દેશમુખે પોતાની અરજીમાં કહ્યું હતું કે તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા બાદ તેણે ફોજદારી પ્રક્રિયા મુજબ 60 દિવસ પૂરા કર્યા છે. તેણે કોર્ટનું ધ્યાન દોર્યું કે તેની કસ્ટડી વારંવાર લંબાવવામાં આવી રહી છે. તેની ન્યાયિક કસ્ટડી 27 ડિસેમ્બર 2021થી વધારીને 9 જાન્યુઆરી 2022 સુધી કરવામાં આવી હતી.
સ્પેશિયલ PMLA કોર્ટે પરમબીર સિંહ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપો પર જામીન અરજી ફગાવી
Special PMLA court rejects default bail plea of Maharashtra former home minister Anil Deshmukh, in connection with the corruption charges levelled against him by former Mumbai Police Commissioner Param Bir Singh
— ANI (@ANI) January 18, 2022
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે અનિલ દેશમુખ રાજ્યના ગૃહ પ્રધાન તરીકે ફરજ બજાવતા હતા ત્યારે મુંબઈના બાર અને રેસ્ટોરન્ટમાંથી 100 કરોડ રૂપિયાની ઉચાપત કરવા માટે પોલીસ અધિકારીઓનો ઉપયોગ કરી રહ્યા હતા. પરમબીર સિંહ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર EDએ દેશમુખ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. આ આરોપમાં દેશમુખની ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ રાજ્ય સરકારે પણ પરમબીર સિંહના આરોપોની તપાસ હાથ ધરવાની પહેલ કરી હતી. રાજ્ય સરકારે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કૈલાશ ઉત્તમચંદ ચાંદીવાલની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરી હતી.
દેશમુખ પર આરોપ લગાવનાર પરમબીર મંગળવારે પણ એસીબી સમક્ષ હાજર થયા ન હતા
બીજી તરફ, પરમબીર સિંહ પોતે વસૂલાતના જુદા જુદા કેસોમાં સંડોવાયેલા હતા અને લાંબા સમયથી ચાંદીવાલ કમિશન સમક્ષ હાજર થવા માટે અચકાતા હતા. બાદમાં, જ્યારે તેમને ધરપકડથી રક્ષણની ખાતરી આપવામાં આવી, ત્યારે તે ચાંદીવાલ કમિશન સમક્ષ હાજર થયા. એટલે સુધી કે, મંગળવારે (18 જાન્યુઆરી) એ પણ એક વસુલી મામલે પરમબીર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) સમક્ષ હાજર થવામાં નિષ્ફળ ગયા. એસીબીના અધિકારીએ આ માહિતી આપી હતી.
આ પણ વાંચો : Corona Third Wave: શું મહારાષ્ટ્રમાં કોરોનાની લહેર થંભી રહી છે? જાણો શું કહે છે નિષ્ણાંતો