Corona Vaccine on Omicron: ઓમિક્રોન પર આવી રહી છે પહેલી સ્વદેશી વેક્સીન, મહારાષ્ટ્રમાં પુણેમાં થઈ રહી છે તૈયારી
mRNA પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવેલી આ રસી દેશ માટે એક મોટી ઉપલબ્ધિ સાબિત થશે. આ પછી કંપની પાસે સીધી ઓમિનેક્રોન ટાર્ગેટ કરવાવાળી વેક્સીન પણ તૈયાર છે. આ પહેલા તેને મંજુરી મળવાની રાહ જોવાઈ રહી છે.
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન પર ટૂંક સમયમાં સ્વદેશી વેક્સીન ( Corona Vaccine on Omicron) આવી રહી છે. આ રસી મહારાષ્ટ્રના પુણેમાં તૈયાર થશે. ઓમિક્રોનથી છુટકારો મેળવવા માટે આ રસી અસરકારક રહેશે. ડેલ્ટા વેરિઅન્ટ પછી, ઓમિક્રોન વેરિઅન્ટે સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવ્યો છે. ડેલ્ટા કરતા વધારે ઝડપથી ફેલાતા આ વેરિઅન્ટ સામે લડવા માટે પુણે સ્થિત એક ફાર્માસ્યુટિકલ કંપની આ રસી તૈયાર કરી રહી છે. જીનોવા બાયોફાર્માસ્યુટિકલ (Gennova Biopharmaceuticals Pune) નામની આ કંપનીનું સંશોધન ત્રીજા તબક્કામાં પહોંચી ગયું છે. આ કંપનીએ એમઆરએનએ (mRNA vaccine for omicron) રસી તૈયાર કરી છે.
આંતરરાષ્ટ્રીય માપદંડોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ સ્વદેશી રસીના સંશોધનના બીજા તબક્કાનો ડેટા કેન્દ્ર સરકારની નિયમનકારી સંસ્થાને આપવામાં આવ્યો છે. હવે આ કંપની ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) ની વિષય નિષ્ણાત સમિતિ (SEC) ની મંજૂરીની રાહ જોઈ રહી છે. આ સંસ્થા ટૂંક સમયમાં કંપની દ્વારા તૈયાર કરાયેલી ફોર્મ્યુલાની સમીક્ષા કરશે અને તેની મંજૂરી આપશે. આ સમાચાર સમાચાર એજન્સી ANI દ્વારા આપવામાં આવ્યા છે.
ઓમિક્રોનનો સામનો કરવા માટે સ્વદેશી રસી, મહારાષ્ટ્રના પુણેમાં તૈયાર થશે
#COVID19 | Pune based Gennova Biopharmaceuticals has submitted phase 2 data of mRNA vaccine & has also completed the recruitment of phase 3 data. Drugs Controller General of India's (DCGI) Subject Expert Committee (SEC) is expected to review the data soon: Official sources pic.twitter.com/hevoMqoDNM
— ANI (@ANI) January 17, 2022
વેક્સીન પ્રોડક્શન માટે છે તૈયાર, માત્ર મંજુરી મળવાની રાહ જોવાઈ રહી છે.
આ mRNA રસી SARS-CoV2 વાયરસના ડેલ્ટા વેરિઅન્ટ માટે વિકસાવવામાં આવી છે. સંશોધનના બીજા તબક્કા દરમિયાન, તેના બે ડોઝનું 3000 લોકો પર પરીક્ષણ કરવામાં આવ્યું છે. હવે ટેસ્ટિંગનો ત્રીજો તબક્કો શરૂ થવાનો છે. હાલમાં, કંપનીએ તેનું જરૂરીયાત મુજબ ઉત્પાદન શરૂ કર્યું છે. મંજૂરી મળ્યા બાદ સંપૂર્ણ ઉત્પાદન શરૂ કરી શકાશે. હાલમાં, કંપની ઝડપથી તેનું ઉત્પાદન કરી રહી નથી કારણ કે તેનાથી રસી બગડી જવાનો ભય છે. એટલા માટે કંપની મંજૂરી મેળવવાની રાહ જોઈ રહી છે.
mRNA પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવેલી આ રસી દેશ માટે એક મોટી ઉપલબ્ધિ સાબિત થશે. આ પછી કંપની પાસે સીધી ઓમિક્રોનને ટાર્ગેટ કરવાવાળી વેક્સીન પણ તૈયાર છે. જો પહેલા તેને મંજૂરી મળી જશે તો તેનું ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવશે.