Burning Truck : સડક પર 4 કિમી સુધી દોડતી રહી સળગતી ટ્રક, છતા ડ્રાઈવરને ન થઈ જાણ, જુઓ VIDEO
પાલઘરના વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, ઘટનાની જાણ થતા જ બે ફાયર ફાઈટરનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને આગને ઓલવવાનું શરૂ કર્યું હતુ.
Maharashtra : મહારાષ્ટ્રના પાલઘરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રોડ પર દોડી રહેલા એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. ટ્રકના (Truck) પાછળના ભાગમાં આગ લાગી હતી પરંતુ ડ્રાઈવરને તેની જાણ સુધ્ધા થઈ ન હતી. મળતી માહિતી અનુસાર આ સળગતો ટ્રક લગભગ 4 કિલોમીટર સુધી રસ્તા પર દોડતો રહ્યો. સૌથી નવાઈની વાત એ છે કે ડ્રાઈવરને (Truck driver) આ વાતની જાણ થઈ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયુ હતું. જેને કારણે આગે આ ટ્રકને સંપૂર્ણ લપેટી લીધી હતી.
સળગતો ટ્રક જોઈને લોકો દંગ રહી ગયા
પાલઘર ફાયર બ્રિગેડના અધિકારીએ આ અંગે જણાવ્યુ હતુ કે, પાલઘર જિલ્લામાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર ચારાથી ભરેલી આઈશર ટ્રકમાં આગ લાગી હતી. તમને જણાવી દઈએ કે, આ ઘટના શુક્રવારે સાંજે પાલઘરના શિરસાદ રેલવે ફાટક નજીક બની હતી.આ સમગ્ર ઘટનાને એક વટેમાર્ગુએ તેના ફોન કેમેરામાં કેદ કરી લીધી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
જુઓ વીડિયો
🔴INDIA:SHOCKING INCIDENT IN PALGHAR, MAHARASHTRA! GHOST RIDER!
A speeding truck laden with fodder kept burning for at least 4km/2.5 miles on #Mumbai–#Ahmedabad highway in #Palghar district#BreakingNews #Video #TruckFire #Fire #Incendio #Accidente #GhostRider pic.twitter.com/AexCofeSWO
— loveworld (@LoveWorld_Peopl) January 30, 2022
બર્નિંગ ટ્રકનો વીડિયો થયો વાયરલ
સળગતી ટ્રકને રસ્તા પર દોડતી જોઈને અન્ય વટેમાર્ગુઓએ ફાયર બ્રિગેડ વિભાગને ઘટનાનીજાણ કરી હતી. પાલઘરના વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, સમાચાર મળતાની સાથે જ બે ફાયર ટેન્ડર આગને બુઝાવવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગને ઓલવવાનું શરૂ કર્યું હતુ. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ ટ્રક સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે.