Maharashtra : રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ, કહ્યુ ” તેમને મારી ટોપીના ‘કાળા’ રંગમાં વધુ રસ છે”
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ (Bhagat Singh Koshyari) તેમની કાળી ટોપી પર ઉઠેલા સવાલનો જવાબ આપતા રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે.
Maharashtra : રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શનિવારે RSS અને કાળી ટોપી અંગે રાહુલ ગાંધીએ ઉઠાવેલા સવાલ પર જવાબ આપીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓ માને છે કે ભગતસિંહ કોશ્યારી જે ટોપી પહેરે છે, તે ઉતરાખંડની પરંપરાગત ટોપી છે અને તે RSS સાથે જોડાયેલી છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે સંકળાયેલા ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રીએ (Former Chief Minister) તેમના પુસ્તક ‘ભારતીય સંસદમાં ભગતસિંહ કોશ્યારી’ના વિમોચન પ્રસંગે આ વાત કહી હતી. કોશ્યારીએ કહ્યું કે, રાહુલ ગાંધી જેવા નેતા વિપક્ષનું નેતૃત્વ કરી રહ્યા છે,જેથી સરકારે સંસદના છેલ્લા સત્રમાં આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો.
પુસ્તકમાં કોશ્યારીના ભાષણોનું સંકલન
કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયામાં (Constitution Club Of India) આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ, અશ્વિનીકુમાર ચૌબે, કોશ્યારી અને ભાજપના વરિષ્ઠ નેતા શ્યામ જાજુ ઉપસ્થિત રહ્યા હતા. આપને જણાવી દઈએ કે,ચાણક્ય વાર્તા પ્રકાશન ગ્રુપે સંસદના બંને ગૃહોમાં કોશ્યારીએ આપેલા ભાષણોનું સંકલન પ્રકાશિત કર્યું છે. કોશિયારીએ પિટિશન કમિટીના ચેરમેન તરીકે લીધેલા અનેક મહત્વના નિર્ણયોના અહેવાલો પણ આ પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. ઉપરાંત આ પુસ્તકમાં કોશ્યારીના જીવન સાથે સંબંધિત બાબતોની નોંધ લેવામાં આવી છે. આ પુસ્તક મુખ્ય ચાર વિભાગમાં વહેંચાયેલું છે.
પિયુષ ગોયલે કોશ્યારીની પ્રશંસા કરી
કોશ્યારીના ભાષણ પહેલા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સત્રમાં વિપક્ષની ટીકા કરી હતી. તેમણે સંસદમાં એક સાંસદ તરીકે મહારાષ્ટ્રના રાજ્યપાલની “પ્રામાણિક અને ગૌરવપૂર્ણ” ભૂમિકાની પ્રશંસા કરી હતી.વધુમાં ગોયલે જણાવ્યુ કે સંસદમાં જે સંસદના છેલ્લા ચોમાસુ સત્રમાં અન્ય પછાત વર્ગ સંબંધિત બિલ (Bill) પર ચર્ચા સિવાય વિપક્ષના હંગામાને કારણે મોટાભાગની કાર્યવાહી થઈ શકી નહિ.
શું તમે RSS વિશે કંઈ વાંચ્યું છે?
કોશ્યારીએ જણાવ્યુ કે થોડા મહિના અગાઉ કોંગ્રેસના નેતાએ (Congress Leader) કેટલાક સાંસદો સાથેની વાતચીત દરમિયાન તેમને ફરીથી ટોપી વિશે પૂછ્યું. તેમણે પૂછ્યું કે ” તમે કાળી ટોપી કેમ પહેરો છો” વધુમાં તેમણે કહ્યું કે તે RSSની ટોપી છે. મેં તેને કહ્યું કે મેં અગાઉ પણ કહ્યું હતું કે આ RSS ટોપી નથી. અને તેણે કોંગ્રેસના નેતાને પૂછ્યું કે, શું તમે RSS વિશે કંઈ વાંચ્યું છે?
Rahul Gandhi asked me (then BJP MP) why do you wear a black cap? I told him people wear it in Uttarakhand. He says ‘no, no, you’re from RSS’. I said I’m from RSS but cap is from Uttarakhand. People have been wearing it there before RSS was born: Maha Guv Bhagat Singh Koshyari pic.twitter.com/htM4i67hUt
— ANI (@ANI) August 28, 2021
જયરામ રમેશની પ્રશંશા કરી
રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યા બાદ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કોંગ્રેસ નેતા અને પૂર્વ પર્યાવરણ મંત્રી જયરામ રમેશની પ્રશંશા કરી હતી. કોશ્યારીએ જણાવ્યુ કે, પર્યાવરણ પર સંસદીય ચર્ચા દરમિયાન તત્કાલીન પર્યાવરણ મંત્રી જયરામ રમેશે સ્પીકરને બોલવા માટે વધુ સમય આપવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો: Mumbai: ‘ ગેટ વે ઓફ ઈન્ડિયા, નરીમન પોઈન્ટ 2050 સુધીમાં દરિયામાં ડૂબી જશે, BMC કમિશ્નરએ આપ્યું મોટું નિવેદન