AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Rain : મુંબઈમાં મુશ્કેલીનો મેઘ, અંધેરી પશ્વિમ વિસ્તારમાં લોકોના ઘરમાં ઘુસ્યા વરસાદી પાણી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 11:49 AM
Share

મુંબઈમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે હજુ વરસાદ થશે, તો શહેરની સ્થિતિ વધારે વણસી શકે તેમ છે.

મુંબઈમાં (Mumbai) અનરાધાર વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. ભારે વરસાદને પગલે હિંદમાતા, સાયન, કુર્લા સહિતના વિસ્તારોમાં ઘુંટણસમા વરસાદી પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગ દ્વારા શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેઘરાજાનાં તાંડવથી જનજીવન પણ પ્રભાવિત થયું છે. ઉપરાંત, ભારે વરસાદને પગલે અંધેરી (Andheri) પશ્વિમ વિસ્તારમાં લોકોનાં ઘરમાં ઘુંટણસમા પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે.

અનરાધાર વરસાદથી સાયન અને કુર્લાનો સંપુર્ણ રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થયો છે. જેનાથી રેલવે તંત્ર પણ પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મહત્વનું છે કે, મુંબઈમાં અવિરત વરસાદને પગલે ચેમ્બુર (Chambur) અને વિક્રોલ (Vikrol) વિસ્તારમાં થયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 17 લોકોનાં મુત્યુના સમાચાર મળી રહ્યા છે. ત્યારે હજુ જો વરસાદ થશે તો શહેરની સ્થિતિ વધારે વણસે તેવી  શક્યતા છે.

 આ પણ વાંચો: Mumbai Rains 2021 Live Update: મુંબઈમાં મોડીરાતથી મેઘરાજાએ કર્યા બારેમેઘ ખાંગા, હવામાન વિભાગે આપ્યુ 48 કલાકનું એલર્ટ, વિવિધ ઘટનામાં 19 લોકોનાં મોત,મુંબઇની સાથે સાથે ગુજરાતના પણ અનેક વિસ્તારમાં વરસાદ

g clip-path="url(#clip0_868_265)">