કોરોનાનો કહેર યથાવત : ઓમિક્રોનના ખતરા વચ્ચે મુંબઈની એક શાળાના 16 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, વાલીઓની વધી ચિંતા
પ્રશાશન દ્વારા શાળાના લગભગ 650 વિદ્યાર્થીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 16 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે.
Mumbai : ઓમિક્રોનના ખતરા વચ્ચે મુંબઈની એક શાળાના 16 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત (Corona) મળી આવતા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી અનુસાર, તમામ વિદ્યાર્થીઓ ધોરણ 8 થી 11માં અભ્યાસ કરે છે. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સંક્રમિત થયા બાદ વહીવટીતંત્ર (Administration) દોડતુ થયુ છે.
બાળકો કોરોના સંક્રમિત થતા ખળભળાટ
સુત્રોના જણાવ્યા અનુસાર આ શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીના પિતા થોડા દિવસ પહેલા વિદેશથી ભારત પરત ફર્યા હતા. સાવચેતીના ભાગ રૂપે વિદેશથી પરત આવેલા લોકોના પરિવારનો કોવિડ ટેસ્ટ (Corona Test) કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં આ વ્યક્તિનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, પરંતુ તપાસમાં તેનો પુત્ર પોઝિટિવ આવ્યો હતો. જે આ શાળામાં અભ્યાસ કરે છે. બાદમાં પ્રશાશન દ્વારા શાળાના લગભગ 650 વિદ્યાર્થીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 16 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે.
ઓમિક્રોનનો આંતક યથાવત
બીજી તરફ રાજ્યમાં ઓમિક્રોનનુ (Omicron Variant) સંકટ પણ વધતુ જોવા મળી રહ્યુ છે. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ એક રિલીઝ જાહેર કરીને માહિતી આપી છે કે ન્યુયોર્કથી મુંબઈ પરત ફરેલા 29 વર્ષીય વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો છે. નવાઈની વાત તો એ છે કે આ વ્યક્તિમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નહોતા.
BMCના(Bombay Municipal Corporation) જણાવ્યા અનુસાર એરપોર્ટ પર તપાસ દરમિયાન આ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત જોવા મળ્યો હતો. આ પછી તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ
ઓમિક્રોનના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને મુંબઈમાં 16 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. મુંબઈ પોલીસે આ અંગે જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ક્રિસમસ અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને શહેરમાં મોટા કાર્યક્રમો પર પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઓમિક્રોનથી મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. જ્યાં અત્યાર સુધીમાં કુલ 40 કેસ મળી આવ્યા છે.
આ પણ વાંચો : ઓમિક્રોનનો આતંક : અમેરિકાથી મુંબઈ આવેલો વ્યક્તિ ઓમિક્રોન સંક્રમિત, તંત્રની વધી ચિંતા
આ પણ વાંચો : Amit Shah in Maharashtra : ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ માટે મહારાષ્ટ્રના પ્રવાસે, આ કાર્યક્રમોમાં આપશે હાજરી