AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લો બોલો, ક્રુ મેમ્બર સાથે મારપીટ કરી વિદેશી મહિલાએ ઉતાર્યા કપડા, ફ્લાઈટમાં સર્જાયો હાઈવોલ્ટેજ ડ્રામા

એર વિસ્તારાની ફ્લાઈટ અબુ ધાબીથી મુંબઈ આવી રહી હતી. આ દરમિયાન એક મહિલાએ એવું કૃત્ય કર્યું જે સંસ્કારી વ્યક્તિને શોભતું નથી. મહિલાએ ક્રૂ મેમ્બરને ગાળો આપવા સાથે તેમની સાથે મારપીટ કરી.

લો બોલો, ક્રુ મેમ્બર સાથે મારપીટ કરી વિદેશી મહિલાએ ઉતાર્યા કપડા, ફ્લાઈટમાં સર્જાયો હાઈવોલ્ટેજ ડ્રામા
high voltage drama in flight (symbolic image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2023 | 7:56 AM
Share

સામાન્ય રીતે લોકોમાં એવી છાપ હોય છે કે ફ્લાઇટમાં મુસાફરી કરનારા લોકો ખૂબ જ સંસ્કારી અને શિક્ષિત હોય છે. પણ સંસ્કારી બનવું અને શિક્ષિત હોવું એમાં ફરક છે. એ જરૂરી નથી કે શિક્ષિત વ્યક્તિ સંસ્કારી હોય જ અને સંસ્કારી વ્યક્તિ શિક્ષિત ન હોય. મુંબઈ સહાર પોલીસે, સોમવારે 45 વર્ષીય મહિલા પાઓલા પેરુચિયોની ધરપકડ કરી હતી. તે ઈટાલીની રહેવાસી છે. તેણીએ ફ્લાઈટની અંદર ભારે હોબાળો મચાવ્યો હતો. એર વિસ્તારાની ફ્લાઈટના ક્રૂ મેમ્બરોએ પાઓલા પેરુચિયો સામે મુંબઈ પોલીસને ફરિયાદ કરી હતી.

એર વિસ્તારાની ફ્લાઈટ અબુ ધાબીથી મુંબઈ આવી રહી હતી. ઈકોનોમી ક્લાસની ટિકિટ હોવા છતાં મહિલા મુસાફરે બિઝનેસ ક્લાસમાં બેસવાનો આગ્રહ કર્યો હોવાનું કહેવાય છે. જ્યારે કેબિન ક્રૂ મેમ્બરે મહિલા પ્રવાસીને રોકી તો તેણે ક્રૂ મેમ્બર સાથે મારપીટ કરી. જે બાદ તેણીએ તેના કેટલાક કપડા પણ ઉતારી નાખ્યાં હતા અને અર્ધનગ્ન થઈને ફ્લાઈટના કોરિડોરમાં ગઈ. પોલીસને એર વિસ્તારા ફ્લાઇટ UK 256 ના કેબિન ક્રૂ તરફથી સોમવારે વહેલી સવારે ફ્લાઇટ મુંબઈમાં ઉતર્યા બાદ ફરિયાદ મળી હતી. આ ફ્લાઈટ સોમવારે ભારતીય સમય અનુસાર 2.03 વાગ્યે અબુ ધાબીથી ઉડાન ભરી હતી.

મહિલાએ બિઝનેસ ક્લાસમાં બેસવાનો આગ્રહ રાખ્યો

સમગ્ર ઘટના વિશે માહિતી આપતાં સહાર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, રાત્રે લગભગ 2.30 વાગ્યે ઇકોનોમી ક્લાસમાં બેઠેલી મહિલા અચાનક ઊભી થઈ અને દોડીને બિઝનેસ ક્લાસમાં બેસી ગઈ હતી. કેબિન ક્રૂના બે સભ્યો તેની પાસે આવ્યા અને પૂછ્યું કે શું તેમને કોઈ મદદની જરૂર છે. જ્યારે મહિલા પેસેન્જરે જવાબ ના આપ્યો, ત્યારે તેઓએ તેને ફાળવેલી સીટ પર પાછા જવા વિનંતી કરી. આના પર મહિલાએ બૂમો પાડવાનું શરૂ કર્યું. અને હોબાળો મચાવી દિધો હતો.

મહિલાએ તેના કપડા ઉતાર્યા

જ્યારે ક્રૂ મેમ્બરોએ મહિલાને ગાળો બોલતા અને દુર્વ્યવહાર કરતા રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે કથિત રીતે તેમાંથી એકના ચહેરા પર મુક્કો માર્યો અને બીજા પર થૂકી હતી. અને તરત જ, આ મહિલાએ તેના કપડાં ઉતારવાનું શરૂ કર્યું. આ સાથે જ અન્ય ક્રૂ સભ્યો તેમના ગભરાયેલા સાથીઓને મદદે દોડી આવ્યા હતા. ક્રૂ મેમ્બર અને અન્ય મુસાફરોના ડરથી મહિલાએ પોતાના કેટલાક કપડા ઉતાર્યા અને ફ્લાઈટમાં એ જ અવસ્થામાં ચાલવા લાગી.

આ હોબાળો લાંબા સમય સુધી ચાલતો રહ્યો, માંડ માંડ મહિલાને કાબૂમાં લાવી શકાઈ હતી. અંતે, જ્યારે ફ્લાઇટ સવારે 4.53 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ, ત્યારે વિદેશી મહિલા મુસાફરને એર વિસ્તારાના સુરક્ષા અધિકારીઓ અને પછી સહાર પોલીસને સોપવામાં આવી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે સોમવારે પાઓલા પેરુસિયો સામે ગુનો નોંધ્યો હતો. પાસપોર્ટની વિગતો અનુસાર, મહિલાનો જન્મ ઇટાલીના સોન્દ્રિયોમાં થયો હતો.

મહિલા સામે કેસ દાખલ, જામીન પર મુક્ત

આરોપી મહિલા પર ક્રૂ મેમ્બરો પર હુમલો કરવા, તેમની ફરજોમાં દખલ કરવા, સલામતી જોખમમાં મૂકવા અથવા એરક્રાફ્ટ રૂલ્સ, 1937 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી જ્યાંથી તેને જામીન મળી ગયા હતા.

g clip-path="url(#clip0_868_265)">