Maharashtra: EDએ NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા

સરકાર લઘુમતીમાં આવે તેવી સંભાવના છે. આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે છેલ્લી ઘડીએ કરવામાં આવી રહેલી EDની આ કાર્યવાહી સરકારને બચાવવા અથવા બીજી સરકાર બનાવવા માટે દબાણ તરીકે કામ કરશે. કહેવાય છે કે જયંત પાટીલ શરદ પવારની નજીક છે.

Maharashtra: EDએ NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા
Jayant Patil - NCP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 10:37 AM

મહારાષ્ટ્રમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલને નોટિસ આપી છે. તેમને શુક્રવારે સવારે 11 વાગ્યા સુધીમાં ED ઓફિસમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ વખતે EDએ IL&FS કેસમાં જયંત પાટિલને નોટિસ આપી છે. EDએ આ મામલે રાજ ઠાકરેની પણ પૂછપરછ કરી છે. એક તરફ શિવસેનાનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે અને આજે તેના નિર્ણયનો દિવસ છે. બીજી તરફ જયંત પાટીલને મળેલી નોટિસને કારણે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.

ED આ મામલે મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે

તમને જણાવી દઈએ કે IL&FSમાં કથિત નાણાકીય અનિયમિતતાનો મામલો તાજેતરમાં જ પ્રકાશમાં આવ્યો હતો. ED આ મામલે મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. આ કિસ્સામાં, EDએ બુધવારે જ 2 ભૂતપૂર્વ ઓડિટર ફર્મ BSR એન્ડ એસોસિએટ્સ અને ડેલોઇટ હાસ્કિન્સ એન્ડ સેલ્સના પરિસરમાં દરોડા પાડ્યા હતા. આ બંને કંપનીઓ પર EDનું આ સર્ચ ઓપરેશન PMLAની જોગવાઈ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. ED સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સર્ચ ઓપરેશન દરમિયાન કેન્દ્રીય એજન્સીએ ઘણા કર્મચારીઓની પૂછપરછ કરી અને કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો જપ્ત કર્યા હતા.

ED સૂત્રોના જણાવ્યા અનુસાર, IL&FSમાં કથિત કૌભાંડ અને મની લોન્ડરિંગનો મામલો વર્ષ 2019માં પ્રકાશમાં આવ્યો હતો. આ મામલામાં સ્થાનિક સ્તરે તપાસ કરવામાં આવી હતી અને તપાસમાં મળેલા તથ્યોના આધારે વર્ષ 2019માં જ EDએ પણ તેની તપાસ શરૂ કરી હતી. દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (EoW) એ IL&FS જૂથની કંપનીઓ IRL, ITNL અને આ કંપનીઓમાં તૈનાત અધિકારીઓ સામે કેસ નોંધ્યો હતો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચો : Shiv Sena: એકનાથ શિંદે-ઉદ્ધવ ઠાકરેની લડાઈ પર સુપ્રીમ કોર્ટની બેંચ આજે આપશે નિર્ણય

EDના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં કોહિનૂર કન્સ્ટ્રક્શનને આપવામાં આવેલી લોનના સંદર્ભમાં રાજ ઠાકરેની પૂછપરછ કરવામાં આવી છે અને હવે જયંત પાટીલને સમન્સ પાઠવવામાં આવ્યું છે. EDની આ કાર્યવાહીથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે સુપ્રીમ કોર્ટ ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના ભવિષ્યને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે છે.

IL&FSના ઘણા સ્થળો પર EDના દરોડા ચાલી રહ્યા છે

સરકાર લઘુમતીમાં આવે તેવી સંભાવના છે. આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે છેલ્લી ઘડીએ કરવામાં આવી રહેલી EDની આ કાર્યવાહી સરકારને બચાવવા અથવા બીજી સરકાર બનાવવા માટે દબાણ તરીકે કામ કરશે. કહેવાય છે કે જયંત પાટીલ શરદ પવારની નજીક છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે સરકાર લઘુમતીમાં આવ્યા પછી, એનસીપી સરકાર બનાવવામાં ભાજપની સહયોગી બને. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે IL&FSના ઘણા સ્થળો પર EDના દરોડા ચાલી રહ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">