Canada India Tension : ‘લાખો લોકોનું જીવન મુશ્કેલ બન્યું’, ભારતના નિર્ણયથી કેમ નારાજ છે કેનેડાના PM ટ્રુડો?
41 કેનેડિયન રાજદ્વારીઓની વાપસી બાદ ભારત અને કેનેડા ફરી એકવાર સામસામે આવી ગયા છે. PM ટ્રુડોએ ભારતના આ નિર્ણયને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ભારત સરકારે આ નિર્ણયથી લાખો લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. PM ટ્રુડોનું નિવેદન કેનેડાએ આંતરરાષ્ટ્રીય ધોરણોના ઉલ્લંઘનના આરોપને નકારી કાઢ્યાના કલાકો બાદ આવ્યું છે.

ભારતમાંથી 41 કેનેડા (Canada) ના રાજદ્વારીઓ પરત ફર્યા બાદ આ મામલો ભારે ગરમાયો છે. બંને દેશ ફરી એકવાર સામસામે આવી ગયા છે. વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) એ કહ્યું છે કે ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે. પીએમ ટ્રુડોએ કહ્યું કે આ નિર્ણયથી ભારત (India) સરકારે લાખો લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. તમામ દેશોએ આ અંગે વિચારવું જોઈએ.
ભારતે કેનેડાના 41 રાજદ્વારીઓને દેશમાં પરત ફરવા અંગે ટ્રુડો સરકાર દ્વારા લગાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય નિયમોના ઉલ્લંઘનના આરોપને ફગાવી દીધો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતમાં સમાન સંખ્યામાં કેનેડિયન રાજદ્વારીઓની ખાતરી કરવી એ આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન નથી. ભારતે કહ્યું કે અમારું પગલું વિયેના સંમેલનની કલમ 11.1 સાથે સંપૂર્ણપણે સુસંગત છે.
ભારત સરકાર પર લગાવ્યો આરોપ
PM ટ્રુડોનું નિવેદન કેનેડાએ આંતરરાષ્ટ્રીય ધોરણોના ઉલ્લંઘનના આરોપને નકારી કાઢ્યાના કલાકો બાદ આવ્યું છે. બ્રેમ્પટન, ઓન્ટારિયોમાં મીડિયાને સંબોધતા ટ્રુડોએ કહ્યું કે ભારત સરકાર લાખો લોકોનું જીવન મુશ્કેલ બનાવી રહી છે. તેઓ આંતરરાષ્ટ્રીય કાયદા અને રાજદ્વારી સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
ભારતે કેનેડાના આરોપને ફગાવી દીધા
ભારતે કેનેડાના આરોપને ફગાવી દીધા હતા અને કહ્યું કે સમાન સંખ્યામાં કેનેડિયન રાજદ્વારીઓની ખાતરી કરવી એ આંતરરાષ્ટ્રીય ધોરણોનું ઉલ્લંઘન નથી. અમે કેનેડાને આ નિર્ણય અંગે અગાઉ જાણ કરી હતી. ભારતે કેનેડાના રાજકારણીઓને 10 ઓક્ટોબર સુધી દેશ છોડવા માટે અલ્ટીમેટમ આપ્યું. જ્યારે તેઓ સમયમર્યાદા બાદ પણ તેમ કરી શક્યા ન હતા, ત્યારે ભારતે કેનેડાને વધુ 10 દિવસનો સમય આપ્યો હતો.
આ પણ વાંચો : Dublin News : ડબલિન એરપોર્ટ પર 14 કિલો ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી
સમયમર્યાદા વધારીને 20 ઓક્ટોબર કરવામાં આવી હતી. આ પછી, કેનેડાએ 20 ઓક્ટોબરે અહીંથી તેના 41 રાજદ્વારીઓને બહાર કાઢ્યા હતા. તેના 41 રાજદ્વારીઓના પરત ફર્યા પછી, કેનેડાએ કહ્યું છે કે તે ચંદીગઢ, મુંબઈ અને બેંગલુરુમાં તેના કોન્સ્યુલેટ્સમાં તમામ વ્યક્તિગત સેવાઓ બંધ કરશે.
અલ્ટીમેટમ બાદ કેનેડાએ 41 રાજદ્વારીઓને હટાવ્યા
મોદી સરકારના અલ્ટીમેટમ બાદ કેનેડાએ તેના 41 રાજદ્વારીઓને ભારતમાંથી કાઢી મૂક્યા છે. ભારતમાં કેનેડાના કુલ 62 રાજદ્વારીઓ રહે છે. જેમાંથી 41ને દૂર કરવામાં આવ્યા બાદ બાકીના 21 કેનેડિયન રાજદ્વારીઓ જ ભારતમાં રહેશે. ભારતમાં અનેક કેનેડિયન રાજદ્વારીઓ દેશની આંતરિક બાબતોમાં દખલ કરે છે, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો