મહારાષ્ટ્રના ડીજીપીએ સાયરસ મિસ્ત્રીના નિધનની તપાસ માટે આપ્યો આદેશ

આ મામલે મહારાષ્ટ્રના ડીજીપીએ ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના (Cyrus Mistry) નિધનનું દુ:ખ વ્યક્ત કર્યું છે અને વિગતવાર તપાસ માટે આદેશ આપ્યો છે.

મહારાષ્ટ્રના ડીજીપીએ સાયરસ મિસ્ત્રીના નિધનની તપાસ માટે આપ્યો આદેશ
Cyrus Mistry
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2022 | 6:29 PM

ટાટા ગ્રૂપના (Tata Group) ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું (Cyrus Mistry) રવિવારે એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. મળતી જાણકારી મુજબ રોડ માર્ગે સાયરસ મિસ્ત્રી અમદાવાદથી મુંબઈ જઈ રહ્યા હતા. ત્યારબાદ તેમની કાર મુંબઈની નજીક આવેલા પાલઘર પાસે ડિવાઈડર સાથે અથડાઈ હતી. તમને જણાવી દઈએ કે કારમાં મિસ્ત્રી સહિત ચાર લોકો હતા. જેમાંથી બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બે લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ મામલે મહારાષ્ટ્રના ડીજીપીએ ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના નિધનનું દુ:ખ વ્યક્ત કર્યું છે અને વિગતવાર તપાસ માટે આદેશ આપ્યો છે.

સાયરસ મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968ના રોજ થયો હતો

સાયરસ મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968ના રોજ થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલમાં થયું હતું. તેણે ઈમ્પિરિયલ કોલેજ લંડનમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. તેમણે લંડન બિઝનેસ સ્કૂલમાંથી માસ્ટર ડિગ્રી (મેનેજમેન્ટ) મેળવી છે અને તેઓ સિવિલ એન્જિનિયર્સની સંસ્થાના ફેલો છે.

સાયરસ મિસ્ત્રી એક શક્તિશાળી ઉદ્યોગપતિ પલોનજી મિસ્ત્રી અને પેટ્સી પેરીન ડુબાશના સૌથી નાના પુત્ર હતા. મિસ્ત્રીએ જાણીતા વકીલ ઈકબાલ ચાગલાની પુત્રી અને જાણીતા ન્યાયશાસ્ત્રી એમસી ચાગલાની પૌત્રી રોહિકા ચાગલા સાથે લગ્ન કર્યા છે. મિસ્ત્રી આઇરિશ નાગરિક છે અને ભારતના કાયમી નિવાસી છે.

સાયરસ મિસ્ત્રીની પોતાની સંપત્તિ 1000 કરોડથી વધુ

ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેનનો બિઝનેસ ઘણા દેશોમાં ફેલાયેલો છે. સાયરસ મિસ્ત્રીનો બિઝનેસ ભારત, પશ્ચિમ એશિયા અને આફ્રિકામાં ફેલાયેલો છે. સાયરસ મિસ્ત્રીની પોતાની સંપત્તિ 1000 કરોડથી વધુ છે. ટાટા સન્સમાં સાયરસ મિસ્ત્રી 18.4 ટકા હિસ્સો ધરાવે છે. સાયરસ મિસ્ત્રી 2012 થી 2016 સુધી ટાટા ગ્રુપના ચેરમેન હતા. 4 સપ્ટેમ્બર 1968ના રોજ મુંબઈ (તે સમયે બોમ્બે)માં જન્મેલા મિસ્ત્રી ટાટા ગ્રુપના છઠ્ઠા ચેરમેન હતા.

આ વર્ષે જૂનમાં પિતાનું અવસાન થયું હતું

આ વર્ષે 28 જૂને સાયરસના પિતા અને બિઝનેસ ટાયકૂન પલોનજી મિસ્ત્રી (93)નું અવસાન થયું હતું. સાયરસ અને તેમના પિતાના મૃત્યુ પછી, તેમના પરિવારમાં તેમની માતા પેટ્સી પેરીન ડુબાસ, શાપૂર મિસ્ત્રી ઉપરાંત બે બહેનો લૈલા મિસ્ત્રી અને આલુ મિસ્ત્રી છે.

રતન ટાટા સાથે હતો ખાસ સંબંધ

સાયરસ મિસ્ત્રીને 2012માં ટાટા સન્સ ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. રતન ટાટાને હટાવીને તેમને આ પદ પર મૂકવામાં આવ્યા હતા. 2016માં મિસ્ત્રીને અચાનક ચેરમેન પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. સાયરસ મિસ્ત્રી એક ટ્રિલિયોનેર પરિવાર સાથે જોડાયેલા દેશના જાણીતા ઉદ્યોગપતિ હતા. 2019 માં, તેઓ ટાટા જૂથના ચેરમેન બન્યા. ટાટા જૂથમાં ચેરમેન તરીકેની તેમની કારકિર્દી વિવાદાસ્પદ હતી. રતન ટાટા સાથે તેમનું બનતું ન હતું. બાદમાં તેમને ટાટા ગ્રુપ છોડી દીધું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">