Maharashtra Corona: કોરોનાના નવા કેસમાં રવિવારની તુલનામાં લગભગ 10 હજારનો ઘટાડો, 31,111 નવા કેસ સાથે 122 નવા ઓમિક્રોન દર્દીઓ

રવિવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 41 હજાર નવા કેસ નોંધાયા હતા, 29 લોકોના મોત થયા હતા, પરંતુ સોમવારે સંક્રમણના કેસની સાથે મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે.

Maharashtra Corona: કોરોનાના નવા કેસમાં રવિવારની તુલનામાં લગભગ 10 હજારનો ઘટાડો, 31,111 નવા કેસ સાથે 122 નવા ઓમિક્રોન દર્દીઓ
Corona Cases Decrease In Maharashtra (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 10:59 PM

મહારાષ્ટ્રમાં રવિવારની તુલનામાં કોરોના સંક્રમણના (Maharashtra Corona) નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 31,111 નવા કેસ નોંધાયા છે, જ્યારે 24 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં કોરોનાના 2,67,334 સક્રિય કેસ છે. રાહતની વાત એ પણ છે કે 29,092 દર્દીઓએ વાયરસને (Corona Virus) માત આપી છે. મહારાષ્ટ્રમાં રવિવારની સરખામણીમાં આજે કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ ઓમિક્રોનનું જોખમ ટળતો દેખાઈ રહ્યો નથી. રાજ્યમાં આજે ઓમિક્રોનના 122 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1860 પર પહોંચી ગઈ છે.

રવિવારે મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાના 41 હજાર નવા કેસ નોંધાયા, 29 લોકોના મોત થયા. પરંતુ સોમવારે સંક્રમણના કેસોની  સાથે મૃત્યુની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી સંક્રમિતોની સંખ્યા 40 હજારને પાર થઈ રહી હતી, પરંતુ આજે નવા કેસોમાં લગભગ 10 હજારનો ઘટાડો નોંધાયો છે. એક રાહતના સમાચાર એ પણ છે કે રાજધાની મુંબઈમાં સંક્રમણના કેસ સતત ઘટી રહ્યા છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

કોરોનાના સંક્રમણના 31,111 નવા કેસ

ઓમીક્રોનના 122 નવા કેસ મળ્યા બાદ ખળભળાટ

રવિવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના માત્ર 8 નવા કેસ નોંધાયા હતા, પરંતુ આજે આ આંકડો વધીને 122 થઈ ગયો છે. શુક્રવાર અને શનિવારે પણ ઓમિક્રોનના 100 થી વધુ કેસ નોંધાયા હતા. રવિવારે તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, આજે ફરી એકવાર આ આંકડો 100 થી 122 ને વટાવી ગયો છે.

મહારાષ્ટ્ર માટે એ પણ રાહતની વાત છે કે જેટલા નવા દર્દીઓ બહાર આવી રહ્યા છે, એટલા જ લગભગ સાજા પણ થઈ રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં સંક્રમણના 31 હજાર 111 નવા દર્દીઓ મળી આવ્યા છે. તે જ સમયે, 29092 દર્દીઓ સંક્રમણથી સાજા પણ થયા છે. તે સ્પષ્ટ છે કે નવા કેસોની સંખ્યા અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા વચ્ચે બહુ તફાવત નથી.

કોરોનાથી લડવા માટે આવી રહી છે વેક્સીન

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન પર ટૂંક સમયમાં સ્વદેશી વેક્સીન (Corona Vaccine on Omicron) આવી રહી છે. આ રસી મહારાષ્ટ્રના પુણેમાં તૈયાર થશે. ઓમિક્રોનથી છુટકારો મેળવવા માટે આ રસી અસરકારક રહેશે. ડેલ્ટા વેરિઅન્ટ પછી, ઓમિક્રોન વેરિઅન્ટે સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે.

ડેલ્ટા કરતા વધારે ઝડપથી ફેલાતા આ વેરિઅન્ટ સામે લડવા માટે પુણે સ્થિત એક ફાર્માસ્યુટિકલ કંપની આ રસી તૈયાર કરી રહી છે. જીનોવા બાયોફાર્માસ્યુટિકલ (Gennova Biopharmaceuticals Pune) નામની આ કંપનીનું સંશોધન ત્રીજા તબક્કામાં પહોંચી ગયું છે. આ કંપનીએ એમઆરએનએ (mRNA vaccine for omicron) રસી તૈયાર કરી છે.

આ પણ વાંચો : Corona Vaccine on Omicron: ઓમિક્રોન પર આવી રહી છે પહેલી સ્વદેશી વેક્સીન, મહારાષ્ટ્રમાં પુણેમાં થઈ રહી છે તૈયારી

g clip-path="url(#clip0_868_265)">