Maharashtra : EDએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલની કરી ધરપકડ, જાણો સમગ્ર વિગત

આ પહેલા મંગળવારે EDએ દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત મુંબઈમાં 9 અને થાણેમાં 1 જગ્યાએ દરોડા પાડ્યા હતા.

Maharashtra :  EDએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલની કરી ધરપકડ, જાણો સમગ્ર વિગત
Iqbal Kaskar (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 4:47 PM

Maharashtra:  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate ) એ શુક્રવારે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના (Dawood Ibrahim)ભાઈ ઈકબાલ કાસકરની(Iqbal Kaskar)  ધરપકડ કરી છે. ઈકબાલ કાસકરને મહારાષ્ટ્રની થાણે જેલમાંથી અટકાયતમાં લેવામાં આવ્યો છે.તમને જણાવી દઈએ કે, દાઉદ ઈબ્રાહિમ અને તેના સહયોગીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગના કેસ (Money Laundering Case) નોંધાયેલા છે.

ઈકબાલને મુંબઈની સ્પેશિયલ PMLA કોર્ટમાં હાજર કરવામાં આવશે

EDના સૂત્રોના જણાવ્યા અનુસાર તેને આજે મુંબઈની સ્પેશિયલ PMLA કોર્ટમાં હાજર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઈકબાલ કાસકર રિકવરીના કેસમાં હાલ થાણે જેલમાં (Thane Jail) બંધ છે. આ પહેલા મંગળવારે EDએ દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત મુંબઈમાં 9 અને થાણેમાં 1 જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના ઘરે પણ ચાર કલાક દરોડા પાડવામાં આવ્યા હતા.

છોટા શકીલ D કંપનીનો સૌથી મહત્વપૂર્ણ સભ્ય

ઈકબાલ કાસકર અને હસીના પારકર વિશે એવું માનવામાં આવે છે કે, મુંબઈમાંથી દાઉદ ઈબ્રાહિમ ભાગી ગયા પછી બંને અહીંથી પોતાનો અંડરવર્લ્ડ બિઝનેસ ચલાવી રહ્યા હતા. મંગળવારના દરોડા દરમિયાન, ED અધિકારીઓએ છોટા શકીલના સહયોગી સલીમ કુરેશી ઉર્ફે સલીમને ઝડપી લીધો હતો અને તેની પૂછપરછ શરૂ કરી હતી.તમને જણાવવુ રહ્યુ કે, છોટા શકીલ D કંપનીનો સૌથી મહત્વપૂર્ણ સભ્ય છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

D કંપની સાથે મહારાષ્ટ્રના મોટા નેતાનું કનેક્શન

મની લોન્ડરિંગ કેસની વચ્ચે એવું કહેવામાં આવી રહ્યુ છે કે, ED મહારાષ્ટ્રના બે મોટા નેતાઓના D કંપની સાથે કનેક્શન વિશે પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે. EDને NIA પાસેથી મળેલી ગુપ્ત માહિતી બાદ ED મંગળવારથી ડી કંપની સાથે જોડાયેલા લોકો સામે સક્રિય થઈ ગયું છે. રાજકારણીઓ ઉપરાંત કેટલાક મોટા ઉદ્યોગપતિઓ પણ દાઉદ ઈબ્રાહિમના અંડરવર્લ્ડ બિઝનેસમાં મદદ કરી રહ્યા હોવાની શંકા છે.

આ કારણોસર, EDએ દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના ઘર સહિત 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા અને સલીમની પૂછપરછ શરૂ કરી હતી.તમને જણાવી દઈએ કે, દક્ષિણ મુંબઈમાં EDની ઓફિસમાં સલીમની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રઃ PM મોદીના હસ્તે આજે બે રેલવે લાઈનોનું ઉદ્ઘાટન, મુંબઈ આવતા મુસાફરોનો સમય બચશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">