AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Local: જીંદગીથી નિરાશ થઈને અચાનક ટ્રેન સામે આવી ગઈ મહિલા, મોટરમેને સમજદારી પૂર્વક ચાલતી ટ્રેનને રોકી અને બચાવ્યો જીવ

એક 60 વર્ષીય વૃદ્ધ મહિલાએ જીવનથી નિરાશ થઈને એક મોટું પગલું ભર્યું. મુંબઈને અડીને થાણે જિલ્લામાં વસઈ રોડ નામનું રેલવે સ્ટેશન છે. ત્યાં પહોંચીને આ વૃદ્ધ મહિલા સામેથી આવતી મુંબઈ લોકલ ટ્રેનના પાટા પર ઉભા રહી ગયા હતા.

Mumbai Local: જીંદગીથી નિરાશ થઈને અચાનક ટ્રેન સામે આવી ગઈ મહિલા, મોટરમેને સમજદારી પૂર્વક ચાલતી ટ્રેનને રોકી અને બચાવ્યો જીવ
મુંબઈને અડીને આવેલા વસઈ રેલવે સ્ટેશન પર 60 વર્ષની મહિલાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 11:15 PM
Share

આખી જીંદગીમાં માણસ પોતાની તકલીફોનો બોજો ઉઠાવતો ફરે છે, પોતાના સંઘર્ષોમાંથી આગળ વધવાનો સતત પ્રયત્ન કરતો માણસ જ્યારે સમયની આંટી ઘૂટીમાં ગુંચવાઈ જતો હોય છે. ત્યારે તેના માટે જીંદગી જ એક બોજ બની જતી હોય છે અને ત્યારે માનવી એવુ વિચારવા લાગે છે કે જીંદગીના બોજ તો ઉપાડી લીધા પણ હવે આ બોજ બની ગયેલી જીંદગીનો ભાર કેવી રીતે ઉચકી શક્શે. આવી પરિસ્થિતીમાંથી પસાર થતો માણસ ક્યારેક ન કરવાનું વિચારતો હોય છે.

આવી જ એક ઘટના મુંબઈમાં બની છે. 60 વર્ષના વૃદ્ધાએ જીંદગીથી કંટાળીને એક મોટું પગલુ ભર્યું. મુંબઈને અડીને થાણે જિલ્લામાં વસઈ રોડ નામનું રેલવે સ્ટેશન છે. ત્યાં જઈને આ વૃદ્ધ મહિલા સામેથી આવતી મુંબઈ લોકલ ટ્રેનના પાટા પર ઉભા રહી ગયા હતા. મોટરમેને સમજદારી બતાવી અને ટ્રેનને રોકી. રેલવે પોલીસના એક કર્મચારીએ દોડીને મહિલાને પાટા પરથી હટાવ્યા હતા.

જીવનમાં ઘણી તકલીફ આવતી હોય છે, પરંતુ જ્યારે જીવન પોતે જ તકલીફ બની જાય છે ત્યારે 

સંબંધિત મહિલા મુંબઈને અડીને આવેલા નાલાસોપારામાં રહે છે. પતિનું થોડા વર્ષો પહેલા મૃત્યુ થયુ હતું. પુત્ર તેમને છોડીને પૂણેમાં રહે છે. એટલે કે આ 60 વર્ષીય મહિલાએ પોતાના દીકરાને નાનાપણથી ઉછેર્યો, પોતાના પગ પર ઉભો કર્યો, પતિની સંભાળ લીધી, પરિવાર માટે પોતાનું જીવન વિતાવ્યું. પોતાની વિશે ક્યારેય વિચાર્યું નહી. હંમેશા પતિ વિશે વિચાર્યું, પુત્ર વિશે વિચાર્યું. પતિએ દુનિયા છોડી દીધી જ્યારે દીકરાએ ઘર છોડી દીધુ!

પતિએ દુનિયા છોડી, દીકરાએ ઘર છોડ્યું… જીવનમાં બીજું શું બાકી રહ્યું છે?

તેથી જીવનથી નિરાશ થઈને આ મહિલાએ પોતાનું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો. તેમણે વસઈ રોડ રેલવે સ્ટેશન પર ડહાણુથી અંધેરી મુંબઈ લોકલ ટ્રેન સામે જંપલાવ્યું હતું. પરંતુ મોટરમેને તેમને જોઈને તરત જ ટ્રેન રોકી દીધી અને હોર્ન વગાડ્યો, આ જોઈને પ્લેટફોર્મ પર ફરજ બજાવતા GRP પોલીસ કર્મચારી એકનાથ નાઈક દોડી ગયા અને મહિલાને પકડીને પાટા પરથી દૂર કર્યા. રેલવે પોલીસે મહિલાને વૃદ્ધાશ્રમમાં મોકલી આપ્યા છે. આ ઘટના શનિવારે સવારે 10.01 વાગ્યે બની હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.

આત્મહત્યા રોકવાના હેતુથી 10 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ દર વર્ષે 10 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોમાં આત્મહત્યા જેવા પગલાં લેતા રોકવા માટે જાગૃતિ લાવવાનો છે. ઈન્ટરનેશનલ એસોસિએશન ફોર સુસાઈડ પ્રિવેન્શન (IASP) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા 2003માં તેની શરૂઆત કરવામાં આવી હતી. આઈએએસપી (IASP) દર વર્ષે આ દિવસની ઉજવણી માટે 60થી વધુ દેશોમાં ઘણાં કાર્યક્રમોનું આયોજન કરે છે.

આ પણ વાંચો : Rain Updates : દિલ્હી સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, રાયગઢ, પૂણે સહિત મધ્ય મહારાષ્ટ્રમાં એલર્ટ

આ પણ વાંચો :  Maharashtra Corona Updates: નાગપુરે વધારી દેશની ચિંતા, પૂણેથી ટ્રેનિંગ લઈને આવેલા 12 પોલીસકર્મી કોરોના પોઝિટીવ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">