Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh: ખાનગી લેબોરેટરીમાં આગ લાગતા કનેરિયા હોસ્પિટલમાં પહોંચ્યો ધુમાડો, 10 દર્દીઓનું કરાયુ રેસ્ક્યૂ

Junagadh: ખાનગી લેબોરેટરીમાં આગ લાગતા કનેરિયા હોસ્પિટલમાં પહોંચ્યો ધુમાડો, 10 દર્દીઓનું કરાયુ રેસ્ક્યૂ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 7:47 AM

જૂનાગઢમાં આવેલા દ્વારકાધીશ માર્કેટમાં પહેલા માળે આવેલી SRL ખાનગી લેબોરેટરીમાં સવારે 4 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. લેબની બાજુમાં જ કનેરિયા હોસ્પિટલ આવેલી છે. જેથી આગનો ધુમાડો કનેરિયા હોસ્પિટલમાં પહોંચી ગયો હતો.

જૂનાગઢ (Junagadh)માં વહેલી સવારે ખાનગી લેબોરેટરી (Private laboratory)માં આગ (Fire) લાગવાની ઘટના બની હતી. આગ એટલી વિકરાળ હતી કે તેનો ધુમાડો પાસેની કનેરિયા હોસ્પિટલમાં પણ પહોંચી ગયો હતો. જેના કારણે દર્દીઓને ગુંગળામણ થવા લાગી હતી. જો કે ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચીને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બચાવી લીધા હતા. જો કે તેમાંથી ત્રણ દર્દીઓની હાલત ગંભીર છે.

જૂનાગઢમાં આવેલા દ્વારકાધીશ માર્કેટમાં પહેલા માળે આવેલી SRL ખાનગી લેબોરેટરીમાં સવારે 4 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. લેબની બાજુમાં જ કનેરિયા હોસ્પિટલ આવેલી છે. જેથી આગનો ધુમાડો કનેરિયા હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. ધુમાડો મોટા પ્રમાણમાં હોસ્પિટલમાં પહોંચતા દર્દીઓને ગૂંગળામણ થવા લાગી હતી. જેના પગલે હોસ્પિટલમાં દાખલ 10 જેટલા દર્દીઓને બહાર કાઢી લેવાયા હતા. 10 દર્દીઓમાંથી 3 દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

બીજી તરફ કનેરિયા હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી છે. જો ફાયર બ્રિગેડના જવાનોએ સમય સૂચકતા ન દાખવી હોત તો અનેક દર્દીઓની જિંદગી દાવ પર લાગી ગઈ હોત. દર્દીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે હોસ્પિટલમાં ફાયરના સાધનો એક્સપાયર થઈ ગયેલા છે. જ્યારે ફાયર બ્રિગેડની ટીમના સાધનો સમયસર કામ લાગી શક્યા નહોતા.

પાણીનો છંટકાવ પણ થઈ શક્યો નહોતો અને ફાયર બ્રિગેડના વાહનમાંથી સીડી પણ નહોતી ખુલતી તો દર્દીઓના પરિવારજનોનું કહેવું છે કે હોસ્પિટલમાં કમ્પાઉન્ડર મુખ્ય દરવાજાને તાળુ મારીને બહાર નીકળી ગયા હતા. જેથી ફાયર બ્રિગેડની ટીમને તાળા તોડીને દર્દીઓને બહાર કાઢવા પડ્યા હતા. જોકે ડૉક્ટરે સબ સલામતના દાવા કર્યા હતા.

આ પણ વાંચો- સંઘ પ્રદેશમાં ગુજરાતના 5 ગામો સમાવવાની વાત વહેતી થતા ગ્રામજનોનો વિરોધ, પાંચેય ગામને ગુજરાતમાં જ રાખવા માંગ

આ પણ વાંચો- Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ પર માટીના કુલડીમાંથી બનેલા મહાત્મા ગાંધીના ભીંતચિત્રનું અનાવરણ, અમિત શાહે કહ્યું- બાપુને આનાથી મોટી શ્રદ્ધાંજલિ ન હોઇ શકે

 

g clip-path="url(#clip0_868_265)">