AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: ટલ્લી લોકો ચાલશે પણ ભક્તિમાં તલ્લીન ભક્તો નહીં, મંદિર ખોલાવા માટે સમગ્ર મહારાષ્ટ્રમાં ભાજપનું આંદોલન

નાશિક, નાગપુર, પંઢરપુર, પૂણે, મુંબઈ સહિત ઓરંગાબાદના શિરડી જેવા જુદા જુદા શહેરો અને જિલ્લાઓમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ મંદિરોમાં ઘંટ અને શંખનાદ કરીને મંદિરો ખોલવાની માંગણી કરી અને આંદોલન શરૂ કર્યું.

Maharashtra: ટલ્લી લોકો ચાલશે પણ ભક્તિમાં તલ્લીન ભક્તો નહીં, મંદિર ખોલાવા માટે સમગ્ર મહારાષ્ટ્રમાં ભાજપનું આંદોલન
મંદિર ખોલવા માટે આજે રાજ્યભરમાં ભાજપનું શંખનાદ આંદોલન શરૂ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 6:59 PM
Share

મહારાષ્ટ્ર (Maharashtra)માં કોરોનાના નિયમોના ઉલાળીયા કરતા રાજકીય મેળાવડા, યાત્રાઓ અને હોટલ અને મોલ્સ શરૂ થઈ ગયા છે, ત્યારે ભાજપ દ્વારા સવાલ પુછવામાં આવ્યો છે કે ભક્તોને મંદિરમાં જવા માટે કેમ રોકવામાં આવી રહ્યા છે?  શું મંદિર ખોલવાથી જ કોરોના વધે છે? આ પ્રશ્નો સાથે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ આજે ​​(સોમવાર, 30 ઓગસ્ટ) રાજ્યભરમાં આંદોલન શરૂ કર્યું છે.

ભાજપના નેતાઓ ચંદ્રશેખર બાવનકુલે (Chandrashekhar Bawankule) અને ચંદ્રકાંત પાટીલના (Chandrakant Patil) નેતૃત્વમાં રાજ્યવ્યાપી આક્રમક રીતે આંદોલન કરવામાં આવી રહ્યું છે. નાશિક, નાગપુર, પંઢરપુર, પુણે, મુંબઈ સહિત ઓરંગાબાદના શિરડી જેવા જુદા જુદા શહેરો અને જિલ્લાઓમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ મંદિરોમાં ઘંટનાદ અને શંખનાદ કરીને મંદિરો ખોલવાની માંગણી કરી છે અને આંદોલન શરૂ કર્યું. આવી સ્થિતિમાં પોલીસનો બંદોબસ્ત વધારવામાં આવ્યો છે અને ઘણા મંદિર સંકુલોને છાવણીઓમાં ફેરવવામાં આવ્યા છે.

આ દરમિયાન ભાજપના નેતા સુધીર મુનગંટીવારને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સુધીર મુનગંટીવાર બાબુલનાથ મંદિર સંકુલમાં આંદોલન કરી રહ્યા હતા. ભાજપના આ આંદોલન પર પ્રતિક્રિયા આપતા શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે પહેલા ભાજપ શાસિત રાજ્યોમાં મંદિરો કેમ ખોલાવવામાં આવતા નથી? તેઓને ભાજપ શાસિત રાજ્યોમાં મંદિર બંધ રહે તો તે ચાલશે. પરંતુ મહારાષ્ટ્રમાં મંદિર ખોલવા માટે આંદોલન કરી રહ્યા છે. લઘુમતી મંત્રી નવાબ મલિકે પ્રતિક્રિયા આપી છે કે કોરોનાના ખતરાને જોતા મંદિર ખોલવાનું આંદોલન ભાજપ દ્વારા લેવામાં આવેલું એક બેજવાબદાર પગલું છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલના નેતૃત્વમાં પૂણેમાં આંદોલન ચાલી રહ્યું છે

પૂણેના ગ્રામ દેવતા કસબા ગણપતિ મંદિરમાં ભાજપ તરફથી મંદિર ખોલવા માટે આંદોલન શરૂ થયું. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અહીં આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. ‘હાથી ઘોડા પાલકી, જય કન્હૈયા લાલ કી’ ઘોષણા કરીને ભક્તોએ જન્માષ્ટમીના શુભ પ્રસંગે મંદિર ખોલવાની માંગ કરી હતી. ચંદ્રકાંત પાટીલે ગણપતિની મૂર્તિની સામે આરતી કરીને મંદિર ખોલવાની માંગણીનું પુનરાવર્તન કર્યું.

નાસિકમાં સાધુઓ, મહંતો અને ભક્તો આક્રમક બન્યા

નાસિકના રામકુંડ સંકુલમાં આચાર્ય તુષાર ભોસલેના નેતૃત્વમાં સાધુઓ, મહંતો અને ભક્તોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ આંદોલનમાં મેયર પણ હાજર હતા. આ લોકોએ પ્રશ્ન કર્યો કે  સરકારને ટલ્લી લોકો ચાલે છે પણ દેવીની ભક્તિમાં મગ્ન થયેલા લોકો ચાલતા નથી?

ઓરંગાબાદના ગજાનન સંકુલ અને શિરડીમાં મંદિર ખોલવા માટે નારા લગાવવામાં આવ્યા

ઓરંગાબાદના મધ્યમાં સ્થિત ગજાનન મંદિર સંકુલમાં શંખનાદ ​​અને ઘંટનાદ સાથે આંદોલન ચાલી રહ્યું છે. અહીં મહિલા ભક્તોએ દિવાલ કૂદીને મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. શિરડીના સાંઈ મંદિરની સામે ભાજપના જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર ગોંડકરના નેતૃત્વમાં શંખનાદ સાથે આંદોલનની શરૂઆત થઈ છે.

શિરડીનું સાંઈ મંદિર 2020ના લોકડાઉનમાં આઠ મહિના સુધી બંધ રહ્યું. આ વર્ષે પણ મંદિર એપ્રિલથી બંધ છે. શિરડી શહેરનું અર્થતંત્ર સંપૂર્ણપણે સાંઈ મંદિર પર નિર્ભર છે. અહીં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. એટલે જ હવે આંદોલન શરૂ થયુ છે. ભાજપ વતી સાંઈ મંદિરના પ્રવેશદ્વાર ચાર પર આંદોલન કરી રહેલા ભાજપના કાર્યકરોએ ઠાકરે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને વહેલામાં વહેલી તકે મંદિર ખોલવાની માંગ કરી.

પંઢરપુર વિઠ્ઠલ-રૂક્મિણી મંદિર સામે શંખનાદ

પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલ રૂક્મિણી મંદિર 17 માર્ચથી દર્શન માટે બંધ છે. અહીં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ રાજ્યમાં દારૂની દુકાનો ખુલ્લી હોવા અંગે રોષ વ્યક્ત કર્યો હતો. જાહેર પરિવહન ખુલ્લું છે, મોલ ખુલ્લા છે, દુકાનો ખુલ્લી છે. મંદિર શરૂ કરવામાં સરકારને શું તકલીફ છે?

ભક્તો અને ભાજપના કાર્યકરોએ પંઢરપુર અને ઓરંગાબાદમાં મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. પરંતુ પોલીસે તેમને મંદિરમાં પ્રવેશવા દીધા નહીં. તેવી જ રીતે બીડમાં પણ બેલેશ્વર મંદિરના દરવાજા ભક્તો દ્વારા ખોલીને અંદર પ્રવેશ્યા હતા અને ભક્તો મક્કમ હતા કે આજથી તેઓ નિયમોનું પાલન નહીં કરે.

મુંબઈમાં પણ આજે મંદિરો ખોલવા માટે ઘણી જગ્યાએ શંખનાદ

મુંબઈમાં પણ આજે મંદિર ખોલવા માટે શંખનાદ આંદોલન કરવામાં આવ્યું  છે. કાંદિવલીના શંકર મંદિર ખાતે ભાજપ સવારે 11 વાગ્યાથી શંખનાદ આંદોલન કરી રહ્યું છે. ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી, સ્થાનિક ધારાસભ્ય યોગેશ સાગર સહિત ઉત્તર મુંબઈના તમામ નેતાઓ અને કાર્યકરો આંદોલનમાં સામેલ છે. મુંબઈ પોલીસે મંદિરોની બહાર સુરક્ષા વધારી દીધી છે.

આ પણ વાંચો : Maharashtra: શિવસેના સાંસદ ભાવના ગવળીનાં પાંચ સ્થાન પર EDના દરોડા, ભાજપ સાંસદ કિરીટ સોમૈયાનાં આક્ષેપ બાદ કાર્યવાહી

g clip-path="url(#clip0_868_265)">