Maharashtra: સચિન વાજેને નોકરી પર ફરી લાવવા માટે સીએમ, ગૃહમંત્રી અને પર્યાવરણ મંત્રીનું હતું દબાણ, પરમબીર સિંહનો મોટો ખુલાસો

બીજી તરફ અનિલ દેશમુખે પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢીને EDની પૂછપરછમાં પરમબીર સિંહને એન્ટિલિયા બ્લાસ્ટ અને મનસુખ હિરેન હત્યા કેસના માસ્ટરમાઇન્ડ ગણાવ્યા છે.

Maharashtra: સચિન વાજેને નોકરી પર ફરી લાવવા માટે સીએમ, ગૃહમંત્રી અને પર્યાવરણ મંત્રીનું હતું દબાણ, પરમબીર સિંહનો મોટો ખુલાસો
Parambir Singh, Anil Deshmukh & Uddhav Thackeray
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 02, 2022 | 9:23 PM

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે (Parambir Singh) ફરી એકવાર મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે સસ્પેન્ડ કરાયેલા સચિન વાજેને નોકરી પર ફરી લાવવા માટે તેમના પર મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે, તત્કાલીન ગૃહ પ્રધાન અનિલ દેશમુખ અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેનું સીધું દબાણ હતું. પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટક વાહન રાખવાના અને તે વાહનના માલિક મનસુખ હિરેનની હત્યાના કેસમાં સચિન વાજે મુખ્ય આરોપી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પૂછપરછમાં પરમબીર સિંહે આ ખુલાસો કર્યો છે. પરમબીર સિંહે એ વાતનો પણ ખુલાસો કર્યો છે કે સચિન વાજેને શિવસેનામાં સામેલ કર્યા બાદ તેમને મહત્વપૂર્ણ પદો પર નિયુક્ત કરવાનું પણ દબાણ હતું.

બીજી બાજુ અનિલ દેશમુખે ED દ્વારા હાથ ધરાયેલી પૂછપરછમાં પરમબીર સિંહના આરોપોને નકારી કાઢ્યા છે. દેશમુખે તેનાથી વિપરીત કહ્યું છે કે પરમબીર સિંહ એન્ટિલિયા બ્લાસ્ટ અને મનસુખ હિરેનની હત્યા કેસના માસ્ટરમાઈન્ડ હતા. તેમણે ED અધિકારીઓને એમ પણ કહ્યું કે પરમબીર સિંહ કોઈપણ સવાલોના સીધા જવાબ આપતા ન હતા. તે હંમેશા મૂંઝવણભર્યા જવાબો જ આપતા હતા. પરંતુ પોલીસ વિભાગના અધિકારીઓના ટ્રાન્સફર પોસ્ટિંગ રેકેટ અંગે પોતાના ઉપર લાગેલા આરોપોને દેશમુખે શિવસેનાના નેતા અને મંત્રી અનિલ પરબ તરફ પાસ કરી દીધા. તેમણે કહ્યું કે અધિકારીઓની બદલીનું લિસ્ટ તેમની પાસે અનિલ પરબ લાવતા હતા.

અનિલ દેશમુખે વાજે પાસેથી બે કરોડ માગ્યા, અર્નબ ગોસ્વામીનો કેસ અપાવ્યો

પરમબીર સિંહે EDને આપેલા પોતાના જવાબમાં કહ્યું છે કે CIU યુનિટમાં નિમણૂક આપ્યા બાદ સચિન વાજેને ઘણા મહત્વપૂર્ણ કેસ આપવામાં આવ્યા હતા. તે કેસ સીએમ ઉદ્ધવ ઠાકરે અને અનિલ દેશમુખના કહેવાથી સચિન વાજેને આપવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન સચિન વાજેને ટીઆરપી કૌભાંડનો કેસ પણ આપવામાં આવ્યો હતો.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

આ સાથે પરમબીર સિંહે એમ પણ કહ્યું કે સચિન વાજે તેના નિયમિત રિપોર્ટ્સ અનિલ દેશમુખને આપતા હતા. તેમને દરેક વસ્તુની સીધી માહિતી આપવામાં આવતી હતી. પરમબીર સિંહે એ પણ ખુલાસો કર્યો કે એકવાર સચિન વાજેએ તેમને કહ્યું હતું કે દેશમુખે તેમની પાસેથી પોલીસ સેવામાં ફરી લાવવા માટે 2 કરોડ રૂપિયાની માંગણી કરી હતી.

ટ્રાન્સફર-પોસ્ટિંગ કેસમાં પણ પરમબીર સિંહનો મોટો ખુલાસો

એટલું જ નહીં, પરમબીર સિંહે ED અધિકારીઓની પૂછપરછમાં એવો પણ ખુલાસો કર્યો હતો કે તેમને વારંવાર સરકારી ગેસ્ટ હાઉસ ‘સહ્યાદ્રી’માં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં અનિલ દેશમુખ અને અનિલ પરબ તરફથી પોલીસ અધિકારીઓની બદલી અને પોસ્ટિંગની યાદી આપવામાં આવી હતી. પરમબીર સિંહે જણાવ્યું કે તેમણે 2020માં મુંબઈના ડીસીપીની બદલીનો આદેશ આપ્યો હતો. તત્કાલિન મુખ્ય સચિવ સીતારામ કુંટેએ તે આદેશ પાછો ખેંચી લેવા જણાવ્યું હતું.

પરમબીર સિંહે દાવો કર્યો છે કે સીતારામ કુંટેએ તેમને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો અને તેમને કહેવામાં આવ્યું કે આ સીધો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો આદેશ છે. પરમબીરે પોતાના ખુલાસામાં કહ્યું કે આ પછી તેમણે આદેશ પાછો ખેંચી લીધો. સાથે તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમની પાસે હજુ પણ તે વોટ્સએપ મેસેજ છે.

પરમબીર સિંહે કહ્યું કે દેશમુખ ઘણી વખત નિયમોનું ઉલ્લંઘન કરીને કામ કરાવતા હતા. ક્યારેક તેઓ સીધી સૂચના આપતા તો ક્યારેક સીતારામ કુંટે દ્વારા સૂચના આપાવતા. DCP ઝોન 7માં પ્રશાંત કદમની નિમણૂક પણ અનિલ દેશમુખના કહેવા પર આવી જ રીતે કરવામાં આવી હતી. અનિલ દેશમુખના કારણે પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ બોર્ડના નિયમોનો અનેક વખત ભંગ થયો.

પોલીસ અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગમાં મારો નહીં, અનિલ પરબનો હાથઃ દેશમુખ

પરંતુ અનિલ દેશમુખે પોતાના પર લાગેલા પોલીસ અધિકારીઓ ટ્રાન્સફર પોસ્ટિંગ રેકેટ ચલાવવાના આરોપોના જવાબમાં શિવસેનાના નેતા અને પરીવહન મંત્રી અનિલ પરબ પર તમામ દોષનો ટોપલો ઢોળ્યો હતો. દેશમુખે ED દ્વારા હાથ ધરાયેલી પૂછપરછમાં જણાવ્યું હતું કે અનિલ પરબ પોલીસ અધિકારીઓની યાદી સાથે તેમની પાસે આવતા હતા. તે યાદીમાં શિવસેનાના ધારાસભ્યોના મનપસંદ અધિકારીઓના નામ હતા. તેઓ તેમની ટ્રાન્સફર અને પોસ્ટિંગ માટે અમને ભલામણ કરતા હતા. તે યાદીમાં કોઈની સહી નહોતી. દેશમુખે આ મામલે પોતાનો કોઈ સ્વાર્થ હોવાનો ઈન્કાર કર્યો હતો.

આ પણ વાંચો :  10th-12th Exams: મહારાષ્ટ્રમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ માત્ર ઓફલાઈન જ થશે, કોઈ ફેરફાર નહીં થાય – સૂત્ર

ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
g clip-path="url(#clip0_868_265)">