AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Breaking News : પુણેના બારામતીમાં ટ્રેઈની પ્લેન થયું ક્રેશ, 2 પાઈલટ ઈજાગ્રસ્ત

મહારાષ્ટ્રના પુણેના બારામતીમાં એક ટ્રેઇની પ્લેન ક્રેશ થયું છે. જેમાં બે પાયલોટ ઈજાગ્રસ્ત થયા છે. બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ટેકનિકલ ખામીના કારણે આ ઘટના બની હતી. તાલીમાર્થી વિમાન ખાનગી કંપનીનું હતું.

Maharashtra Breaking News : પુણેના બારામતીમાં ટ્રેઈની પ્લેન થયું ક્રેશ, 2 પાઈલટ ઈજાગ્રસ્ત
Trainee plane crashes in Pune
| Updated on: Oct 22, 2023 | 9:21 AM
Share

મહારાષ્ટ્રના પુણેના બારામતીમાં એક ટ્રેઇની પ્લેન ક્રેશ થયું છે. જેમાં બે પાયલોટ ઈજાગ્રસ્ત થયા છે. બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ટેકનિકલ ખામીના કારણે આ ઘટના બની હતી. તાલીમાર્થી વિમાન ખાનગી કંપનીનું હતું.

(Credit Source : @tv9gujarati)

મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે સવારે એક ટ્રેઈની વિમાન ક્રેશ થયું હતું. વિમાન ગોજુબાવી ગામ પાસે પડ્યું હતું. જ્યારે આ ઘટના બની ત્યારે વિમાન ટ્રેનિંગ માટે લઈ જવામાં આવ્યું હતું. ઘટના બાદ જોરદાર અવાજ સાંભળીને નજીકના ગામના લોકો ત્યાં પહોંચી ગયા હતા. તે લોકોને કંઈ સમજાયું નહીં. બાદમાં લોકોએ સળગતું વિમાન જોયું. વિમાનના દુર્ઘટનાના સમાચાર ગામમાં વાયુ વેગે ફેલાઈ ગયા હતા. સ્થળ પર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. માહિતી મળતા જ અધિકારીઓ અને પોલીસકર્મીઓ પહોંચી ગયા છે.

વિમાન ખાનગી ટ્રેનિંગ કંપનીનું

કહેવામાં આવી રહ્યું છે કે, વિમાન એક સ્થાનિક ખાનગી ટ્રેનિંગ કંપનીનું હતું. ઘટના સમયે વિમાનમાં ત્રણ લોકો સવાર હતા. આ વિમાનનું સંચાલન એક તાલીમાર્થી મહિલા પાઇલટ દ્વારા કરવામાં આવી રહ્યું હતું.

મહિલા પાયલોટની ઉંમર 22 વર્ષ છે. તેને ગંભીર ઈજાઓ થઈ છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. વિમાનમાં સવાર અન્ય બે લોકો સુરક્ષિત છે. હાલ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Canada India Tension : ‘લાખો લોકોનું જીવન મુશ્કેલ બન્યું’, ભારતના નિર્ણયથી કેમ નારાજ છે કેનેડાના PM ટ્રુડો?

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">