AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BMC લાવી શકે છે નવી યોજના, મુંબઈની નવી ઈમારતોમાં ઈવી ચાર્જિંગ પોઈન્ટ હવે થશે ફરજિયાત

અધિકારીઓએ જણાવ્યું હતું કે નાગરિક સંસ્થા નવી ઇમારતોમાં ઇવી ચાર્જિંગ પોઈન્ટ્સ માટે ડેવલપમેન્ટ પ્લાન 2034 (DP-2034) માં ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સમાં (Development Control Regulations) સુધારાની માંગ કરશે.

BMC લાવી શકે છે નવી યોજના, મુંબઈની નવી ઈમારતોમાં ઈવી ચાર્જિંગ પોઈન્ટ હવે થશે ફરજિયાત
EV Charging Point (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2022 | 4:39 PM
Share

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) શહેરમાં બનાવવામાં આવનારી નવી ઈમારતોમાં ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ પોઈન્ટ ફરજિયાત બનાવવા માંગે છે. બીએમસી અધિકારીઓએ ઈવી ચાર્જિંગ પોઈન્ટ (EV Charging Point) માટે નવી ઈમારતો માટે ડેવલપમેન્ટ પ્લાન 2034 (DP-2034) માં ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન્સમાં (Development Control Regulations) સુધારાની માગણી વિશે વિગતવાર જણાવ્યું છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પર્યાવરણ) સુનિલ ગોડસેએ વિગતવાર જણાવ્યું કે નાગરિક સંસ્થા ડીપીમાં સુધારો કરવા મહારાષ્ટ્ર શહેરી વિકાસ વિભાગ સાથે વિચારણા કરી રહી છે અને રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક ઇમારતોમાં ઇવી ચાર્જિંગ પોઇન્ટ ફરજિયાત બનાવવાની દરખાસ્ત પર પણ વિચારણા કરવામાં આવી રહી છે.

ગોડસેએ જણાવ્યું હતું કે તેઓ ડેવલોપર્સને નવી ઇમારતોમાં ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવા માંગે છે. આ સિવાય આ અંગે પણ ચર્ચા થઈ રહી છે. રહેણાંક મકાનોમાં ચાર્જિંગ પોઈન્ટ્સની ક્ષમતા 15 amps – 40 amps હશે. હાલમાં, DP-2034 માં EV ચાર્જિંગ પોઈન્ટ સ્થાપિત કરવાની કોઈ જોગવાઈ નથી.

બસ ડેપો અને સ્ટેશનોમાં સ્થપાશે 55 જેટલા ચાર્જીંગ સ્ટેશન

બીએમસી ડેટા અનુસાર, 2019-20માં 642 ઈવી, 2020-21માં 1,422 અને 2021-22માં 3,007 ઈવી નોંધાયા હતા. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (પર્યાવરણ) એ સ્પષ્ટતા કરી કે નાગરિક સત્તા મહાનગરપાલિકાની મિલકતોમાં 28 સ્થળોએ ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે. બીજી તરફ, બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) બસ ડેપો અને સ્ટેશનોમાં 55 ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા પર વિચાર કરી રહ્યું છે.

અમદાવાદમાં પ્રથમ ઈવી ચાર્જીંગ સ્ટેશનનો પ્રારંભ

અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈલેક્ટ્રીકલ વાહનો (EV) માટે સૌ પ્રથમ ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સસ્ટેનેબિલિટીના પ્રાઇમ ફોકસ સાથે ATGL (અદાણી ટોટલ ગેસ લિમિટેડ) દ્વારા સ્થાપિત આ નવી સુવિધાનો શુભારંભ થયો છે. ગ્રાહકોને વધુ સારી સુવિધા માટે આ નવું EV ચાર્જિંગ સ્ટેશન એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલની એન્ટ્રી પોઈન્ટની નજીકમાં જ સ્થાપિત કરવામાં આવ્યું છે.

તમને જણાવવું રહ્યું કે, નવા EV ચાર્જિંગ સ્ટેશનમાં ડ્યુઅલ ગન સિસ્ટમ સાથે બે ચાર્જર સામેલ કરવામાં આવ્યા છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વધુને વધુ વાહનોને ચાર્જિંગ સેવાઓ પૂરી પાડવાનો છે. ઇન્સ્ટોલ કરેલા બંને ચાર્જર અલગ-અલગ પ્રોટોકોલ ધરાવે છે. એક ડ્યુઅલ ગન સાથે CCS2 (સંયુક્ત ચાર્જિંગ સિસ્ટમ) (60 KW) અને બીજી GBT (40 KW) ડ્યુઅલ ગન છે.

કોઈપણ ઈલેક્ટ્રીક ફોર-વ્હીલરને લગભગ એક કલાકમાં બંને ચાર્જર 80ટકા સુધી ચાર્જ કરી શકે છે. જો કે ચાર્જિંગની ગતિ વાહનના ડ્રોઇંગ પાવર પર આધારિત છે, જે EV અને કારના મેકમાં ઇન્સ્ટોલ કરેલી બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (Battery Management System) દ્વારા નિયંત્રિત થાય છે. કારની ચાર્જિંગ સ્પીડ કારના નિર્માણ પર વધુ નિર્ભર છે.

અમદાવાદનું SVPI એરપોર્ટ સસ્ટેનેબીલીટીની દિશામાં સક્રિયપણે યોગદાન આપી રહ્યું છે, જેમાં સામાન્ય લાઇટ્સના સ્થાને એનર્જી સેવર LED લાઇટ્સનો ઉપયોગ કરવો, બે ટર્મિનલ વચ્ચે શટલ સેવામાં ઇલેક્ટ્રિક સેડાન કારનો વપરાશ કરવો, વધુમાં વધુ ઉર્જા સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે ગ્રીન કવરમાં વધારો કરવા જેવી અનેક પહેલોનો સમાવેશ થાય છે.ATGL ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવાની દિશામાં પહેલ કરી નોંધપાત્ર ભૂમિકા ભજવી રહ્યું છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">