Maharashtra Election results: ‘ઓ સ્ત્રી! રક્ષા કરના’ બન્યો જીતનો મંત્ર, એક બાદ એક રાજ્યમાં મહિલાઓ બની રહી છે વિનિંગ ફેક્ટર

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઝારખંડના ચૂંટણી પરિણામોમાંથી સ્પષ્ટ ચિત્ર ઉભરી આવ્યું છે: મહિલા મતદારો હવે સાઈલેન્ટ મતદાતા નથી. મહિલા-કેન્દ્રિત કલ્યાણ યોજનાઓ રાજકીય પક્ષો માટે એક શક્તિશાળી સાધન તરીકે ઉભરી આવી છે, જે ચૂંટણીની વ્યૂહરચનાઓ અને શાસનની પ્રાથમિકતાઓને પુન: આકાર આપે છે.

Maharashtra Election results: 'ઓ સ્ત્રી! રક્ષા કરના' બન્યો જીતનો મંત્ર, એક બાદ એક રાજ્યમાં મહિલાઓ બની રહી છે વિનિંગ ફેક્ટર
Follow Us:
| Updated on: Nov 23, 2024 | 7:36 PM

ભારતીય રાજનીતિના બદલતા પરિદૃષ્યમાં એક ટ્રેન્ડ સ્પષ્ટ રીતે ઉભરી રહ્ય છે. આ ટ્રેન્ડ છે મહિલાઓને સશક્ત બનાવવા માટે કલ્યાણકારી યોજનાઓ ચૂંટણી જીતમાં નિર્ણાયક ફેક્ટર સાબિત થઈ રહી છે. રાજ્યભરમાં રાજનીતિક દળોને મહિલા-કેન્દ્રીત કલ્યાણ કાર્યક્રમોની ઘોષણા કરી છે અને તેને ડિલિવર કરતા મહિલા મતદાતાઓ એક મજબુત સમર્થ આધાર બની રહી છે. મહિલા મતદાતાઓનો આ આધાર રાજનીતિક દળો માટે મજબુત વોટબેંક સાબિત થયો છે. ઝારખંડ અને મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોએ ફરી અકવાર આ ટ્રેન્ડની પુષ્ટિ કરી છે. આ રાજનીતિક પરિણામોને આકાર દેવામાં મહિલાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે.

મહિલાઓનું ફોક્સ કલ્યાણકારી યોજનાઓ

થોડા વર્ષો પહેલા સુધી રાજકીય વિશ્લેષકો પુરુષોની સરખામણીએ મહિલાઓની ઓછી મતદાનની ટકાવારીની ટીકા કરતા હચા. આ સ્થિતિ ત્યારે જોવા મળે છે જ્યારે વોટર લિસ્ટમાં અડધોઅડધ મહિલાઓ છે. આ અંતરને દૂર કરવા માટે શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં મધ્યપ્રદેશની સરકારે દેશમાં પ્રથમવાર એવી સ્કીમ લોંચ કરી જે મહિલાઓ પર કેન્દ્રીત તી. આ સ્કીમે એમપીનો પોલિટિકલ લેન્ડસ્કેપ જ બદલી નાખ્યો.

ચૂંટણીમાં થોડા દિવસ પહેલા લોંચ કરેલી લાડલી બહેન યોજના એમપીમાં ગેમ ચેન્જર સાબિત થઈ. ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરનો લાભ દેનારી આ યોજનાએ મહિલાઓને મતદાતાઓને રેકોર્ડ સંખ્યામાં વોટ આપવા માટે પ્રેરિત કરી. આ પરિણામસ્વરૂપ ભાજપની ભારે જીત થઈ અને આ રણનીતિ ચૂંટમી જીતવાનો ફોર્મ્યુલા સાબિત થઈ.

સફળ લોકોની આ આદતો જેને દરેક વ્યક્તિ અપનાવી નથી શકતા, જાણી લો
RBI ની નોકરી કરતાં કરતાં સૃષ્ટિએ UPSC માં કર્યું ટોપ, હવે આ રાજ્યમાં બની IAS
આ 2 રાશિઓ પરથી ઉતરશે શનિની ઢૈયા, વર્ષ દરમિયાન પુરા થશે તમામ અટકેલા કાર્ય
'Pushpa 2'ની આ 7 તસવીરોમાં છે આખી ફિલ્મ, પુષ્પા અને શ્રીવલ્લીનો પ્રેમ, જુઓ
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનું ઘર ?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

છેલ્લાં કેટલાંક વર્ષોમાં, અનેક રાજ્ય સરકારોએ આવી કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે જેમાં મહિલાઓનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આમાં શિક્ષણ અને આરોગ્યમાં મહિલાઓની સુધારણા માટે સીધા રોકડ ટ્રાન્સફરનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે મહિલાઓએ આ યોજનાઓને સ્વીકારી અને બદલામાં સરકારોને ઉત્સાહપૂર્વક વોટ આપ્યા.

આગામી થોડા મહિનામાં જ્યાં ચૂંટણી યોજાવાની છે તે રાજ્યોની સરકારોએ પણ આવી જ યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓના મૂળમાં મહિલાઓને સીધો લાભ આપવાનો સમાવેશ થાય છે. જો કે વિવેચકો અનેકવાર આ પગલાંને પોપ્યુલિસ્ટ પગલુ ગણાવે છે, જો કે આ પગલાંઓથી મેળવેલા રાજકીય લાભોને નકારી શકાય નહીં. મહારાષ્ટ્ર અને ઝારખંડ આ યોજનાઓની સફળતાના તાજેતરના ઉદાહરણો છે.

મહારાષ્ટ્રની આ ચૂંટણીમાં સત્તારૂઢ મહાયુતિ ગઠબંધને મહિલા કેન્દ્રિત પહેલને પ્રાથમિકતા આપી હતી. સરકારે મહિલા સશક્તિકરણ યોજનાનો વિસ્તાર કર્યો, જેણે મહિલાઓના શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટે નાણાકીય પ્રોત્સાહન પૂરું પાડ્યું. લાડલી બહેના યોજના આ સરકારની ટ્રેડ માર્ક યોજના બની. આ યોજના હેઠળ સરકાર દરેક પરિવારની મહિલા વડાને દર મહિને 1500 રૂપિયા આપે છે. ચૂંટણી પહેલા, સરકારે વ્યૂહાત્મક પગલું ભર્યું અને આ રકમ વધારીને 2500 રૂપિયા કરવાનું વચન આપ્યું. શિંદે સરકારે વચન આપ્યું હતું કે જો તેઓ વિજયી થશે તો પરિવારની દરેક વડીલ મહિલાને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે.

મહિલા વોટરો પર શિંદે સરકારનું ફોકસ રંગ લાવ્યુ. આ ચૂંટણીમાં મહિલાઓ મોટી સંખ્યામાં મતદાન કરવા બહાર આવી હતી. ખાસ કરીને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં મોટી સંખ્યામાં મહિલાઓ મતદાન કરવા બહાર આવી હતી અને ચૂંટણી પરિણામો દર્શાવે છે કે મહિલાઓએ મહાયુતિ સરકારને બમ્પર મતદાન કર્યું હતું. આ જ કારણ હતું કે જે બેઠકો પર મહા વિકાસ આઘાડી મહાયુતિને ટક્કર આપી રહી હતી ત્યાં પણ મહિલા મતદારોના આધારે મહાયુતિએ બમ્પર સફળતા મેળવી હતી.

ઝારખંડ

મહારાષ્ટ્રની સફળતા ઝારખંડમાં પણ જોવા મળી હતી. અહીં પણ મહિલા કેન્દ્રિત યોજનાઓની અસર જોવા મળી હતી. મૈયા સન્માન યોજનાએ ઝારખંડના રાજકારણમાં હલચલ મચાવી દીધી હતી. આ યોજના હેઠળ રાજ્ય સરકાર લાયક મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપતી હતી. હેમંત સરકારે આ યોજનાના 4 હપ્તાઓ પહેલેથી જ મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા છે. આ ઉપરાંત હેમંત સરકારે શાળાએ જતી છોકરીઓને મફત સાયકલ, એકલ માતાને રોકડ સહાય અને બેરોજગાર મહિલાઓને રોકડ સહાય આપવાની યોજનાઓ પણ શરૂ કરી છે. મૈયા સન્માન યોજના હેમંત સરકારની સદ્ભાવના અને રાજકીય વફાદારી વધારવામાં સફળ રહી. આદિવાસી, ગરીબ અને ગ્રામીણ વિસ્તારોમાં આ યોજનાઓ વિશે જબરદસ્ત ચર્ચા થઈ હતી. ચૂંટણી પરિણામો દર્શાવે છે કે હેમંત સરકારને આ યોજનાઓથી ખૂબ ફાયદો થયો અને JMM વિશાળ બહુમતી સાથે પુનરાગમન કરવામાં સફળ રહી.

મહિલા કેન્દ્રિત યોજનાઓ કેમ સફળ થાય છે?

  1.  પ્રત્યક્ષ લાભાર્થીઓ: મહિલા-કેન્દ્રિત કલ્યાણકારી યોજનાઓમાં મોટાભાગે સીધા રોકડ ટ્રાન્સફર સામેલ હોય છે. જેના કારણે લાભાર્થીને તરત જ અને કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના લાભ મળે છે. તે વચેટિયાઓથી મુક્તિ મેળવે છે અને સશક્ત અનુભવે છે. આ લાભના બદલામાં તે સંબંધિત પક્ષને મત આપતાં ખચકાતા નથી.
  2.  સામુદાયિક પ્રભાવ: મહિલાઓ, ખાસ કરીને ગ્રામીણ ભારતમાં, કુટુંબ અને સમુદાયના નિર્ણય લેવામાં કેન્દ્રિય ભૂમિકા ભજવે છે, આડકતરી રીતે ઘણા મતોને પ્રભાવિત કરે છે. જ્યારે કોઈ મહિલા જૂથમાં હોય છે અને આ યોજનાઓની ચર્ચા કરે છે, ત્યારે અન્ય મહિલાઓ પણ તેનાથી પ્રભાવિત થાય છે.
  3.  સામાજિક અંતરને દૂર કરવું: આ યોજનાઓ લાંબા સમયથી ચાલતી અસમાનતાને લક્ષ્ય બનાવે છે. આ યોજનાઓ તરત જ સિંગલ મધર, વિધવાઓ અને આર્થિક રીતે નબળા વર્ગોને આકર્ષે છે. કારણ કે આમાં તેમને કોઈપણ સરકારી દખલ વિના રોકડ મળે છે.
  4.  રાજકીય વફાદારીનું નિર્માણ: લાભાર્થી-કેન્દ્રિત કાર્યક્રમો મહિલાઓમાં વિશ્વાસ અને વફાદારીને ઉત્તેજન આપે છે, જે તેમને અમલમાં મૂકતા પક્ષો માટે કાયમી મત બેંકમાં ફેરવે છે.

મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઝારખંડના ચૂંટણી પરિણામોમાંથી સ્પષ્ટ ચિત્ર ઉભરી આવ્યું છે: મહિલા મતદારો હવે સાઈલેન્ટ મતદાતા નથી. મહિલા-કેન્દ્રિત કલ્યાણ યોજનાઓ રાજકીય પક્ષો માટે એક શક્તિશાળી સાધન તરીકે ઉભરી આવી છે, જે ચૂંટણીની વ્યૂહરચનાઓ અને શાસનની પ્રાથમિકતાઓને પુન: આકાર આપે છે.

જેમ જેમ મહિલાઓ પોતાને નિર્ણાયક મતદાર તરીકે સ્થાપિત કરી રહી છે, તેમ સ્ત્રીઓ પ્રત્યે સંવેદનશીલ શાસન પર ભાર વધવા જઈ રહ્યો છે, જે માત્ર ચૂંટણીના પરિણામોને જ નહીં પરંતુ ભારતના વ્યાપક રાજકીય લેન્ડસ્કેપને પણ અસર કરશે. મહિલા સશક્તિકરણ હવે માત્ર એક સામાજિક આવશ્યકતા નથી રહી, તે ભારતીય રાજકારણમાં જીતવા માટે વ્યૂહાત્મક આવશ્યકતા બની ગઈ છે.

મહારાષ્ટ્ર ના  તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સૂચિત જંત્રીના ભાવવધારા મામલે મોટા સમાચાર
સૂચિત જંત્રીના ભાવવધારા મામલે મોટા સમાચાર
ભવનાથ અતિથિ ભવનને લઈને વિવાદ, છોકરા-છોકરીઓને પણ રુમ આપતા હોવાનો આક્ષેપ
ભવનાથ અતિથિ ભવનને લઈને વિવાદ, છોકરા-છોકરીઓને પણ રુમ આપતા હોવાનો આક્ષેપ
વિરમગામ - ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો આરોપી ઝડપાયો
વિરમગામ - ધ્રાંગધ્રા હાઈવે પર MD ડ્રગ્સનું વેચાણ કરનારો આરોપી ઝડપાયો
ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ ! યુવકની જાણ બહાર જ કરી દેવાઈ નસબંધી
ખ્યાતિકાંડ બાદ હવે નસબંધી કાંડ ! યુવકની જાણ બહાર જ કરી દેવાઈ નસબંધી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક જ પરીક્ષાના 2 અલગ પરિણામ, જાણો શું છે ઘટના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક જ પરીક્ષાના 2 અલગ પરિણામ, જાણો શું છે ઘટના
સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં ! ભોજનમાંથી જીવાત નીકળી
સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં ! ભોજનમાંથી જીવાત નીકળી
ગાંધીનગરમાં 55 લાખનું સાયબર ફ્રોડ કરનાર 2 આરોપી પોલીસ સકંજામાં
ગાંધીનગરમાં 55 લાખનું સાયબર ફ્રોડ કરનાર 2 આરોપી પોલીસ સકંજામાં
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે પ્રગતિના સંકેત
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે પ્રગતિના સંકેત
ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની આગાહી
ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે માવઠાની આગાહી
વલસાડ : સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો
વલસાડ : સિરિયલ કિલર આરોપીની પૂછપરછમાં વધુ એક હત્યાનો ખુલાસો
g clip-path="url(#clip0_868_265)">