મહારાષ્ટ્રઃ PM મોદીના હસ્તે આજે બે રેલવે લાઈનોનું ઉદ્ઘાટન, મુંબઈ આવતા મુસાફરોનો સમય બચશે

વર્ષ 2008માં થાણે અને દિવા વચ્ચે આ બે વધારાની રેલ્વે લાઈનો તૈયાર કરવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ અનેક વિભાગો પાસેથી પરવાનગી મળતા ઘણો સમય વીતી ગયો.

મહારાષ્ટ્રઃ PM મોદીના હસ્તે આજે બે રેલવે લાઈનોનું ઉદ્ઘાટન, મુંબઈ આવતા મુસાફરોનો સમય બચશે
PM Narendra Modi (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 2:41 PM

Maharashtra : શુક્રવારે PM નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) હસ્તે, મહારાષ્ટ્રના થાણે-દિવા 5મી-6ઠ્ઠી રેલ્વે લાઈનો વચ્ચે બે રેલ્વે લાઈનોનું (Thane Diva Railway line) ઉદ્ઘાટન કરવામાં આવશે, જેનાથી સેન્ટ્રલ લાઈનમાં મુસાફરી કરતા મુસાફરોનો સમય બચશે. તમને જણાવી દઈએ કે, PM મોદી આજે 18 ફેબ્રુઆરીને શુક્રવારના સાંજે 4.30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બંને રેલવે લાઈનોને લીલી ઝંડી બતાવશે.

CM ઉદ્ધવ ઠાકરે અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહેશે

આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thhackeray) અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહેશે. ગુરુવારે વડાપ્રધાન કાર્યાલય તરફથી આ માહિતી આપવામાં આવી હતી. થાણેથી દિવા સુધીની આ 9.40 કિમી લાંબી રેલ્વે લાઇનને બનાવવામાં 12 વર્ષથી વધુ સમય લાગ્યો છે.આ રેલ્વે લાઈનોને કારણે હવે મુંબઈથી બહાર જતી ટ્રેનો અને મુંબઈ લોકલ ટ્રેનો માટે અલગ-અલગ રેલ્વે લાઈનની વ્યવસ્થા કરવામાં આવશે. આ રેલ્વે લાઈનથી કસારા, આસનગાંવ, કર્જત, બદલાપુરથી મુંબઈ આવતા મુસાફરોનો સમય બચશે.

625 કરોડનો આ પ્રોજેક્ટ 12 વર્ષમાં પૂરો થયો

વર્ષ 2008માં થાણે અને દિવા વચ્ચે આ બે વધારાની રેલ્વે લાઈનો તૈયાર કરવાની પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ અનેક વિભાગો પાસેથી પરવાનગી મળ્યા બાદ અને કામ શરૂ થયા બાદ ઘણો સમય વીતી ગયો. રેલ્વે સમક્ષ મુંબ્રા રેતીબંદર નજીક ખાડી સાથે રેલ્વે માર્ગ તૈયાર કરવો એક પડકાર હતો. 625 કરોડનો આ પ્રોજેક્ટ આખરે 12 વર્ષમાં પૂરો થયો.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

આઉટગોઇંગ ટ્રેનો માટે અલગ રેલવે ટ્રેક રાખવાથી સમયની બચત

અત્યાર સુધી CSMTથી ઉપડતી લોકલ ટ્રેનો, મેલ અને એક્સપ્રેસ ટ્રેનો ઘણીવાર થાણે અને દિવા વચ્ચે અટવાઈ જતી હતી. જ્યારે મેલ-એક્સપ્રેસ ટ્રેનોને ફ્લેગ ઓફ કરવામાં આવે ત્યારે મુંબઈ લોકલ ટ્રેનના મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જ્યારે મુંબઈની લોકલ ટ્રેનો બંધ કરવામાં આવે ત્યારે મુંબઈ-થાણે બહારથી આવતી-જતી ટ્રેનોએ સિગ્નલની રાહ જોવી પડી. હવે આ બંને રેલ્વે લાઇન શરૂ થયા બાદ આ સમસ્યામાંથી છુટકારો મળશે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર્ : કોરોના બાદ હવે બર્ડ ફ્લૂનો ખતરો, શાહપુરમાં 100 મરઘીઓના મોત થતા ખળભળાટ

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">